Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મફતમાં જાંબુ ન આપ્યા, તો આદિવાસી મહિલાની આખી ટોપલી ફેંકી દીધી': બિહારના...

    ‘મફતમાં જાંબુ ન આપ્યા, તો આદિવાસી મહિલાની આખી ટોપલી ફેંકી દીધી’: બિહારના પોલીસ જવાન પર લાગ્યો આરોપ, જમુઈ પોલીસે કંઈક અલગ જ ‘વાસ્તવિકતા’ જણાવી

    આ સમગ્ર ઘટનામાં જમુઈ પોલીસે આરોપી મહેશ સિંહને સંપૂર્ણ રીતે નિર્દોષ ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે બિહારમાં આરોપી મહેશ સિંહ કેદીના વાહનમાંથી નીચે ઉતર્યા બાદ જાંબુની ટોપલી હટાવી રહ્યો હતો. પરંતુ ઉતાવળમાં, તેના હાથમાંથી આદિવાસી મહિલાના જાંબુ ભરેલી ટોપલી પડી ગઈ અને જાંબુ પણ વેરવિખેર થઈ ગયા હતાં.

    - Advertisement -

    બિહારમાં જમુઈ ખાતે એક પોલીસકર્મી પર જાંબુ વેચતી આદિવાસી મહિલાના જાંબુની ટોપલી ફેંકવાનો આરોપ લાગ્યો છે. આરોપીની ઓળખ કેદી ડ્રાઈવર મહેશ સિંહ તરીકે થઈ હતી. પીડિત મહિલાનો આરોપ છે કે મહેશ તેની પાસે કમિશન તરીકે ફ્રીમાં જાંબુ માંગી રહ્યો હતો. પરંતુ તેણે જાંબુ આપવાની ના પાડી. એવામાં મહેશે તેની ટોપલી ઉપાડીને ફેંકી દીધી. જોકે, આરોપી પોલીસ કર્મચારી અને જમુઈ પોલીસે આરોપોને નકારી કાઢ્યા છે.

    આ મામલો જમુઈના કચહરી ચોકનો છે. આ વિસ્તારમાં જાંબુ સહિત અનેક પ્રકારના ફળોની દુકાનો આવેલી છે. આદિવાસી મહિલાઓ રાબેતા મુજબ રસ્તાના કિનારે જાંબુ વેચી રહી હતી. આરોપ છે કે પોલીસ કોન્સ્ટેબલ મહેશ સિંહ મહિલાઓ પાસે આવ્યો અને કમિશન તરીકે જાંબુ માંગવા લાગ્યો. મહિલાઓ જાંબુ જંગલમાંથી ઉપાડીને જમુઈ લાવે છે અને વેચે છે અને આ મહિલાઓ માટે આજીવિકાનું સાધન છે, તેથી તેઓએ મહેશ સિંહને જાંબુ આપવાની ના પડી હતી.

    મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ મહેશ સિંહે તેની જાંબુની ટોપલી ઉપાડી અને રસ્તા પર ફેંકી દીધી. જેના કારણે બધા જાંબુ રોડ પર જ વેર-વિખેર થઈ ગયા હતા. ભાસ્કરના અહેવાલ મુજબ પીડિત મહિલાનું કહેવું છે કે, મહેશ સિંહ દરરોજ એક કે બે કિલો જાંબુ મફતમાં લેતો હતો. ઘટનાના દિવસે પણ તે આવું જ કરવા માંગતો હતો. તેણે બળજબરીથી જાંબુ લેવાનો પ્રયાસ પણ કર્યો. તેને ના પાડવામાં આવતા દરેક જાંબુ રસ્તા પર જ ફેંકી દીધા.

    - Advertisement -

    બીજી તરફ અન્ય એક મહિલાનું કહેવું છે કે મહેશ સિંહ પહેલા ઉભો ઉભો જાંબુ ખાતો અને બાદમાં સાથે પણ ઘણાં જાંબુ લઈ જતો હતો. ઘટનાના દિવસે જ્યારે આવું થયું ત્યારે મહિલાએ વિરોધ કર્યો હતો. આના પર મહેશે કહ્યું કે તે તેમને જાંબુ વેચવા નહીં દે. તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને માર માર્યો અને પછી તેના રસ ઝરતાં જાંબુ ફેંકી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીઓની આવી કાર્યવાહી જોઈને સ્થળ પર ભીડ એકત્ર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મામલો થાળે પાડવા માટે પોલીસ કર્મચારીઓએ પીડિત મહિલાને 400 રૂપિયા આપીને મામલો શાંત પાડ્યો હતો.

    બીજી બાજુ, બિહારમાં પોલીસ કોન્સ્ટેબલ મહેશ સિંહે પોતે સ્પષ્ટતા કરી કે તેણે ક્યારેય કોઈનું એક પણ જાંબુ ખાધું નથી. તેણે મહિલાને એટલું જ કહ્યું કે “આ માર્ગ પરથી આરોપીઓને લઈ જતું વાહન પસાર થાય છે. તેથી તમારા જાંબુ અહીંથી ખસેડી લ્યો.” પરંતુ મહિલાએ તેને હટાવ્યું નહીં. તેથી મહેશે જાતે જ ટોપલી ખસેડી હતી. આ સમગ્ર મામલે DSP અભિષેક સિંહે કહ્યું કે જો આરોપી પોલીસકર્મીએ આવું કૃત્ય કર્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    આ સમગ્ર ઘટનામાં જમુઈ પોલીસે આરોપી મહેશ સિંહને સંપૂર્ણ રીતે નિર્દોષ ગણાવ્યો છે. પોલીસનું કહેવું છે કે બિહારમાં આરોપી મહેશ સિંહ કેદીના વાહનમાંથી નીચે ઉતર્યા બાદ જાંબુની ટોપલી હટાવી રહ્યો હતો. પરંતુ ઉતાવળમાં, તેના હાથમાંથી આદિવાસી મહિલાના જાંબુ ભરેલી ટોપલી પડી ગઈ અને જાંબુ પણ વેરવિખેર થઈ ગયા હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં