Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ8 વર્ષ પહેલાં ધર્માંતરણ કરીને ઇસ્લામ અપનાવ્યો હતો, પોતાપણું ન લાગતાં હિંદુ...

    8 વર્ષ પહેલાં ધર્માંતરણ કરીને ઇસ્લામ અપનાવ્યો હતો, પોતાપણું ન લાગતાં હિંદુ ધર્મમાં પરત ફર્યા: મુઝફ્ફરનગરના પરિવારે કરી ‘ઘરવાપસી’

    તમામનું ગંગાજળની શુદ્ધિકરણ કરવામાં આવ્યું, જૂનાં હિંદુ નામો આપવામાં આવ્યાં.

    - Advertisement -

    ‘ધર્માંતરણ’ આ શબ્દ અત્યારે દેશ ભરમાં સનાતન ધર્મને ધીમે ધીમે ઉધઈની જેમ કોતરવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ જેમ-જેમ લોકોમાં જાગૃતિ વધી રહી છે તેમ-તેમ તેઓ પોતાના મૂળ શોધીને તેની સાથે જોડાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોની ઘરવાપસી થઇ છે. તેમણે ફરી એકવાર હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. આ પરિવારના લોકોને ફરી તેમનાં હિંદુ નામો આપવામાં આવ્યાં છે. મુઝફ્ફરનગરના મુસ્લિમ પરિવારના સભ્યોની ઘરવાપસી દરમિયાન તેમને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવ્યાં હતાં.

    અહેવાલો મુજબ, બિજનૌરના આ પરિવારે આઠ વર્ષ પહેલાં હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ કબૂલ કર્યો હતો. જોકે, સમય વીતવા સાથે જ્યારે તેમને તેમના મૂળ ધર્મ, રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓ યાદ આવી, ત્યારે તેઓ ફરીથી હિંદુ ધર્મમાં પાછા ફર્યા. હિંદુ ધર્મમાં ઘરે પરત ફરેલા પરિવારના વડા સંદીપ સૈની કહે છે કે પહેલાં પણ તેમનો પરિવાર હિંદુ હતો, અને હવે તેઓ ફરી પરત ફર્યા છે.

    મુઝફ્ફરનગર જિલ્લાના બાઘરા ખાતે સ્થિત યશવીર આશ્રમમાં એક જ પરિવારના પાંચ સભ્યોને સંપૂર્ણ સનાતન ધર્મની વિધિ વિધાન સાથે ઘરવાપસી કરાવી હતી. આ દરમિયાન મોહમ્મદ અહેમદનું નામ બદલીને સંદીપ સૈની રાખવામાં આવ્યું હતું, સાનિયાનું નામ ફરીથી સીમા સૈની રાખવામાં આવ્યું હતું. પરિવારના અન્ય સભ્યોને પણ તેમનાં જૂનાં નામ આપવામાં આવ્યાં હતાં.

    - Advertisement -

    યશવીર આશ્રમના સાધુ યશવીરે જણાવ્યું કે, બિજનૌરનો જે સૈની પરિવાર મુસ્લિમ બન્યો હતો.જેઓ બુધવારે (19 ઓક્ટોબર, 2022) સ્વેચ્છાએ હિંદુ ધર્મમાં પરત ફર્યા છે. તેમણે વૈદિક મંત્રો સાથે વિધિ પ્રમાણે પૂજા કરી હતી. ત્યારબાદ તેમણે આશ્રમની પરિક્રમા પણ કરી હતી.

    ઘરવાપસી વખતે પરિવારના સભ્યોને ગંગાજળ છાંટીને પવિત્ર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આશ્રમમાં હાજર લોકોએ પરિવાર પર ફૂલોની વર્ષા પણ કરી હતી. સ્વામી યશવીરે કહ્યું કે ઇસ્લામ કબુલ કર્યા બાદ મુસ્લિમોએ તેમની સાથે પક્ષપાત કરવાનું શરુ કરી દીધું હતું, વિસ્તારના મદરેસામાં લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે. પોલીસ-પ્રશાસને આ અંગે તપાસ કરવી જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં