Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે કર્ણાટકમાં અમૂલ vs નંદિની પર વિવાદ: ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ સામસામે...

    હવે કર્ણાટકમાં અમૂલ vs નંદિની પર વિવાદ: ચૂંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસ સામસામે આવ્યા; કોંગ્રેસે કહ્યું, ‘અમને ગુજરાત મોડલની જરૂર નથી’

    કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે કહ્યું કે અમે અમારા કર્ણાટકના દૂધ અને અમારા ખેડૂતોને બચાવવા માંગીએ છીએ. અમારી પાસે 'નંદિની' છે જે 'અમૂલ' કરતાં વધુ સારી બ્રાન્ડ છે.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં નવો જંગ શરૂ થયો છે. આ નવી લડાઈ નંદિની અને અમૂલના દૂધ વિશે છે. જેના કારણે આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપની જીતમાં વધુ અવરોધો દેખાવા લાગ્યા છે. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે શનિવારે આ મુદ્દા પર આકરા પ્રહારો કર્યા અને આ મુદ્દે કર્ણાટકના લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર પણ અમૂલ vs નંદિની યુદ્ધ ચાલી રહ્યું છે.

    શિવકુમારે કહ્યું કે અમૂલ કરતાં નંદિની દૂધની વધુ ‘સારી’ બ્રાન્ડ છે તથા કર્ણાટકના દૂધ અને ખેડૂતોને ‘સુરક્ષિત’ કરવામાં આવશે. તેમણે કહ્યું કે “અમે અમારા કર્ણાટક અને અમારા ખેડૂતોના દૂધની રક્ષા કરવા માંગીએ છીએ.”

    અમૂલ કરતાં નંદિની ‘સારી’ બ્રાન્ડ છે- શિવકુમાર

    તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે પહેલેથી જ નંદિની છે જે ગુજરાતની અમૂલ બ્રાન્ડ કરતાં ઘણી સારી છે. શિવકુમારે કહ્યું કે અમને કોઈ અમૂલની જરૂર નથી. તેમણે કહ્યું કે “આપણું પાણી,આપણું દૂધ અને આપણી માટી મજબૂત છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે કર્ણાટક મિલ્ક ફેડરેશન (KFM), કર્ણાટક રાજ્યની ‘નંદિની’ બ્રાન્ડ છે જે દૂધ અને દહીં સહિત અન્ય ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે અમૂલ પછી ભારતમાં બીજી સૌથી મોટી દૂધ સહકારી છે.

    કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આરોપ લગાવ્યા

    કોંગ્રેસે ભાજપ પર કર્ણાટકમાં અમૂલની ‘બેકડોર એન્ટ્રી’ દ્વારા કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, જનતા દળ (સેક્યુલર) એ પણ જોરદાર વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે અમૂલ કર્ણાટકમાં પ્રવેશ કરવા અને નંદિનીની હકાલપટ્ટી કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે, કર્ણાટકની આ રાજકીય લડાઈ ટ્વિટર પર #GoBackAmul અને #SaveNandini સુધી પહોંચી ગઈ છે.

    આ મુદ્દા પર બોલતા, કોંગ્રેસના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે કન્નડ લોકોને અમૂલ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા વિનંતી કરી હતી.

    ડિસેમ્બર 2022માં અમિત શાહની મુલાકાત બાદ જ આ યુદ્ધ શરૂ થયું હતું

    ડિસેમ્બર 2022ના અંતમાં કર્ણાટકની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે KMF અને ગુજરાતના આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (અમુલ) વચ્ચે વિલીનીકરણની અટકળોને વેગ આપ્યો ત્યારથી અમૂલ vs નંદિની યુદ્ધ ચાલી રહ્યું છે.

    જાન્યુઆરી 2023માં જ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ અમૂલ સાથે નંદિનીના વિલીનીકરણને સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે ક્યારેય નંદિનીને અમૂલ સાથે ભળવા દેશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં