Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘SC/ST ઍક્ટ હેઠળ ખોટા કેસ કરે છે, ગાળાગાળી કરી કારકિર્દી ખતમ કરવાની...

    ‘SC/ST ઍક્ટ હેઠળ ખોટા કેસ કરે છે, ગાળાગાળી કરી કારકિર્દી ખતમ કરવાની ધમકી આપે છે’: BHUના મહિલા પ્રોફેસર પર વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકોએ મૂક્યા ગંભીર આરોપ, વિડીયો આવ્યા સામે

    આ જ વિભાગમાં એક પ્રોફેસર છે, પંકજ કુમાર, જેમની પર પણ શોભના નારલીકરે એસસી/એસટી એક્ટ હેઠળ કેસ કર્યો હતો. આ પછી 65 શિક્ષકોનું ભેગા થઈને વાઇસ ચાન્સેલર પાસે ફરિયાદ લઈને પહોંચ્યા હતા.

    - Advertisement -

    વારાણસીની ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’ના વિદ્યાર્થીઓ ફરી ધરણા પર બેસી ગયા છે. આ વખતે તેમના વિરોધ પ્રદર્શનનું કારણ છે પ્રોફેસર શોભના નાર્લીકર, જે વાતે-વાતે ખોટા SC/ST કેસ કરવાની ધમકી આપતા રહે છે. તેમની દાદાગીરીના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સ્થાનિક પત્રકારોથી લઈને મેઈનસ્ટ્રીમ મીડિયા સુધી કોઈ તેમનો મુદ્દો નથી ઉઠાવતું. જોકે, યુનિવર્સિટી પ્રશાસને આ અંગે કાર્યવાહીની ખાતરી આપી છે.

    પ્રોફેસર શોભના નાર્લીકર ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’ના પત્રકારત્વ વિભાગના વડા (HOD) છે જે દાદાગીરી કરીને ખોટા SC/ST કેસ કરવાની ધમકી આપતા રહે છે. યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ‘પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’માં ઇન્ટર્નશિપ માટે પસંદગી થઈ હતી. જ્યારે તેઓ હસ્તાક્ષર માટે પ્રોફેસર શોભના નાર્લીકર પાસે પહોંચ્યા, તો તેમણે કોઈ કારણ વગર ના પાડી દીધી. વિદ્યાર્થીઓએ સામે વિરોધ કર્યો તો પ્રોફેસરે ગાળાગાળી કરી અને તેમના પર ખોટો કેસ દાખલ કરી નાખ્યો.

    એ પછી BHU પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓએ ધરણાનું હથિયાર ઉગામ્યું અને ડઝનેક વિદ્યાર્થીઓ વિશ્વનાથ મંદિર તરફ જતો રસ્તો બ્લોક કરીને વિભાગની સામે ધરણા પર બેસી ગયા. લગભગ 15 દિવસ સુધી ચાલેલા ધરણા બાદ યુનિવર્સિટી પ્રશાસને તપાસનું આશ્વાસન આપતાં ધરણા બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ, વિદ્યાર્થીઓનો આ વિરોધ ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે. વિદ્યાર્થીઓની માંગ છે કે શોભના નાર્લીકર પર લાગેલા આરોપોની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવે અને તેમને પદભ્રષ્ટ કરવામાં આવે.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ હવે આ ષડ્યંત્રને બિલકુલ સહન નહીં કરે. દરમિયાન, યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓનો રોષ શમ્યો ન હતો.

    અમે જ્યારે વિદ્યાર્થીઓને તેમના વિરોધનું કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓ સાથે HODનું વલણ અયોગ્ય છે. ભૂતકાળમાં પણ શોભના નાર્લીકરે SC/ST ઍક્ટ હેઠળ ઘણાં પ્રોફેસરો સામે કેસ કર્યો છે અને તેમાંથી મોટાભાગના નિર્દોષ સાબિત થયા છે. શિષ્યવૃત્તિ, ઇન્ટર્નશિપ, રમતગમત કે હોસ્ટેલ વગેરેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવવા આવતા વિદ્યાર્થીઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવે છે.

    વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમને પ્રોફેસરના હસ્તાક્ષર ન મળે તો કારકિર્દી પર પણ પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય છે. શોભના નાર્લીકર વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ખતમ કરવાની ધમકી પણ આપી ચૂક્યા છે. નાર્લીકર પર પેપર ચેકિંગ દરમિયાન માર્ક્સ સાથે છેડછાડ કરવાનો પણ આરોપ છે. બીજી તરફ કેટલાક પ્રોફેસરોએ પણ શોભના નાર્લીકર સામે વિરોધ દર્શાવ્યો છે કે તેઓ વાતેવાતે પોતાના પદની ધમકી આપે છે. ભૂતકાળમાં કેટલાક પ્રોફેસરો પણ આ મામલે ધરણા પર ઉતર્યા હતા. હાલ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ આમરણ ઉપવાસ કરશે.

    આ જ વિભાગમાં પંકજ કુમાર નામના એક પ્રોફેસર છે જેમના પર શોભના નાર્લીકરે એસસી/એસટી ઍક્ટ હેઠળ કેસ કર્યો હતો. આ પછી 65 શિક્ષકોનું ટોળું વાઇસ ચાન્સેલર પાસે ફરિયાદ લઈને પહોંચ્યું હતું. ત્યારે પણ વાઇસ ચાન્સેલરે બંને પક્ષના આક્ષેપોને લઈને તપાસની ખાતરી આપી હતી. રિટાયર્ડ જસ્ટિસ કલીમુલ્લાના નેતૃત્વમાં એક સમિતિની પણ રચના કરવામાં આવી હતી. ઑપઇન્ડિયા પાસે તે FIR કોપી પણ છે, જેમાં પ્રોફેસર પંકજ વિરુદ્ધ શોભના નાર્લીકરે કેસ નોંધ્યો છે.

    આ જ રીતે શિશિર બસુ નામના પ્રોફેસર પર શોભના નાર્લીકરે એસસી/એસટી ઍક્ટ હેઠળ કેસ કર્યો હતો. પરંતુ, વારાણસીની કોર્ટે તેમને 10 વર્ષ બાદ 2022માં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, પીડિતાએ વર્ષ 2003થી ઉત્પીડન વાત કરી હતી, પરંતુ ફરિયાદ કરવામાં એક દાયકો લાગી ગયો. આ એક શૈક્ષણિક વિવાદ લાગે છે કારણકે ફરિયાદ પક્ષ ઘટના કે તારીખને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

    બીજી તરફ પંકજ કુમાર પર શોભના નાર્લીકરે એવો આરોપ મૂક્યો હતો કે તેમની સામે જાતિવાદી શબ્દો ઉચ્ચારીને ગાળો આપવામાં આવી હતી. તેમજ પ્રોફેસર બસુએ તેમના વિદ્યાર્થીઓને નાર્લીકર સામે અશ્લીલ કૃત્યો કરવા માટે ઉશ્કેર્યા હતા. પરંતુ, કોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઈ સાક્ષી કે પુરાવા મળ્યા નથી.

    કોર્ટે એ પણ નોંધ્યું કે FIR અને અન્ય નિવેદનો વચ્ચે ઘણો તફાવત છે. તો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં શોભના નાર્લીકર અન્ય પ્રોફેસરો માટે અપશબ્દો ઉચ્ચારી રહ્યા છે. નાર્લીકરનો એક ફોટો પણ સામે આવ્યો છે જેમાં તેમના કપડાં ફાટેલા જોવા મળે છે. આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે જાતે આવા નાટક કરીને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. એક વિડીયોમાં નાર્લીકર પોતાના જૂતા કાઢીને મારવાની વાત કરે છે તો એક વિડીયોમાં તેમણે વિદ્યાર્થીને અભદ્ર ગાળો પણ આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં