Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશમાં મોદી-યોગી હજુય હિટ: લોકસભા ચૂંટણી અંગેના સર્વેમાં 67-73 સીટો સાથે...

    ઉત્તર પ્રદેશમાં મોદી-યોગી હજુય હિટ: લોકસભા ચૂંટણી અંગેના સર્વેમાં 67-73 સીટો સાથે બીજેપીએ ફરી બાજી મારી, મુસ્લિમોએ સમાજવાદી પાર્ટી પર પસંદગી ઉતારી

    વોટની ટકાવારીની વાત કરીએ તો તેમાં પણ ભાજપ બાજી મારતું દેખાય છે. ભાજપ ગઠબંધનને 63% વોટ, સપા ગઠબંધનને 19% વોટ, બીએસપીને 11% વોટ અને કોંગ્રેસને 4% વોટ મળી રહ્યા છે. તો અન્યને 3% વોટ મળવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    દેશમાં 2024માં લોકસભા ચૂંટણી થવાની છે ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સર્વે કરવામાં આવ્યો છે. એબીપી ન્યુઝ- Matrize દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે જો લોકસભા ચૂંટણી વર્તમાનમાં યોજાઈ હોત તો કઈ પાર્ટીને કેટલી સીટ મળે. આ સર્વે મુજબ યુપીમાં ફરી મોદી લહેર જોવા મળી છે. 6 વર્ષથી ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ યોગી આદિત્યનાથ પર જનતાનો ભરોસો કાયમ છે. જોકે, સર્વે મુજબ યુપીના મુસ્લિમો માટે સમાજવાદી પાર્ટી પહેલી પસંદ છે.

    આ સર્વે 7 માર્ચથી 22 માર્ચ દરમિયાન કરવામાં આવ્યો હતો જેમાં ABP ન્યુઝ અને Matrize એ ઉત્તર પ્રદેશના લોકોના મત જાણ્યા હતા. સર્વેમાં લોકસભા ચૂંટણી 2024 માટે કઈ પાર્ટી આગળ છે, મુસ્લિમો કઈ પાર્ટીને પસંદ કરે છે, યોગી સરકાર દ્વારા બુલડોઝર એક્શન યોગ્ય છે કે નહીં કે તેમની સરકારનું કામ સંતોષકારક છે કે નહીં તે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. આ માટે તમામ 403 વિધાનસભા ક્ષેત્રોના 80 હજાર 600 લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

    ભાજપ+ ને 67-73 અને 63% મત મળવાનું અનુમાન

    યુપીમાં લોકસભાની કુલ 80 સીટ છે. આ સર્વે મુજબ, લોકસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 67-73 સીટો, સપા ગઠબંધનને 3-6 સીટો, બીએસપીને 0-4 સીટો અને કોંગ્રેસને 1-2 સીટો મળી રહી છે.

    - Advertisement -

    વોટની ટકાવારીની વાત કરીએ તો તેમાં પણ ભાજપ બાજી મારતું દેખાય છે. ભાજપ ગઠબંધનને 63% વોટ, સપા ગઠબંધનને 19% વોટ, બીએસપીને 11% વોટ અને કોંગ્રેસને 4% વોટ મળી રહ્યા છે. તો અન્યને 3% વોટ મળવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

    આ સર્વેમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની 27 લોકસભા સીટોની સર્વે રિપોર્ટ પણ વિપક્ષની ઊંઘ ઉડાડવાની છે. સર્વેમાં પશ્ચિમ યુપીમાં ભાજપ ગઠબંધનને 18-23 સીટો મળવાની અપેક્ષા છે. તો સમાજવાદી પાર્ટીને 2-5 સીટ, બસપાને 0-1 સીટ, તો કોંગ્રેસ અને અન્યનું તો અહીં ખાતું જ નથી ખુલ્યું.

    ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી યુપીમાં 80 સીટોમાંથી 64 સીટો જીતી હતી. એ પછી BSP 10, SP-RLD ગઠબંધન 5 અને કોંગ્રેસને 1 સીટ મળી હતી.

    વિધાનસભા ચૂંટણીમાં પણ બીજેપી બાજી મારી શકે છે

    લોકસભા ચૂંટણીની જેમ, જો વિધાનસભા ચૂંટણી આજે યોજાય તો એમાં પણ ભાજપ ગઠબંધન જીતવાની શક્યતા છે.

    ઓપિનિયન પોલ અનુસાર, BJP+ 403 સીટવાળા ગૃહમાં જંગી 298-308 સીટો જીતી શકે છે. સમાજવાદી 98-108 બેઠકો સાથે બીજા સ્થાને રહેવાની શક્યતા છે. પોલ અનુસાર, રાજ્યમાંથી BSP (0-5) અને કોંગ્રેસ (1-2) લગભગ અદૃશ્ય થઈ ગઈ છે.

    મોદી-યોગીની લોકપ્રિયતા યથાવત

    આ સર્વેમાં 52% લોકો માને છે કે વડાપ્રધાન મોદીનું કામ ઘણું સારું છે. તો 32% લોકોને પીએમ મોદીનું કામ સંતોષકારક લાગે છે. જ્યારે 16% લોકોએ વડાપ્રધાનના કામને ખૂબ જ ખરાબ ગણાવ્યું છે.

    યોગી આદિત્યનાથ છેલ્લા 6 વર્ષથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સર્વેમાં 61% લોકોએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ માટે પ્રથમ પસંદગી ગણાવી. જ્યારે, 24% લોકોએ અખિલેશ યાદવ, 11% માયાવતી અને 4% લોકોએ અન્યને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી ગણાવી હતી.

    એટલું જ નહીં, આ સર્વેમાં 52% લોકો માને છે કે યોગી આદિત્યનાથનું કામ ઘણું સારું છે. તો 27% લોકો તેમના કામને સંતોષકારક માને છે. જ્યારે 21% લોકોએ સીએમ યોગીના કામને ખૂબ જ ખરાબ ગણાવ્યું છે. આ સિવાય યોગી આદિત્યનાથ સરકારની ઓળખ બની ગયેલી બુલડોઝરની કાર્યવાહીને 54% લોકોએ બિરદાવી છે. આ સર્વેમાં 10 હજાર લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં