Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાળાએ નોઈડામાં ભિખારી સમજીને જેને મોમોઝ ખવડાવ્યા એ નીકળ્યા ‘મૃત’ બનેવી!: મહિનાઓ...

    સાળાએ નોઈડામાં ભિખારી સમજીને જેને મોમોઝ ખવડાવ્યા એ નીકળ્યા ‘મૃત’ બનેવી!: મહિનાઓ પહેલાં ગાયબ થઈ ગયો હતો બિહારનો માણસ, સાસરિયા પક્ષ પર હતો હત્યાનો આરોપ

    રવિ શંકર સિંહ એક વખત નોઈડાના સેક્ટર 50માં મોમોઝની એક દુકાનમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે લાંબી દાઢી અને મૂંછવાળો એક માણસ, જેણે મેલાં કપડાં પહેર્યા હતા તેને દુકાનદાર હડધૂત કરીને ભગાડી રહ્યો હતો. આ જોઈને રવિ શંકર સિંહને દયા આવી ગઈ અને તેણે દુકાનદારને કહ્યું કે, ‘ગરીબ છે, તેને મોમોઝ ખવડાવી દો, પૈસા હું આપી દઈશ.’

    - Advertisement -

    નોઇડામાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના બની છે. બિહારના ભાગલપુરનો એક કથિત મૃત માણસ નોઇડામાં મોમોઝ ખાતો જોવા મળ્યો હતો. ભાગલપુરના પરિવારે તો દીકરાના મૃત્યુનો શોક પણ મનાવી નાખ્યો હતો. એટલું જ નહીં, એ માણસ છેલ્લે તેના સાસરેથી ગાયબ થયો હતો એટલે પરિવારે સાસરિયા પક્ષ પર દીકરાનું અપહરણ કરીને તેની હત્યાનો આરોપ પણ લગાવ્યો હતો. આ આખી ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે એ કથિત મૃત માણસને તેના સાળાએ જ મોમોઝ ખાતા પકડી લીધો હતો!

    સાસરે લગ્ન પ્રસંગે આવેલ માણસ એકાએક ગાયબ થઈ ગયો

    આ કિસ્સો ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજના ગનગનિયાનો છે જ્યાં લગ્ન પ્રસંગે પોતાના સાસરે આવેલા નિશાંત કુમાર 31 જાન્યુઆરી  2023ના રોજ એકાએક ગાયબ થઈ ગયા હતા. નિશાંતના સાળા રવિ શંકરે આ મામલે સુલ્તાનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, નિશાંતના પિતા સચ્ચિદાનંદ સિંહે પોતાના વેવાઈ નવીન સિંહ અને તેમના દીકરા રવિ શંકર સિંહ સામે જ દીકરાના અપહરણ અને હત્યાનો ગંભીર આરોપ મૂક્યો હતો.

    સાસરિયા પક્ષવાળા થઈ ગયા હેરાન, વડીલનું થઈ ગયું મોત

    ગાયબ થઈ ગયેલા નિશાંત કુમારના સાળા રવિ શંકરે કહ્યું કે, મારા બનેવી ગાયબ થઈ ગયા બાદ અમારા પરિવાર પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા અને અમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઘરનું વાતાવરણ એટલું ડહોળાઈ ગયું કે મારા મોટા પિતાજીનું આઘાતને કારણે મૃત્યુ થઈ ગયું. બનેવી ગાયબ થયા એમાં અમારા ઘરમાં માતમ છવાઈ ગયું હતું. હવે બનેવી મળી ગયા છે તો એક આશા જાગી છે કે અમને ન્યાય મળશે અને આ મામલે જે પણ દોષિતો છે તેમની સામે કાર્યવાહી થશે.

    - Advertisement -

    જે માણસને ભિખારી સમજીને મોમોઝ ખવડાવ્યા એ બનેવી નીકળ્યા!

    રવિ શંકર સિંહ એક વખત નોઈડાના સેક્ટર 50માં મોમોઝની એક દુકાનમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે લાંબી દાઢી અને મૂંછવાળો એક માણસ, જેણે મેલાં કપડાં પહેર્યા હતા તેને દુકાનદાર હડધૂત કરીને ભગાડી રહ્યો હતો. આ જોઈને રવિ શંકર સિંહને દયા આવી ગઈ અને તેણે દુકાનદારને કહ્યું કે, ‘ગરીબ છે, તેને મોમોઝ ખવડાવી દો, પૈસા હું આપી દઈશ.’

    ત્યારબાદ રવિ શંકરે એ વ્યક્તિને તેનું નામ અને એડ્રેસ પૂછ્યું તો તેની આંખો ફાટી ગઈ. રવિ શંકરે જેને ભિખારી સમજ્યો હતો એ વાસ્તવમાં તેમના બનેવી નિશાંત કુમાર હતા જે છેલ્લા પાંચ મહિનાથી ગાયબ હતા.

    રવિ શંકર સિંહે 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી હતી અને નિશાંત કુમારને બાદમાં બિહાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ હવે નિશાંત કુમારની પૂછપરછ કરશે ત્યારે જાણવા મળશે કે તે ગાયબ કેવી રીતે થયો અને દિલ્હી કઈ રીતે પહોંચ્યો. કથિત મૃત માણસ નોઇડામાં મોમોઝ ખાતા પકડાયો એ ઘટના સામે આવ્યા બાદ નેટિઝન્સ સોશિયલ મીડિયા પર રમૂજ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં