Thursday, April 18, 2024
More
  હોમપેજદેશMCDમાં બીજેપીને ફરીથી પૂર્ણ બહુમતી મળશે, અરવિંદ કેજરીવાલની પાર્ટી સીટો વધવા છતાં...

  MCDમાં બીજેપીને ફરીથી પૂર્ણ બહુમતી મળશે, અરવિંદ કેજરીવાલની પાર્ટી સીટો વધવા છતાં પાછળ રહેશે: ABP-C Voter સર્વેમાં ખુલાસો – કોંગ્રેસની હાલત વધું કથળશે

  - Advertisement -

  દિલ્હીમાં MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણીઓ યોજાવાની હોવાથી તમામની નજર તેના પર છે કે શું ભાજપ અહીં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે કે પછી રાજ્યની સત્તાધારી પાર્ટી AAP સ્થાનિક સંસ્થામાં પણ પોતાનો સિક્કો જમાવશે. આ દરમિયાન ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ અને સી-વોટરનો સંયુક્ત સર્વે (ઓપિનિયન પોલ) સામે આવ્યો છે, જેમાં દિલ્હીના લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ઓપિનિયન પોલ મુજબ દિલ્હી MCDમાં ભાજપને પૂર્ણ બહુમતી મળશે તેવા અણસારો જોવા મળ્યા છે.

  સર્વે અનુસાર 250 સીટોવાળી 118-138 સીટો મેળવીને દિલ્હી MCDમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતી જોવા મળી રહી છે, જ્યારે અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’ 104-124 સીટો સુધીજ સીમિત રહેશે. MCDની ચૂંટણી 4 ડિસેમ્બર, 2022ના રોજ યોજાવાની છે. દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો (પૂર્વ, ઉત્તર અને દક્ષિણ) આ વખતે એકમાં મર્જ કરવામાં આવી છે. એટલે કે હવે EDMC, NDMC અને SDMC પાસે MCDન્સ એક જ મેયર હશે.

  હાલમાં ભાજપ પાસે 181 બેઠકો છે, જ્યારે AAP પાસે માત્ર 49 બેઠકો છે. કોંગ્રેસની હાલત ખરાબ છે અને તેની પાસે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 31 સીટો છે. એબીપી અને સી-વોટરના સર્વે અનુસાર આ વખતે કોંગ્રેસની હાલત વધુ ખરાબ રહેશે. તેને માત્ર 4-12 બેઠકો મળવાનો અંદાજ છે . બીજી તરફ અન્યના ખાતામાં 0-4 સીટો આવી શકે છે. વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 42%, AAPને 40% અને કોંગ્રેસને 16% વોટ મળી રહ્યા છે.

  - Advertisement -

  એવું માનવામાં આવે છે કે દિલ્હી અને પંજાબમાં સત્તા હોવા છતાં અને પ્રદૂષણ સામે અસરકારક પગલાં ન લેવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીને ગેસ ચેમ્બર બનવાની ફરજ પાડવાને કારણે દિલ્હી આમ આદમી પાર્ટીને MCD ચૂંટણીમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આમ આદમી પાર્ટી કચરાનો મુદ્દો ઉઠાવીને ભાજપ વિરુદ્ધ હવા ઉભી કરવામાં લાગેલી છે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા મંત્રીઓ કૌભાંડોમાં ફસાયા છે તે પણ AAP માટે નકારાત્મક છબી બનાવી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં