Monday, April 22, 2024
More
  હોમપેજરાજકારણચૂંટણી વિશ્લેષણ: ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી;...

  ચૂંટણી વિશ્લેષણ: ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં

  ભાજપે પોતાનો વોટ શેર વધારીને 13.90% કર્યો છે અને આ ચૂંટણીમાં તેને 32.57 લાખ વોટ મળ્યા છે. તેનાથી વિપરીત, 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર માત્ર 6.98% હતો. તે સમયે ભાજપને માત્ર 1 સીટ મળી હતી.

  - Advertisement -

  ભારતના ચૂંટણી પંચ (ECI) એ રવિવારે (3 ડિસેમ્બર) તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરંતુ તેલંગાણામાં ભાજપનું ચૂંટણી પ્રદર્શન પોતાનામાં જ એક સફળતાની વાર્તા છે.

  ભગવા પાર્ટી તરીકે ઓળખાતું ભાજપ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને હરાવીને રેસમાં ત્રીજા સ્થાને આવી હતી. 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 8 બેઠકો જીતી હતી, જે 2018માં જીતેલી બેઠકોની સંખ્યા કરતા 7 ગણી વધારે છે.

  ભાજપે પોતાનો વોટ શેર વધારીને 13.90% કર્યો છે અને આ ચૂંટણીમાં તેને 32.57 લાખ વોટ મળ્યા છે. તેનાથી વિપરીત, 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર માત્ર 6.98% હતો. તે સમયે ભાજપને માત્ર 1 સીટ મળી હતી.

  - Advertisement -
  તેલંગાણા ચૂંટણીમાં પક્ષોના વોટ શેરનું પ્રતિનિધિત્વ કરતા પાઇ ચાર્ટનો સ્ક્રીનગ્રેબ, ECI દ્વારા ગ્રાફિક

  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ, 2023ની તેલંગાણા ચૂંટણીમાં ભાજપે તેનો વોટ શેર લગભગ 6.92% વધાર્યો છે. આ એ અર્થમાં નોંધપાત્ર છે કે પોતાનો હૈદરાબાદમાં ગઢ ધરાવતી ઓવૈસીની AIMIM પાર્ટી કુલ મતોના માત્ર 2.2% જ મેળવી શકી હતી.

  પાંચ વર્ષ પહેલા સુધી, ભાજપ પોતાના કદ્દાવર ઉમેદવાર ટી રાજા સિંહ અને ગોશામહાલ મતવિસ્તારમાં તેમના પ્રદર્શન પર બધો આધાર રાખતું હતું. જો કે આ વખતે, વર્તમાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનુમુલા રેવંત રેડ્ડીને તેમના જ ગઢમાં હરાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. આને આ કારનામું કર્યું છે ભાજપ ઉમેદવાર કટિયાપલ્લી વેંકટા રમના રેડ્ડીએ .

  2018માં, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આ ચોક્કસ મતવિસ્તારમાં જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી ઉપવિજેતા રહી હતી. 2023માં દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભાજપના કટિયાપલ્લી વેંકટા રમના રેડ્ડીએ પાંચ વર્ષ પહેલાં પક્ષ ત્રીજા સ્થાને હોવા છતાં BRS અને કોંગ્રેસ બંનેને એકલા હાથે હરાવ્યા છે.

  તેલંગાણા નકશો (કેસરમાં ચિહ્નિત) ભાજપ દ્વારા જીતેલા મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે

  રવિવારે (3જી ડિસેમ્બર), બીજેપીના પૈડી રાકેશ રેડ્ડીએ આરમુર મતવિસ્તારમાંથી જીત મેળવી હતી જ્યારે ધનપાલ સૂર્યનારાયણ નિઝામાબાદ (શહેરી) મતવિસ્તારમાંથી વિજયી બન્યા હતા. 2018માં બંને બેઠકો BRSએ જીતી હતી.

  હિંદુવાદી પક્ષે આદિલાબાદ અને સિરપુર મતવિસ્તારમાં પણ તેના વિરોધીઓને માત આપી હતી જ્યાં પાયલ શંકર અને ડૉ પલવાઈ હરીશ બાબુ આરામથી જીતવામાં સફળ થયા હતા. 2018ની ચૂંટણીમાં, પાયલ શંકર આદિલાબાદ બેઠક પરથી ઉપવિજેતા હતા અને 26,606 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. આ હોવા છતાં, ભાજપે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને 2023ની તેલંગાણા ચૂંટણીમાં શંકર 6,692 મતોના માર્જિનથી જીત્યા. ભાજપના રામ રાવ પવાર મુધોલે મતવિસ્તારમાંથી જીત્યા હતા, જે પાર્ટી 2018માં હારી ગઈ હતી.

  તેલંગાણા 2023ની ચૂંટણીમાં બેઠકોની અંતિમ સંખ્યા, ECI મારફતે છબી

  ભાજપના ઉમેદવાર અલેટી મહેશ્વર રેડ્ડી પણ BRSના અલોલા ઈન્દ્રકરણ રેડ્ડીને તેમના ગઢ નિર્મલમાં 50,000થી વધુ મતોથી હટાવવામાં સફળ થયા. ટી રાજા સિંહે પણ ગોશામહાલ મતવિસ્તારમાંથી તેમની જીતનો દોર ચાલુ રાખ્યો, આમ સતત ચોથી વખત ધારાસભ્ય બન્યા છે.

  એક બાજુ જ્યાં 2023ની તેલંગાણા ચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમે રહ્યું, પરંતુ તે 2018ના ચૂંટણી પ્રદર્શનની સરખામણીમાં પોતાની જાતને આગળ લાવવામાં સફળ રહ્યું છે. આનાથી પાર્ટી કેડરનું મનોબળ વધશે અને આખરે હિંદુવાદી પક્ષને દક્ષિણ ભારતમાં મજબૂત પ્રવેશ કરવામાં મદદ મળશે.

  જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા અન્ય રાજ્યોના સંદર્ભમાં તેલંગાણા ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે દરેક સંભવિત રીતે જીત મેળવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં