Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અધધ 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર': કોંગ્રેસના વર્ષોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ભાજપે 'કોંગ્રેસ ફાઇલ્સ'નો...

    ‘અધધ 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર’: કોંગ્રેસના વર્ષોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ભાજપે ‘કોંગ્રેસ ફાઇલ્સ’નો પહેલો એપિસોડ બહાર પાડ્યો

    "કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર" શીર્ષકવાળા વિડિયો સંદેશમાં ભાજપે કહ્યું કે, "કોંગ્રેસે તેના 70 વર્ષના શાસનમાં જનતા પાસેથી 48,20,69,00,00,000 રૂપિયા લૂંટ્યા છે."

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો પર ‘કોંગ્રેસ ફાઇલ્સ’નો પ્રથમ એપિસોડ રજૂ કર્યો છે.

    બીજેપીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, “કોંગ્રેસ ફાઇલ્સનો પ્રથમ એપિસોડ, જુઓ કે કોંગ્રેસના શાસનમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડો કેવી રીતે થયા.”

    ‘કોંગ્રેસ મતલબ ભ્રષ્ટાચાર’ શીર્ષકવાળા વિડીયો સંદેશમાં ભાજપે કહ્યું, “કોંગ્રેસે તેના 70 વર્ષના શાસનમાં જનતા પાસેથી 48,20,69,00,00,000 રૂપિયા લૂંટ્યા છે. તે નાણાંનો ઉપયોગ સુરક્ષા અને વિકાસના ઘણા ઉપયોગી ક્ષેત્રો માટે થઈ શક્યો હોત.”

    - Advertisement -

    “આટલી રકમનો ઉપયોગ કરીને, 24 INS વિક્રાંત, 300 રાફેલ જેટ અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાયા હોત. પરંતુ દેશને કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ભોગવવી પડી અને તે પ્રગતિની દોડમાં પાછળ રહી ગયો,” વિડીયો સંદેશમાં ઉમેર્યું.

    2004-2014: ગુમાવી દીધેલો દાયકો

    ભાજપે કોંગ્રેસ પાર્ટી પર વધુ પ્રહારો કર્યા અને 2004-2014 સુધીના તેના કાર્યકાળને ‘ગુમાવી દીધેલો દાયકા’ ગણાવ્યો.

    “આખા 70 વર્ષોને બાજુ પર રાખીને, જો આપણે ફક્ત 2004-14ના છેલ્લા કાર્યકાળ પર નજર કરીએ તો, તે ‘લોસ્ટ ડિકેડ’ હતો. સરકારનું નેતૃત્વ મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમના શાસન હેઠળ થતા તમામ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કર્યા હતા. તે દિવસોમાં, કાગળો ભ્રષ્ટાચારના સમાચારોથી ભરેલા હતા, જેને જોઈને દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જાય છે.” વિડીયો સંદેશમાં વાંચવામાં આવ્યું.

    “1.86 લાખ કરોડનું કોલસા કૌભાંડ, રૂ. 1.76 લાખ કરોડનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, રૂ. 10 લાખ કરોડનું મનરેગા કૌભાંડ, રૂ. 70,000 કરોડનું કોમનવેલ્થ કૌભાંડ, ઇટાલી સાથે હેલિકોપ્ટર સોદામાં રૂ. 362 કરોડની લાંચ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ માટે 12 કરોડની લાંચ.” તે વધુમાં ઉમેર્યું.

    વિડીયો મેસેજના અંતમાં ભાજપે કહ્યું કે, “આ માત્ર કોંગ્રેસના ભ્રષ્ટાચારની ઝાંકી (ટ્રેલર) છે, ફિલ્મ હજુ પૂરી નથી થઈ.” એટલે કે આગામી સમયમાં કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન થયેલ ભ્રષ્ટાચારોની આ સિરીઝના વધુ એપિસોડ પણ બહાર આવી શકે છે.

    આ પહેલા કોંગ્રેસે અદાણી મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ‘હમ અદાણી કે હૈ કૌન’ અભિયાન હેઠળ અનેક પ્રશ્નોના સેટ બહાર પાડ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે અદાણી જૂથને વિવિધ પ્રોજેક્ટ્સમાં ‘એકાધિકાર’ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં