Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં ભાજપે ભાથામાંથી કાઢ્યાં બે તીર: લાલુ-નીતીશ સામે ઉતાર્યા તેજતરાર્ર નેતાઓ, બંને...

    બિહારમાં ભાજપે ભાથામાંથી કાઢ્યાં બે તીર: લાલુ-નીતીશ સામે ઉતાર્યા તેજતરાર્ર નેતાઓ, બંને ગૃહોમાં નેતાઓ નિયુક્ત કર્યા

    ભાજપે વિધાનસભામાં વિજય કુમાર સિન્હા અને વિધાનપરિષદમાં સમ્રાટ ચૌધરીને વિપક્ષના નેતા ચૂંટ્યા છે.

    - Advertisement -

    બિહારમાં ભાજપે ફરી પોતાના ભાથામાંથી બે તીર કાઢ્યાં છે. એ યાદ જ હશે કે આ પહેલાં અણધાર્યો નિર્ણય લઈને ભાજપે પૂર્ણિયાના તારકિશોર પ્રસાદ અને બેતિયાના રેણુ દેવીને ઉપમુખ્યમંત્રી બનાવ્યાં હતાં, પરંતુ હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, જેમાં તેજસ્વી યાદવ ઉપમુખ્યમંત્રી બન્યા છે. બીજી તરફ, ભાજપે વિધાનસભામાં વિજય કુમાર સિન્હા અને વિધાનપરિષદમાં સમ્રાટ ચૌધરીને વિપક્ષના નેતા ચૂંટ્યા છે.

    ભૂમિહાર સમુદાયમાંથી આવતા વિજય કુમાર સિન્હાને ભાજપ દ્વારા પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે પણ ચૂંટવામાં આવ્યા છે. બંને નેતાઓ તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે અને તમામ મોરચે સરકારને ઘેરવામાં સક્ષમ છે. બંને કુશળ નેતાઓની છબી ધરાવે છે અને બંને મજબૂત વક્તા પણ છે. એ યાદ જ હશે કે વિધાનસભામાં કઈ રીતે તત્કાલીન સ્પીકર વિજય કુમાર સિન્હા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે ચર્ચા થઇ હતી. ભાજપને એવો જ નેતા જોઈતો હતો જે સામેથી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતા હોય. 

    આ જ કારણ છે કે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી કરતાં વિજય કુમાર સિન્હાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ રીતે ભાજપે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સુશીલકુમાર મોદીના સમયમાંથી બહાર નીકળી આવ્યા છે. ગત વખતે સુશીલ મોદી પ્રત્યે જનતા અને કાર્યકરોના અસંતોષને કારણે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા ન હતા. બિહારમાં ભાજપે આ બંને નેતાઓને હોદ્દા આપીને જ્ઞાતિના સમીકરણો પણ સાંભળી લીધાં છે. સમ્રાટ ચૌધરી ઓબીસી સમાજમાંથી આવે છે. બોચહાં પેટચૂંટણીમાં આરજેડીએ સવર્ણોને લાલચો આપી હતી અને ભાજપ હારી ગયું હતું, આવામાં સિન્હા સમીકરણમાં ફિટ બેસે છે.

    - Advertisement -

    નીતીશ કુમારને ઘણીવાર ‘લવ-કુશ’ સમીકરણ સાધનારા ગણાવવામાં આવતા રહ્યા છે, જેઓ કુર્મી-કુશવાહા સમાજને પોતાની વોટબેન્ક માને છે. આવામાં સમ્રાટ ચૌધરીના સહારે ભાજપે આ સમીકરણ પણ કાપવાની યોજના બનાવી લીધી છે. લખીસરાયથી ધારાસભ્ય પદની ચૂંટણીમાં હેટ્રિક લગાવી ચૂકેલા વિજય કુમાર સિન્હા વિધાનસભા અધ્યક્ષ બનવા પહેલાં શ્રમ સંસાધન મંત્રી હતા. 15 વર્ષની ઉંમરથી જ RSS સાથે જોડાયેલા સિન્હા વિદ્યાર્થી સંઘથી જ વિવિધ પદો પર રહી ચૂક્યા છે. વિધાનસભામાં તેમની સાથેની ચર્ચા દરમિયાન નીતીશ કુમારે ભાજપ હાઈકમાન્ડ સમક્ષ તેમની ફરિયાદ પણ કરી નાંખી હતી. 

    હવે આ જ વિજય કુમાર સિન્હાને ભાજપે નીતીશ કુમાર સામે ઉતારી દીધા છે. બીજી તરફ બિહારની 7 કુશ્વાહા વસ્તી ઓબીસી સમાજમાં યાદવ સમુદાય અને કોઇરી સમુદાય પછી સૌથી મોટી ભાગીદારીવાળો સમાજ છે. 3 વખત મંત્રી રહેલા સમ્રાટ ચૌધરીના પિતા 7 વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂકેલા શકુનિ ચૌધરી પણ બિહારના રાજકારણમાં મોટું નામ છે. સમ્રાટ ચૌધરી બિહાર ભાજપના ઉપાધ્યક્ષ હતા. 1999માં જ તેઓ મંત્રી બની ગયા હતા. તેમના માતા પાર્વતી દેવી પણ ધારાસભ્ય રહ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં