વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 21 ઑક્ટોબરે NDTV વર્લ્ડ સમિટ 2024 – ‘ધ ઇન્ડિયા સેન્ચ્યુરી’ના 2-દિવસીય સમિટમાં ભાષણ આપી તેની શુભ શરૂઆત કરી હતી. આ સમિટમાં ભૂટાનના (Bhutan) વડાપ્રધાન શેરિંગ તોબગેએ (PM Dasho Tshering Tobgay) PM નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે છેલ્લા 10 વર્ષમાં ભૂટાનના આર્થિક વિકાસને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવવા બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ PM મોદી જ લાવી શકે એમ પણ કહ્યું હતું.
ભૂટાનના વડાપ્રધાન દાશો શેરિંગ તોબગેએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે મહત્વના વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવાની વાત આવે છે ત્યારે ભારતના નેતૃત્વને સમક્ષ નજર કરે છે. તેમણે કહ્યું હતું કે, “વિશ્વને ભારતની જરૂર છે. આ ભારતની સદી છે – ભારતમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી છે જે સતત વધી રહી છે. ભારતની અર્થવ્યવસ્થામાં ખોબ તેજી છે. જો કોવિડ ન આવ્યો હોત તો અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન યુએસ ડોલરને વટાવી ચૂકી હોત. ભારત પાસે ખાસ કરીને અદ્યતન દેશોમાં સૌથી મોટો ઉપભોક્તા આધાર અને વિશાળ ડાયસ્પોરા છે.”
Always happy to meet my friend, H.E. Prime Minister @narendramodi ji ; Expressed my gratitude to the Government & people of India for their steadfast goodwill & cooperation. We reaffirmed our commitment to advancing our special bond of friendship from strength to strength. pic.twitter.com/okYmlHeo55
— Tshering Tobgay (@tsheringtobgay) October 21, 2024
‘ગ્લોબલ સાઉથને ભારતીય નેતૃત્વ પર વિશ્વાસ’
તેમણે PM મોદીના નેતૃત્વ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “એક વસ્તુ જે વિશેષ છે તે છે ભારતનું નેતૃત્વ. માત્ર ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણી વિશ્વ ભારતના નેતૃત્વ પર વિશ્વાસ કરે છે. વાસ્તવમાં, જો કોઈ દેશ છે જે આજની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે, તો તે માત્ર ભારત છે. કોવિડ મહામારી દરમિયાન પણ વિશ્વ ભારતને બજાર તરીકે જોઈ રહ્યું હતું. કોવિડ દરમિયાન, વિશ્વના દેશોએ વેક્સિન અને દવાઓ માટે ભારત તરફ મીટ માંડી હતી. રશિયા અને યુક્રેને પણ ભારતની મદદ લીધી હતી.”
‘રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ માત્ર PM મોદી જ લાવી શકે’
રશિયા-યુક્રેન યુદ્ધ મામલે વાત કરતા ભૂટાનના PM શેરિંગ કહ્યું હતું કે, માત્ર ભારત જ આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ આવી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તો હું માનું છું કે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધથી કોઈને ફાયદો થયો નથી. રશિયા-યુક્રેન સંકટથી વિશ્વની સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. માત્ર PM મોદી જ આ સમસ્યાનું નિવારણ લાવી શકે છે.”
તેમણે ભારતને તેમનો મહત્વનો મિત્ર ગણાવ્યો હતો. તથા ભૂટાનની 13મી પંચવર્ષીય યોજના માટે ₹8500 કરોડની સહાય આપવા બદલ અભાર પણ વ્યક્ત કર્યો હતો. મહત્વની બાબત એ છે કે ભારતે 12મી પંચવર્ષીય યોજના કરતા બમણી મદદ કરી હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મદદથી ભૂટાનમાં માળખાગત સુવિધાઓ જેવી કે રસ્તા, પુલ, શાળા, IT અને હોસ્પિટલ ક્ષેત્રે મદદ મળશે. તેમણે PM મોદીનો ઉલ્લેખ ‘ભાઈ’ તરીકે કરતા કહ્યું હતું કે તેઓ હંમેશા ભૂટાનને મદદ કરવા તૈયાર હોય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પણ તેમણે લખેલ પુસ્તક ‘અનલીશ્ડ’માં PM મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. તથા તેમની PM મોદી સાથેની પ્રથમ મુલાકાતનો અનુભવ સહિતની ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.