Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારના બાહુબલી નેતા આનંદ મોહનની દીકરી સુરભીના લગ્ન: 50 ક્વિન્ટલ નોનવેજ, 100થી...

    બિહારના બાહુબલી નેતા આનંદ મોહનની દીકરી સુરભીના લગ્ન: 50 ક્વિન્ટલ નોનવેજ, 100થી વધુ પકવાન સાથે 3 લાખ રસગુલ્લા પીરસાશે

    લગ્નમાં એકઠા થયેલા મહેમાનોની ભીડ માટે પટના ખાતેના એક ફાર્મહાઉસને માઇલસ્ટોન, આઇલેન્ડ અને ગાર્ડન એરિયાના રૂપમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. લગ્નમાં આવતા વીવીઆઈપી મહેમાનો અને વીઆઈપી મહેમાનો માટે ટાપુ અને લોન વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.

    - Advertisement -

    આજે બિહારના બાહુબલી નેતા આનંદ મોહનની દીકરી સુરભીના લગ્ન યોજવાના છે, આ પહેલા સોશિયલ મીડિયા પર સુરભી આનંદના લગ્ન પહેલાની વિધિ, એટલે કે હલ્દી અને સંગીતની તસ્વીરો સામે આવી હતી, પૂર્વ સાંસદ અને વર્ચસ્વ ધરાવતા આ બિહારના બાહુબલીની દીકરી મુંગેરના રહેવાસી રાજહંસસિંહ સાથે પ્રભુતામાં પગલા પાડી રહી છે.

    અહેવાલો અનુસાર આનંદ મોહનની દીકરી સુરભીના લગ્ન ખુબ તામજામથી થવાના છે, જેના માટે તેના બાહુબલી પિતાએ ધોમ પૈસા વાપર્યા છે. અનેક રાજકીય અને અન્ય નામાંકિત હસ્તીઓ આ પ્રસંગમાં હાજરી આપવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન માટે 100 કરતા વધુ વાનગીઓ વાળો ભોજન સમારંભ યોજાશે, જેમાં 50 ક્વિન્ટલથી પણ વધુ નોનવેજ પીરસાશે, સાથે જ મોટા પ્રમાણમાં શાકાહારી ભોજનની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મહેમાનોને મો મીઠું કરાવવા 3 લાખ રસગુલ્લાઓ સહિતની મીઠાઈઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લગ્ન સમારંભમાં 15 હજારથી વધુ લોકોને આમંત્રિત કર્યા હોવાનું પણ મીડિયા અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે.

    લગ્નમાં એકઠા થયેલા મહેમાનોની ભીડ માટે પટના ખાતેના એક ફાર્મહાઉસને માઇલસ્ટોન, આઇલેન્ડ અને ગાર્ડન એરિયાના રૂપમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. લગ્નમાં આવતા વીવીઆઈપી મહેમાનો અને વીઆઈપી મહેમાનો માટે ટાપુ અને લોન વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ વીવીઆઇપી અને વીઆઇપી મહેમાનોને આઇલેન્ડ પર રાખવામાં આવશે. અહીં જવા માટે માત્ર બે પુલ છે. તો બીજી તરફ આનંદ મોહનસિંહની દીકરીના લગ્ન માઈલસ્ટોનમાં થશે, જે સામાન્ય લોકોનો વિસ્તાર છે. આ પછી લગ્નની તમામ વિધિઓ ટાપુ વિસ્તારમાં કરવામાં આવશે. તેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજર રહેશે.

    - Advertisement -

    કોણ છે આનંદ મોહન

    બિહારમાં જ્યારે પણ બાહુબલી નેતાઓની વાત આવે છે ત્યારે આનંદ મોહનનું નામ ભૂલાયા વગર લેવામાં આવે છે. 1994માં ગોપાલગંજના તત્કાલિન ડીએમ જી કૃષ્ણૈયાની હત્યાના કેસમાં તેમને જેલની સજા સંભળાવવામાં આવી હતી. આજે આનંદ મોહન લગભગ 17 વર્ષથી જેલમાં છે. ડીએમ મર્ડર કેસ માટે કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી હતી. 2008માં હાઈકોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી દીધો હતો. જુલાઈ 2012માં બિહારની પટના હાઈકોર્ટના નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. આનંદ મોહન સામે હત્યા, લૂંટ, અપહરણ, ખંડણી, ખંડણી સહિતના ડઝનેક કેસ નોંધાયેલા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં