Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારના બેગુસરાયમાં ધર્માંતરણ માટે દબાણ, ઝાહિદ-અરમાને પૌત્રી-વહુનું અપહરણ કર્યું, લાચાર વૃદ્ધની મદદ...

    બિહારના બેગુસરાયમાં ધર્માંતરણ માટે દબાણ, ઝાહિદ-અરમાને પૌત્રી-વહુનું અપહરણ કર્યું, લાચાર વૃદ્ધની મદદ માટે આજીજી

    બિહારના બેગુસરાયમાં એક હિંદુ પરિવારને જબરદસ્તીથી ઇસ્લામ સ્વીકારવાની ફરજ પડાઈ રહી છે અને તેમને કોઈજ પ્રકારની મદદ નથી મળી રહી.

    - Advertisement -

    બિહારના બેગુસરાયમાં ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવતા એક લાચાર હિન્દુ વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે વિસ્તારની બહુમતી વસ્તી તેના પર અને તેના પરિવાર પર લાંબા સમયથી ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરી રહી હતી અને હવે તેઓએ તેની પૌત્રી અને તેની વહુનું અપહરણ કર્યું છે. બિહારના બેગુસરાયમાં ધર્માંતરણ માટે દબાણ કરાતા વ્યક્તિના પરિવારજનોનું અપહરણ કરવામાં આવ્યું છે.

    વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રાંતના સહ-સંયોજક શુભમ ભારદ્વાજે 25 જુલાઈના રોજ આ વીડિયો રેકોર્ડ કરીને ટ્વિટર પર અપલોડ કર્યો હતો. જેમાં પીડિતા જણાવે છે કે, “અમે ડુમરીના રહેવાસી છીએ. મારી પૌત્રી રજની અને પુત્રવધૂ પાર્વતીને કેટલાક છોકરાઓએ રાતથી ગાયબ કરી દીધી છે. આ છોકરાઓના નામ જાહિદ અને અરમાન છે. આ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે અને અમને કહે છે કે ઇસ્લામ કબૂલ કરો નહીં તો કશુંક (ખરાબ) કરી નાખીશું.”

    બિંદેશ્વરી સાહુ નામના આ વૃદ્ધને જ્યારે વીડિયોમાં ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમના વિસ્તારના મુસ્લિમો દ્વારા તેમને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પૂર્વક કહેવામાં આવી રહ્યું છે. તેમના મતે આ સમસ્યા અત્યારની નથી. લાંબા સમયથી તેમની સાથે આવું થઈ રહ્યું છે. તેમને અને તેમના પરિવારને આ ધમકીઓ મળતી રહે છે. તે કહે છે કે તેને માત્ર મદદની જરૂર છે અને બીજું કંઈ નથી જોઈતું.”

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાએ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, “બિહાર જેહાદીઓનું જન્નત અને હિંદુ સમાજ માટે નર્ક બની રહ્યું છે. શું ખરેખર લાચાર છે સુશાસન સરકાર?”

    ઉલ્લેખનીય છે કે, બિહારના બેગુસરાયમાં હિંદુઓ પર અત્યાચારની આ પહેલી ઘટના નથી. અગાઉ બેગુસરાયના મુફસિલ પોલીસ સ્ટેશન હેઠળના રાજૌરા ગામમાં મુસ્લિમ ટોળાએ હોળી દરમિયાન હિન્દુઓને નિશાન બનાવ્યા હતા . બાળકોના ઝઘડાથી વિવાદ શરૂ થયો હતો. પરંતુ બાદમાં અન્ય સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો પર તિક્ષ્ણ હથિયારો સહિત લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને આ ઘટનામાં 20 થી વધુ હિંદુઓને ઈજા થઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં