Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખડગેની શપથવિધિ પ્રસંગે સોનિયા અને રાહુલની હાજરીમાં શીખ હત્યાકાંડના આરોપી હાજર હોવાનો...

    ખડગેની શપથવિધિ પ્રસંગે સોનિયા અને રાહુલની હાજરીમાં શીખ હત્યાકાંડના આરોપી હાજર હોવાનો ભાજપનો આરોપ

    1984ના શીખ વિરોધી તોફાનોના આરોપી ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેના કોંગ્રેસ પ્રમુખ બનવાના શપથવિધિ સમારોહમાં હાજર જોવા મળતાં ભાજપે કોંગ્રેસ પર આકરા આરોપો કર્યા છે.

    - Advertisement -

    ગઈકાલે કોંગ્રેસના નવા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. આ પ્રસંગે 1984ના શીખ વિરોધી તોફાનોના આરોપીની હાજરીએ વિવાદ સર્જ્યો છે. ભાજપે આ ઘટના અંગે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો પણ કર્યાં છે.

    દિલ્હી ભાજપના પ્રવક્તા તાજીન્દર બગ્ગાએ ટ્વીટ કરી હતી જેમાં તેમણે એક ફોટો પણ મુક્યો હતો. આ ફોટોમાં AICCના હેડક્વાર્ટર ખાતે જ્યારે મલ્લિકાર્જુન ખડગે પોતાનો હોદ્દો સંભાળી રહ્યાં હતાં ત્યારે તેમની પાછળ 1984ના શીખ વિરોધી તોફાનોના આરોપી જગદીશ ટાઈટલર પણ જોવા મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ ફોટોમાં ખડગે સાથે કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ બેઠાં હોવાનું દેખાય છે.

    બગ્ગાએ પોતાની ટ્વીટમાં લખું છે કે, “શીખોના હત્યારા જગદીશ ટાઈટલરને કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના શપથવિધિ સમારોહમાં ખાસ આમંત્રિત તરીકે બોલાવ્યા હતા. કોંગ્રેસ અને સોનિયા ગાંધીનો શીખોના હત્યારાઓ પ્રત્યેનો પ્રેમ ફરીથી સાબિત થઇ ગયો છે.”

    - Advertisement -

    વર્ષ 1984માં તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના બે શીખ બોડીગાર્ડ્સ દ્વારા થયેલી હત્યા બાદ સમગ્ર દિલ્હીમાં શીખ વિરોધી તોફાનો ફાટી નીકળ્યા હતાં. આ દરમ્યાન કોંગ્રેસના મુખ્ય નેતાઓ જગદીશ ટાઈટલર, સજ્જન કુમાર, એચ કે એલ ભગત અને કમલનાથની ભૂમિકા અંગે વર્ષોથી શંકા ઉભી કરવામાં આવે છે. UPA સરકારની બીજી ટર્મમાં CBIએ ટાઈટલરને ક્લીન ચીટ આપી દીધી હતી પરંતુ સેશન્સ કોર્ટે તેનો ક્લોઝર રીપોર્ટ નામંજૂર કરી દીધો હતો.

    આમાંથી જગદીશ ટાઈટલરે CNN IBNને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સમગ્ર દિલ્હીમાં ફર્યા હતાં અને તેમને આ સમગ્ર શહેર શાંતિપૂર્ણ ભાસતું હતું. CNN ન્યુઝ અનુસાર ભાજપ તેમજ અકાલી દળે ટાઈટલરની આ બાબતે ટીકા કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું ટાઈટલરના કહેવા અનુસાર રાજીવ ગાંધી પણ તોફાનો શરુ કરવામાં સામેલ હતાં?

    જગદીશ ટાઈટલરની હાજરીની ભાજપના એક અન્ય નેતા મન્જીનદર સિંઘ સિરસાએ પણ ગાંધી પરિવારની 1984ના શીખ વિરોધી તોફાનો માટેના આરોપીનું સંરક્ષણ કરવા બદલ આકરી ટીકા કરી હતી. સિરસાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, “ગાંધી પરિવારે શીખોના હત્યારા ટાઈટલરને ખડગેજીના શપથ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવીને ફરીથી એ સાબિત કરી દીધું છે કે તેઓ ટાઈટલર અને કમલનાથ જેવાઓને સુરક્ષા તેમજ માન આપતાં રહેશે. આ જ કાતિલોની મદદથી ગાંધી પરિવારે 1984ના શીખ કત્લેઆમને અંજામ આપ્યો અને આજ સુધી તે આ લોકોને તેનું ઇનામ આપી રહ્યાં છે.

    એક સરકારી આંકડા અનુસાર ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આ હત્યાકાંડમાં 2800થી પણ વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં