મંગળવારે (26 એપ્રિલ), કરાચી યુનિવર્સિટી ખાતે વાણિજ્ય વિભાગની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ યુનિવર્સિટી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલી છે. જેમાં હમણાં સુધી 4 મોતની પૃષ્ટી થઈ છે. આ વિસ્ફોટની જવાબદારી બલોચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે.
પ્રાથમિક અહેવાલો મુજબ, બપોરે 2.30 વાગ્યાની આસપાસ થયેલા વિસ્ફોટમાં બે ચીની નાગરિકો સહિત કુલ 4 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કરાચી યુનિવર્સિટીની બહાર પાર્ક કરેલી વેનમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. આનો એક વીડિયો જિયો ન્યૂઝે શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા બુરખામાં ઉભી છે અને વાન તેની નજીક આવતા જ વિસ્ફોટ થાય છે.
جامعہ کراچی دھماکے کی سی سی ٹی وی فوٹیج سامنے آگئی۔#GeoNews pic.twitter.com/WTrxMYN3ev
— Geo News Urdu (@geonews_urdu) April 26, 2022
હમણાં હમણાં જ પાકિસ્તાનમાં બાલોચિસ્તાનની આઝાદી માટે લડતી બલોચ લિબરેશન આર્મી દ્વારા આ હુમલાની જ્વાબદારી લેવામાં આવી છે.
Balochistan Liberation Army’s Majeed Brigade has claimed responsibility for today’s attack on Chinese nationals in Karachi University. The group spokesperson says the suicide bombing was carried out by a female suicide bomber identified as Shari Baloch. pic.twitter.com/OnSlf8A4pT
— Roohan Ahmed (@Roohan_Ahmed) April 26, 2022
બલૂચિસ્તાન લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડે કરાચી યુનિવર્સિટીમાં ચીની નાગરિકો પર આજના હુમલાની જવાબદારી લીધી છે. જૂથના પ્રવક્તાનું કહેવું છે કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ શારી બલોચ તરીકે ઓળખાતી મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. ગ્રુપેએ પીએન જણાવ્યુ કે આ સાથે શારી બલોચ એવી પહેલી મહિલા બની છે જેણે આ રીતનો આત્મઘાતી હુમલો કર્યો હોય. આ રીતે એણે બલોચિસ્તાનની આઝાદીની લડાઈના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે.
જિયો ન્યૂઝે જણાવ્યું કે કારમાં કુલ 7-8 લોકો હાજર હતા. અહેવાલો અનુસાર, બલોચ લિબરેશન આર્મીએ વિસ્ફોટની જવાબદારી લીધી છે. તેઓએ એવો પણ દાવો કર્યો છે કે મૃતકોમાં કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હુઆંગ ગુઈપિંગનો પણ સમાવેશ થાય છે.
પેશાવરમાં શિયા મસ્જિદમાં આત્મઘાતી વિસ્ફોટ
આ વર્ષની શરૂઆતમાં 4 માર્ચે પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં એક શિયા મસ્જિદની અંદર એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 56 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે નમાજકો તેમના શુક્રવારની નમાજ માટે મસ્જિદમાં એકઠા થયા હતા.
બાદમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS) એ ઘાતક આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મોટરબાઈક પર આવેલા ઓછામાં ઓછા એક હુમલાખોરે મસ્જિદમાં પ્રવેશતા પહેલા બે પોલીસ અધિકારીઓને ગોળી મારી હતી અને આત્મઘાતી વેસ્ટ હોવાનું લાગતું હતું તે વિસ્ફોટ કર્યો હતો.