દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ગુરુવારે (19 જાન્યુઆરી 2023) તેમની છેડતી થઇ હોવાનો અને એક નશામાં ધૂત કાર ડ્રાઈવરે 15 મીટર સુધી ઘસડ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. ભાજપે સ્વાતિ માલિવાલ પર ABP ન્યૂઝ સાથે મળીને તરકટ રચવાનો અને તે પાછળનો આશય દિલ્હી પોલીસને બદનામ કરવાનો હોવાનો આક્ષેપ મૂક્યો છે.
ભાજપ પ્રવક્તા શાઝિયા ઈલ્મીએ આમ આદમી પાર્ટી અને ABP ન્યૂઝ પર સાથે મળીને સ્ટિંગ ઓપરેશન કરીને દિલ્હી પોલીસને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટર પર એક વિડીયો બાઈટ પોસ્ટ કરીને કહ્યું કે, જે રીતે આમ આદમી પાર્ટી અને ABP ન્યૂઝે સ્વાતિ માલિવાલ સાથે મળીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. તેમનો મકસદ સ્પષ્ટ હતો, કોઈ પણ રીતે દિલ્હી પોલીસને બદનામ કરવાની હતી. પરંતુ દિલ્હી પોલીસની સતર્કતાના કારણે તેમનું આ ષડ્યંત્ર નિષ્ફ્ળ ગયું છે.
@AamAadmiParty ओर @abplive के साथ मिल कर एक स्टिंग ऑपरेशन किया जिसका मक़सद सिर्फ़ दिल्ली पुलिस को बदनाम करना था! क्यों कोई निजी चैनल एक राजनीतिक पार्टी के साथ मिल कर एक संवैधानिक पद -महिला आयोग की अध्यक्ष के साथ दिल्ली पुलिस के ख़िलाफ़ ऐसा षड्यंत् करेगा? pic.twitter.com/B2bUy5UwnZ
— Shazia Ilmi (@shaziailmi) January 20, 2023
તેમણે આગળ કહ્યું કે, “વિચારવાની વાત એ છે કે કેમ કોઈ ચેનલ પોતાની TRP વધારવા માટે કે કોઈ રાજકીય પાર્ટી રાજકારણ ચમકાવવા માટે મહિલા સુરક્ષા જેવા ગંભીર મુદ્દાનો ઉપયોગ કરશે. નૈતિકતાની રીતે ગંભીર પ્રશ્નો સર્જાયા છે.”
બીજી તરફ, આ કથિત સ્ટિંગ ઓપરેશનનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેને લઈને ભાજપ નેતા હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, સ્વાતિ માલિવાલે જૂઠું પ્રપંચ રચીને દિલ્હી પોલીસનું મનોબળ ઘટાડવાના પ્રયાસ કર્યા હતા.
The video was staged to defame Delhi Police & is an attempt to lower their morale. Why was Swati Maliwal silent for 48 hours?- BJP’s Harish Khurana asks.@prathibhatweets | #SwatiMaliwal #BJP pic.twitter.com/G0ap4UIe3A
— TIMES NOW (@TimesNow) January 20, 2023
તેમણે કહ્યું કે, “બધા જ જોઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર, કે કેવી રીતે તમે ખોટું પ્રપંચ રચ્યું હતું. રાત્રે બે-અઢી વાગ્યે કઈ રીતે તમે જાતે જ કારની ચાવી કાઢી રહ્યાં હતાં એ લોકોએ જોઈ લીધું છે. તમે જે પ્રકારે દિલ્હી, દિલ્હીના લોકો અને દિલ્હી પોલીસનું મનોબળ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છો તે નિંદનીય છે.”
અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલે આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમની ટીમ સાથે AIIMS હોસ્પિટલના ગેટની બહાર ઊભાં હતાં ત્યારે એક કારચાલકે તેમની છેડતી કરી હતી અને તેઓ તેને પકડવા જતાં તેણે સ્વાતિનો હાથ કારની વિન્ડોમાં ફસાવીને તેમને 10-15 મીટર સુધી ઘસડ્યાં હતાં.