Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહાર વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય અબિદુર રહેમાને કર્યો રાષ્ટ્રગાનનો અનાદર; ભાજપે અધ્યક્ષ પાસે...

    બિહાર વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય અબિદુર રહેમાને કર્યો રાષ્ટ્રગાનનો અનાદર; ભાજપે અધ્યક્ષ પાસે કાર્યવાહીની માંગ કરી

    કોંગ્રેસી ધારાસભ્ય અબિદુર રહેમાને રાષ્ટ્રગાનનો અનાદર કરીને ગૃહમાં ઉભા થયા ન હતા. આ બાબતે પૂછવા પર તેમણે કહ્યું હતું કે તેમના પગમાં દુખાવો છે.

    - Advertisement -

    બિહાર વિધાનસભામાં રાષ્ટ્રગાનના અપમાનનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અબિદુર રહેમાને રાષ્ટ્રગાનનો અનાદર કરીને પોતાની સીટ પરથી ઉભા ન થયા. જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ સખત વિરોધ કર્યો હતો અને ધારાસભ્ય સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગ કરી હતી.

    અહેવાલો અનુસાર બિહાર વિધાનસભાનું શિયાળુ સત્ર મંગળવાર (13 નવેમ્બર, 2022) ના રોજ શરૂ થયું હતું. સામાન્ય રીતે સત્ર શરૂ થયા પહેલા રાષ્ટ્રગાન કરવામાં આવે છે, જે સમયે દરેક વ્યક્તિ રાષ્ટ્રગાન માટે પોતાના સ્થાન પર ઉભા થાય છે. આ દરમિયાન અરરિયાના કોંગ્રેસી ધારાસભ્ય અબિદુર રહેમાને રાષ્ટ્રગાનનો અનાદર કરીને ગૃહમાં ઉભા થયા ન હતા. આ બાબતે પૂછવા પર તેમણે કહ્યું હતું કે તેમના પગમાં દુખાવો છે. જો કે થોડા સમય બાદ જ તેઓ શોક પ્રસ્તાવ દરમિયાન ઉભા થઈ ગયા હતા, જેના પર હવે ભાજપ સવાલો ઉઠાવી રહ્યું છે.

    રાષ્ટ્રગાન સમાપ્ત થયા બાદ ભાજપના ધારાસભ્યોએ “ભારત માતા કી જય” અને “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. ભગવા ગમછા પહેરીને આવેલા ભાજપના ધારાસભ્યોએ “હર હર મહાદેવ”ના નારા પણ લગાવ્યા હતા. આ પછી સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ તેમની સામે જય ભીમના નારા લગાવ્યા હતા. જો કે વધતા જતા હોબાળા વચ્ચે ગૃહને બુધવારે (14 ડિસેમ્બર, 2022) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    બીજેપી ધારાસભ્ય નીરજ સિંહ બબલુએ બાદમાં પત્રકારોને કહ્યું હતું કે જો રહેમાન પગના દુખાવાના કારણે રાષ્ટ્રગાનના સન્માન માટે ઉભા ન થઇ શક્ય, તો પછીથી તેમનો દુખાવો ક્યાં ગાયબ થઇ ગયો? તેમણે કહ્યું કે દિવંગત સભ્યના સન્માનમાં રાખવામાં આવેલા મૌન દરમિયાન રહેમાન એકદમ સ્વસ્થ ઉભા હતા, જેમાં રાષ્ટ્રગાન કરતાં પણ વધુ સમય લાગ્યો હતો, આ પરથી લાગી રહ્યું છે કે તેમણે જાણીજોઈને રાષ્ટ્રગાનનો અનાદર કર્યો.

    ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદે રહેમાનની નિંદા કરી અને વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીને ‘રાષ્ટ્રગાનના અનાદર‘ની નોંધ લેવા અને યોગ્ય પગલાં લેવાની માંગ કરીહતી. બીજી તરફ બીજેપીના અન્ય એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પ્રમોદ કુમારે કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવાની પણ માંગ કરી છે.

    બિહાર વિધાનસભાનું શિયાળુ સત્ર 19 ડિસેમ્બર 2022 સુધી ચાલશે. આ શિયાળુ સત્ર સરકાર સામે અનેક પડકારો લઈને આવ્યું છે. વિપક્ષ સાથે-સાથે સહયોગીઓ પણ આ વખતે સરકારને ઘેરવાના મિજાજમાં જોવા મળી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં