Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારના મુઝફ્ફરપુરમાં રમઝાન દરમિયાન જુમ્માની નમાજ બાદ નમાજીઓના બે જૂથો વચ્ચે અથડામણ:...

    બિહારના મુઝફ્ફરપુરમાં રમઝાન દરમિયાન જુમ્માની નમાજ બાદ નમાજીઓના બે જૂથો વચ્ચે અથડામણ: 7 લોકો થયા ઘાયલ, RJD નેતા વસીમ અહેમદ પણ પીટાયો

    મુન્નાએ આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટને લઈને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરજેડી નેતાએ વધુમાં હુમલાખોરો પર એસિડ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં, ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુમ્મા (શુક્રવારની નમાજ) પર નમાજ અદા કર્યા પછી મુસ્લિમોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. અહેવાલ મુજબ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા વસીમ અહમદ મુન્ના ત્યાં જુમ્માની નમાજ બાદ તિલક મેદાન રોડ પાસે આવેલી મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે અથડામણ થઈ હતી. ત્યારબાદ લોકોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો.

    આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાય લોકો એકબીજા પર હાથ અને લાકડીઓ વડે હુમલો રહ્યા છે. આ દરમિયાન એક મહિલા પણ ત્યાં જોવા મળી રહી છે. હિંસક અથડામણમાં, એક મહિલા અને સાત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેને સદર હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આરજેડી નેતા વસીમ અહેમદ મુન્ના પણ ઘાયલ થયા છે.

    એવું જાણવા મળ્યું છે કે આરજેડી નેતાના ભાઈ નસીમ ગંભીર છે અને તેમને શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, આરજેડીના વસીમ અહમદ મુન્ના અને મસ્જિદ સેક્રેટરી વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે તેમના સમર્થકોએ એકબીજા પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    RJD નેતા પર હુમલો અને બાદમાં ફરિયાદ

    આ દરમિયાન આરજેડી નેતા વસીમ અહેમદ મુન્નાએ કહ્યું કે તે તિલક મેદાન રોડ મસ્જિદથી નમાઝ પઢવા આવ્યો હતો. તે જુમ્માની નમાજ બાદ મસ્જિદમાંથી બહાર નીકળ્યો કે તરત જ સશસ્ત્ર લોકોના ટોળાએ તેને ઘેરી લીધો. મુન્નાએ એકનું નામ પણ મોહમ્મદ તૈયબ આઝાદ આપ્યું હતું. મુન્નાએ આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટને લઈને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરજેડી નેતાએ વધુમાં હુમલાખોરો પર એસિડ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

    દરમિયાન, ટાઉન પોલીસ સ્ટેશનના પ્રભારી શ્રીરામ સિંહે જણાવ્યું હતું કે બંને પક્ષો દ્વારા FIR નોંધવા માટે ફરિયાદ કરવામાં આવી છે અને ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

    40-50 લોકો સામે પોલીસ અરજી

    જાગરણના અહેવાલ મુજબ ઇસ્લામપુર વોર્ડ-20ની અફસાના તરન્નુમે પોલીસને અરજી આપી અને તિલક મેદાન મસ્જિદના મુતવલ્લી, મુહમ્મદ તૈયબ આઝાદ અને મુહમ્મદ સરવર, મુહમ્મદ ગુલાબ રિકી, મુહમ્મદ લદ્દુ, મુહમ્મદ ફૂલ અને મુહમ્મદ મન્નુ તથા અન્ય 40-50 લોકોના નામ આરોપી તરીકે આપ્યા છે.

    અરજીમાં તરન્નુમનો દાવો છે કે શુક્રવારે બપોરે લગભગ 1:30 વાગ્યે જ્યારે તેનો પતિ મોહમ્મદ નસીમ નમાઝ અદા કરીને તિલક મેદાનની મસ્જિદમાં આવ્યો ત્યારે આરોપીઓએ તેને ઘેરી લીધો અને તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ કરાયેલો કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.

    જ્યારે તેના પતિએ ના પાડી, ત્યારે તમામ હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો, જેના કારણે તેના જડબા અને માથામાં ઇજાઓ થઈ. તેણીના સાળા, ભત્રીજા અને ભાભીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો.

    વધુમાં, તરન્નુમે દાવો કર્યો હતો કે આરોપીએ વસીમ અહમદ મુન્નાને – જે તેની મદદ માટે કૂદ્યો હતો – નીચે ધક્કો માર્યો હતો, તેની છાતી પર ચઢી ગયો હતો અને તેને લાકડીઓ વડે માર્યો હતો. ઉપરાંત, હુમલાખોરોએ કથિત રીતે તેની ભાભીની સોનાના ચેન બળપૂર્વક લઈ લીધી હતી.

    આ પછી તેઓએ તેના પતિ અને સાળા પર એસિડ ફેંકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસ સમયસર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં