Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘એ મોદી જી… ગલી-ગલી મેં શોર..’: બિહાર પોલીસે શૅર કર્યું પીએમ મોદી...

    ‘એ મોદી જી… ગલી-ગલી મેં શોર..’: બિહાર પોલીસે શૅર કર્યું પીએમ મોદી પર બનેલું ગીત, ભાજપે કહ્યું- આ તો જબરા ફેન નીકળ્યા

    શેર કરવામાં આવેલા ગીતની લીંક સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું, 'મારા અનુજ (નાના ભાઈ) મદનના લાજવાબ સ્વરમાં.

    - Advertisement -

    સોશિયલ મીડિયાના આ યુગમાં ક્યારે કઈ ચીજ વાયરલ થઇ જાય તે નક્કી નથી હોતું અને તેનાં પરિણામો પણ ગજબનાં હોય છે. આવું જ કશું થયું છે બિહારમાં. બિહાર પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી PMનાં વખાણ કરતું ગીત શૅર કરવામાં આવતા લોકો ચોંકી ઉઠયા હતા. આ ગીતનું શીર્ષક હતું ‘એ મોદીજી ગલી-ગલી મેં શોર’. શેર કરવામાં આવેલા ગીતની લીંક સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું, ‘મારા અનુજ (નાના ભાઈ) મદનના લાજવાબ સ્વરમાં.

    બિહાર પોલીસના એકાઉન્ટમાંથી PMનાં વખાણ કરતું ગીત શેર થતાંની સાથે જ બિહાર ભાજપે તેના સ્ક્રીનશોટ લઈ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે RJD નેતાઓને આ પસંદ આવ્યું ન હતું અને વિરોધ કરવા લાગ્યા હતા. જોકે, પછીથી ગીતની લીંક શેર કરનાર કર્મચારીને બિહાર પોલીસે સસ્પેન્ડ કરી દીધા હતા.

    બિહાર ભાજપ દ્વારા બિહાર પોલીસના ટ્વિટના સ્ક્રીન શોટને શેર કરતા લખવામાં આવ્યું હતું કે, ‘બિહાર પોલીસ નીકળી મોદીજીની જબરી ફેન, બિહાર પોલીસને પણ રાજ્યમાં ભાજપની સરકાર બને તેની રાહ છે.’

    - Advertisement -

    તો બીજી તરફ RJDના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ આલોક ચીકુએ બિહાર પોલીસ, તેજસ્વી યાદવ, નીતીશ કુમાર અને પટનાના DMને ટેગ કરીને લખ્યું, ‘બિહાર પોલીસના અધિકારીક ફેસબુક હેન્ડલ પરથી એક પાર્ટીના નેતાના ગુણગાન કરતું ગીત શૅર કરવામાં આવી રહ્યું છે. બિહાર સરકાર આ વિશે ઘન તપાસ કરાવે, આ સંઘી વ્યક્તિ આગળ જતાં ખૂબ નુકસાન કરશે. બિહાર પોલીસને સંઘ પોલીસ બનતી રોકી લો.”

    આ રીતે જ અન્ય સમર્થકોએ પણ બિહાર પોલીસ પર અનેક સવાલો ઉભા કર્યા. યુટ્યુબર વેદ પ્રકાશે લખ્યું, ‘મોદીના પ્રચારમાં, બિહાર પોલીસ મેદાનમાં…FB પરથી આ પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે.’

    આ આખી ઘટના વાયરલ થયા બાદ બિહાર પોલીસના આધિકારિક એકાઉન્ટ પરથી તે પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને સ્પષ્ટતા કરવામાં આવી કે, 23 એપ્રિલે સોશિયલ મીડિયા સેન્ટરમાં કાર્યરત એક કર્મચારી દ્વારા ફેસબુક પેજ પર અનાધિકૃત રૂપે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેને ધ્યાન પર લઈને પોસ્ટને ડીલીટ કરવામાં આવી છે. કર્મચારીને સોશિયલ મીડિયા સેન્ટરના તમામ કર્યો પરથી હટાવી લેવામાં આવ્યા છે. આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે બિહાર પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી PMના વખાણ કરતું જે ગીત શેર કરવામાં આવ્યું હતું, તેને મદન મોહન પ્રિયેએ સ્વર આપ્યો છે. આ ગીતમાં તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે કેવી રીતે ગલી-ગલીમાં આજે વડાપ્રધાન મોદીનું નામ લેવામાં આવી રહ્યું છે, કારણકે જે કામ અસંભવ લાગી રહ્યાં હતાં તે મોદી સરકારમાં પૂર્ણ થયાં છે, પછી તે અયોધ્યાનું રામમંદિર હોય કે કલમ 370 હટાવવાની વાત હોય. મોદી સરકાર દ્વારા આ કર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આખું ગીત આ લિંક પર ક્લિક કરીને સાંભળી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં