Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગલવાનમાં વીરગતિ પામેલા જવાનના પરિવાર સાથે બિહાર પોલીસનું ગેરવર્તન, તેજસ્વી યાદવે પણ...

    ગલવાનમાં વીરગતિ પામેલા જવાનના પરિવાર સાથે બિહાર પોલીસનું ગેરવર્તન, તેજસ્વી યાદવે પણ આપ્યો સાથ: ભાજપે વિધાનસભા ગજવી

    બિહાર વિધાનસભામાં  વૈશાલીમાં શહીદ સૈનિક જયકિશોર સિંહના પિતા રાજ કપૂર સિંહ સાથે પોલીસની દુર્વ્યવહારનો મામલો ગુંજ્યો હતો.

    - Advertisement -

    ચીન સામે ગાલવાનમાં થયેલા ભીષણ સંઘર્ષમાં આપણા જવાનો શહીદ થયા હતા. તેમનું ઋણ દેશ પર હંમેશા રહેશે. આ જવાનોના પરિવારનું બલિદાન પર હમેશા યાદ રહેશે, પરંતુ બિહારમાં ગલવાન શહીદના પિતા સાથે ગેરવર્તન કરવામાં આવી. લાગ્યા પર ડામની વાત એ છે કે આજે આ વાત જયારે વિધાનસભામાં ઉઠી, તો ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ વાતનો વિરોધ કરવાના બદલે પોલીસનું સમર્થન કર્યું હતું. 

    મળતી માહિત મુજબ આજે બિહાર વિધાનસભામાં  વૈશાલીમાં શહીદ સૈનિક જયકિશોર સિંહના પિતા રાજ કપૂર સિંહ સાથે પોલીસની દુર્વ્યવહારનો મામલો ગુંજ્યો હતો. આ મુદ્દે ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં પ્રદર્શન કર્યું, જેમાં તેઓએ શહીદના પિતા સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિરોધ નોધાવીને હંગામો કર્યો હતો.  યોગ્ય જવાબ ન મળતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. દુખની વાત એ હતી કે તેજસ્વી યાદવે શહીદના પરિવારને દોષી ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું છે કે પરિવારના સભ્યો દલિતોની જમીન પર શહીદની મૂર્તિ સ્થાપિત કરવા માંગતા હતા. શહીદના પિતા રાજ કપૂર સિંહની ધરપકડ પર તેજસ્વી યાદવે કહ્યું કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. બીજી તરફ બિહારના ડીજીપીએ પીડિતાના પિતા સાથે થયેલા દુર્વ્યવહારની  તપાસની જવાબદારી સીઆઈડીને સોંપી છે.

    સદનમાં ભાજપા દ્વારા થયલા વિરોધના જવાબમાં તેજસ્વી યાદવે જવાબ આપ્યો હતો કે શહીદના પિતા સ્મારક બનાવવા માંગે છે પરંતુ જમીન આપવા તૈયાર નથી. તેમણે સ્મારક બાજુની જમીનના બનાવવું છે જે દલિતોની છે. તેમણે સમો સવાલ કર્યો હતો કે બીજાની જમીન પર આવી રીતે સ્મારક બનાવવું કેટલું યોગ્ય છે? 

    - Advertisement -

    બિહાર સત્તા પક્ષના કોઈ પણ નેતા શહીદ જવાનના પિતા સાથે થયેલા દુર્વ્યવહાર પર ટીપ્પણી કરી નહોતી. જદયુ નેતા અને સરકારમાં મંત્રી અશોક ચૌધરીએ આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે રાજકુમારજી સાથે જે પણ થયું તે યોગ્ય છે. પરંતુ અશોક ચૌધરી પણ પોલીસના વર્તન બાબતે એક પણ શબ્દ બોલ્યા ન હતા. 

    આખો મામલો આ રીતે છે કે, ગલવાન શહીદના પિતા રાજકુમાર પોતાના દીકરાનું એક સ્મારક બનાવવા માંગતા હતા. તેમણે એક જમીન પસંદ કરી ફરતે દીવાલ બનાવવા પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન તેમના પર આરોપ લાગ્યો હતો કે આ જમીન દલિત સમુદાયના લોકોની છે. માટે તેમના પર એટ્રોસીટી કાયદા હેઠળ કેસ નોધવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ જયારે તેમને પોલીસ ધરપકડ કરવા આવી ત્યારે તેમને મારતા મારતા લઇ ગઈ હતી. આ બાબતની ખબર જયારે વિસ્તારમાં પડી ત્યારે સ્થાનિક સંગઠનોએ વિરોધ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં