Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદસમા ધોરણમાં ભણતા આદિત્ય તિવારીની ચાકુ વડે હત્યા કરી નાંખી, સોશિયલ મીડિયા...

    દસમા ધોરણમાં ભણતા આદિત્ય તિવારીની ચાકુ વડે હત્યા કરી નાંખી, સોશિયલ મીડિયા પર લખ્યું ‘ખેલા હોઈ’: બે સગીરની ધરપકડ, મુખ્ય આરોપી તૈફ ખાન ફરાર

    આદિત્યનો સાથે ભણતી એક છોકરી સાથે પ્રેમસબંધ હતો, આ હત્યા એ જ સબંધોના કારણે કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.

    - Advertisement -

    ગત મંગળવારે (20 સપ્ટેમ્બર 2022) બિહાર જલાલપુરમાં એક દસમા ધોરણમાં ભણતા સગીર આદિત્ય તિવારીની સ્કુલની સામે જ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલો પ્રેમપ્રસંગનો છે. જેને લઈને જ આદિત્યનો સાથી વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો. આ કેસમાં બે આરોપીઓને ઝડપી લેવાયા છે, જ્યારે ત્રીજાની શોધખોળ ચાલે છે. તમામ આરોપીઓ મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. 

    વધુ વિગતો અનુસાર, 10મા ધોરણમાં ભણતા આદિત્ય તિવારીનો કોચિંગ ક્લાસમાં સાથે ભણતી વિદ્યાર્થીની સાથે પ્રેમસબંધ હતો. આ સબંધોને લઈને જ આદિત્યનો તેના સાથી વિદ્યાર્થીઓ સાથે કોચિંગ સેન્ટરમાં ઝઘડો પણ થયો હતો. એ ઝઘડા પર ત્યારે તો પૂર્ણવિરામ મૂકાઈ ગયું પરંતુ પછી તે શાળાએ પહોંચ્યો તો ત્યાં ચાકુ વડે તેની ઉપર હુમલો કરીને મારી નાંખવામાં આવ્યો હતો. 

    આ ઘટના બની ત્યારે શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી અને બાળકો પેપર લખી રહ્યા હતા. ત્યારે જ કોઈ વિદ્યાર્થીએ આ ઘટના અંગે જાણકારી આપતાં તાત્કાલિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોડી ગયા હતા અને આદિત્યને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી દીધો હતો. 

    - Advertisement -

    પોલીસે આદિત્ય તિવારીની હત્યા મામલે બે સગીર મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે ત્રીજો આરોપી અને મુખ્ય ષડ્યંત્રકારી ઈસમ નાસતો ફરી રહ્યો છે, જેને પકડવા માટે પોલીસે ટીમો કામે લગાડી છે. બંને આરોપીઓને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. 

    જે ચાકુ વડે આદિત્ય પર હુમલો કરવામાં આવ્યો અને હત્યા કરી નાંખવામાં આવી તે પણ પોલીસે જપ્ત કરી લીધું હતું. પોલીસ ગુરુવારે એક આરોપીને સાથે લઈને ઘટનાસ્થળે લઇ ગઈ હતી. જ્યાં રસ્તાને અડીને આવેલા એક ખેતરમાંથી ચાકુ મળી આવ્યું હતું. આદિત્યની હત્યા બાદ આરોપીઓ ચાકુ ત્યાં ફેંકીને ભાગી ગયા હતા. ત્યારબાદ આરોપીઓ પોતાના ઘરે પણ પહોંચ્યા અને કપડાં પણ બદલી નાંખ્યાં હતાં. પોલીસે આ ચાકુની FSL તપાસ માટે તજવીજ હાથ ધરી છે. 

    આરોપીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું- ખેલા હોઈ, કેક પણ કાપી હતી 

    આ ઘટના સબંધિત બે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં હત્યાના આરોપીઓ અને સાથે અન્ય કેટલાક યુવકો જોવા મળે છે. એક વિડીયો આરોપીની હત્યા પહેલાં શૅર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું- આજ જલાલપુર મેં ખેલા હોઈ. જ્યારે બીજા વિડીયોમાં કેટલાક યુવકો હાથમાં તલવાર અને દેશી તમંચા લઈને કેક કાપતા નજરે પડે છે. 

    ‘ખેલા હોઈ’ લખેલો વિડીયો આ હત્યાકાંડના મુખ્ય આરોપીનો છે, જે હાલ ફરાર છે. તેની ઓળખ તૈફ ઉર્ફે સોનુ ખાન તરીકે થઇ છે.

    હત્યાકાંડ બાદ શાળા બંધ, સ્થાનિકોમાં આક્રોશ 

    આ હત્યાકાંડ બાદ શાળા બંધ કરી દેવાઈ છે અને ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. દરમ્યાન, શનિવારે શહેરમાં કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કડક તપાસ અને હત્યારાઓને સજા અપાવવાની માંગ કરવામાં આવી હતી તેમજ ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં