ઝારખંડના પલામુ જિલ્લામાં મસ્જિદ ચોક પાસે મહાશિવરાત્રિ નિમિત્તે તોરણદ્વાર લગાવતા હિંદુઓ ઉપર પથ્થરમારો થયા બાદ હવે દેવઘરમાં તનાવના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક તંત્ર દ્વારા વર્ષો જૂની શિવ બારાતની પરંપરાને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, દેવઘરના SDOએ એક આદેશ જારી કરીને મહાશિવરાત્રિના દિવસે આખા શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. ઉપરાંત, જિલ્લા તંત્ર દ્વારા સમિતિ દ્વારા આયોજિત રૂટ પર શિવ બારાતનું આયોજન કરવાની પરવાનગી પણ રદ કરી દેવામાં આવી હતી અને જૂના રુટ પરથી જ યાત્રા કાઢવા માટે કહેવામાં આવ્યું છે.
આ અંગે ભાજપ સાંસદ નિશિકાંત દૂબે હેમંત સોરેન સરકારની સામે પડ્યા છે અને તેમણે સરકારને હિંદુવિરોધી ગણાવીને કહ્યું કે મુખ્યમંત્રી સોરેન તુષ્ટિકરણનું રાજકારણ રમી રહ્યા છે. તેમણે આ અંગે હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે.
#BreakingNow: पलामू के बाद झारखंड के देवघर में भी तनाव.. देवघर में शिव बारात को लेकर छिड़ा संग्राम, BJP सांसद @nishikant_dubey ने प्रशासन पर लगाए आरोप.. कहा- 'शिव बारात को रोकने की कोशिश'@jyotimishra999 #JharkhandNews #JharkhandPolice #Deoghar pic.twitter.com/w6TmzgCm8J
— Times Now Navbharat (@TNNavbharat) February 16, 2023
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કહ્યું કે, “આ ભગવાન શિવની નગરી છે, અહીં કણકણમાં શિવ વસે છે. 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક મનોકામેશ્વર જ્યોતિર્લિંગ અહીં છે. અહીંથી બારાત નહીં નીકળે તો શું મક્કા-મદિનામાંથી નીકળશે? ધારા 144 લાગુ કરવાનો અર્થ એ થાય છે કે 4થી વધુ લોકો એકઠા ન થઇ શકે. જો 4 વ્યક્તિઓ એકઠા ન થઇ શકે તો શિવરાત્રિ મહોત્સવમાં પૂજા માટે આવનારા લોકો પૂજા પણ નહીં કરી શકે.”
તેમણે કહ્યું કે, સ્થાનિક તંત્રનું આ તાનાશાહીપૂર્ણ વલણ છે અને આ હિંદુવિરોધી માનસિકતા સામે હું હાઇકોર્ટ ગયો છું અને મહાદેવની કૃપા હશે તો આજે જ સુનાવણી હાથ ધરવામાં આવશે.
તેમણે આગળ કહ્યું કે, અહીં શિવ બારાતની પરંપરા સદીઓ જૂની છે અને અંગ્રેજોએ પણ સ્વીકાર્યું હતું કે અહીં શિવ બારાતનું આયોજન થાય છે. તેમણે ઉમેર્યું કે, “વચ્ચે થોડા સમય માટે આયોજન થઇ શક્યું ન હતું પરંતુ છેલ્લાં 20-22 વર્ષથી ભગવાન શિવની યાત્રાનું મોટાપાયે આયોજન થાય છે.
દેવઘરમાં શિવ યાત્રાને રોકવાના પ્રયાસ થતા હોવાના આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, “બે વર્ષથી કોરોનાના કારણે આયોજન થઇ શક્યું ન હતું જેથી આ વખતે લોકોમાં ઉત્સાહ છે અને તેમની આજીવિકા પણ જોડાયેલી છે. મુખ્ય મુદ્દો એ છે કે આ ભગવાન શિવની નગરી છે, અહીં યાત્રા ન નીકળે તો ક્યાં નીકળશે? હેમંત સોરેન સરકાર એન્ટી હિંદુ છે.”
ઉલ્લેખનીય છે કે બુધવારે (15 ફેબ્રુઆરી, 2023) ઝારખંડના જ પલામુમાં મસ્જિદ ચોક પાસે મહાશિવરાત્રિ માટે તોરણદ્વાર બનાવતા હિંદુઓ પર પથ્થરમારાની ઘટના બની હતી. સ્થાનિક હિંદુઓએ આરોપ લગાવ્યો કે આ સુનિયોજિત ષડ્યંત્ર હતું અને મસ્જિદમાંથી તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો તેમજ પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી હતી અને ઇન્ટરનેટ સેવા પણ અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આઈ હતી.