Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનોકરી માંગવા આવ્યા હતા ઉમેરવારો, મળી બિહાર પોલીસની લાઠીઓ: રડતાં-રડતાં વિદ્યાર્થીઓએ કહ્યું-...

    નોકરી માંગવા આવ્યા હતા ઉમેરવારો, મળી બિહાર પોલીસની લાઠીઓ: રડતાં-રડતાં વિદ્યાર્થીઓએ કહ્યું- કાં તો નોકરી આપો, કાં મારી નાંખો

    જુનિયર એન્જિનિયરોએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી તેમનું પરિણામ આવ્યું નથી. જેના કારણે આજે તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. અનેક ઉમેદવારોની રડી રડીને પોતાનો હક માંગી રહ્યા છે.

    - Advertisement -

    બિહારની રાજધાની પટનામાં સોમવારે બિહાર ટેકનિકલ સર્વિસ કમિશન એટલે કે BTSCના હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ તમામ BTSC જુનિયર ઈજનેર (સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ)ના ઉમેદવારો હતા જેમની માંગણી હતી કે પરિણામ આપો અથવા ઈચ્છામૃત્યુ આપો. આ ઉમેદવારોને નોકરીતો ન મળી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ દરમિયાન ઘણા ઉમેદવારોને લાઠીઓ મળી હતી. પટનામાં જે વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેઓ આપેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યાં હતા.

    અહેવાલો અનુસાર પટનામાં જે વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો તે ઉમેદવારોનું કહેવું છે કે BTSC દ્વારા વર્ષ 2019માં ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. તેમના મતે પરિણામ વર્ષ 2022 માં આવ્યું હતું, પરંતુ તેમાં ભારે છેડછાડ કરવામાં આવી હતી. આ પછી, કમિશને પરિણામ રદ કર્યું હતું અને સુધારેલું પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું, જે હજુ સુધી જાહેર થયું નથી. જેના કારણે તેઓ પોતાના પરિણામોની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે.

    BTSC કરી રહ્યું છે હાઈકોર્ટના આદેશોની અવગણના?

    વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે વર્ષ 2019માં BTSC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે આ પોસ્ટ માટે બિહારની સરકારી પોલિટેકનિક કોલેજમાંથી ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓને 40 ટકા પોસ્ટ પર પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે ખાનગી કોલેજોમાંથી ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓને બાકીની 60 ટકા પોસ્ટ પર પુનઃસ્થાપિત કરવામાં આવશે. પરંતુ હાઈકોર્ટના આદેશ મુજબ તમામ વિદ્યાર્થીઓને આ જ નિયમ લાગુ પડશે. હાઇકોર્ટ દ્વારા 40-60ના રેશિયોને નાબૂદ કરવાની વાત કરવામાં આવી હતી. આ પછી આયોગને સંશોધિત પરિણામ જાહેર કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ હજુ સુધી સુધારેલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે ઉમેદવારો સતત પ્રદર્શન કરી રહ્યા છે.

    - Advertisement -

    લાચાર ઉમેદવારો રડીને ઈચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર જુનિયર એન્જિનિયરોએ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી તેમનું પરિણામ આવ્યું નથી. જેના કારણે આજે તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. અનેક ઉમેદવારોની રડી રડીને પોતાનો હક માંગી રહ્યા છે. પરિણામ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ વિશાળ ધરણા યોજ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે કાં તો અમારું પરિણામ જાહેર કરો નહીંતર અમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે.

    ઉલ્લેખનીય છે કે બિહાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એસ કુમારની ડિવિઝન બેન્ચે વિનીત કુમાર અને અન્યો દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીઓને મંજૂરી આપતાં આ ચુકાદો આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિપ્લોમા પાસ કરનારા ઉમેદવારોને 40% અનામતનો લાભ આપવો યોગ્ય નથી તે અંગે સંમતિ આપી હતી. કોર્ટે અગાઉ 3 માર્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારપછી સરકારે હજુ સુધી પરિણામ જાહેર કર્યું નથી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ આ લોકોએ પટનાના ગર્દનીબાગમાં લગભગ એક મહિના સુધી ધરણા કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં