Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભોપાલ: હિંદુ યુવકના ગળામાં બાંધ્યો પટ્ટો, શ્વાન બનાવીને ભસવા કહ્યું, વિડીયો વાયરલ...

    ભોપાલ: હિંદુ યુવકના ગળામાં બાંધ્યો પટ્ટો, શ્વાન બનાવીને ભસવા કહ્યું, વિડીયો વાયરલ થયા બાદ ફૈઝાન, સમીર ખાન સહિત ત્રણની ધરપકડ; આરોપીઓનાં ઘરો પર બુલઝોડર એક્શન શરૂ

    એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, "આ પ્રકારની માનસિકતા મધ્ય પ્રદેશમાં નહીં ચાલે અને અમે આ માનસિકતાને કચડી નાંખીશું. તેમણે કહ્યું કે, એવી કાર્યવાહી કરીશું કે ઉદાહરણ બનશે." 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો હોવાનું કહેવાય છે. આ વિડીયોમાં કેટલાક શખ્સો એક હિંદુ યુવકના ગળામાં પટ્ટો બાંધીને તેને કૂતરાની જેમ ભસવા માટે કહીને ટોર્ચર કરતા જોવા મળે છે. આરોપીઓની ઓળખ ફૈઝાન, બિલાલ, સમીર, મુફીદ અને સાહિલ તરીકે થઇ છે. જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    ટ્વિટર પર એક યુઝરે શૅર કરેલા વિડીયોમાં જોવા મળે છે કે આરોપીઓએ પીડિત હિંદુ યુવકને શ્વાન બનાવ્યો છે અને તેના ગળામાં પટ્ટો બાંધવામાં આવ્યો છે. તેઓ તેને માફી માંગવા માટે કહે છે અને શ્વાન બનાવે છે. સાથે મા-બેન સમાણી ગાળો આપતા પણ સાંભળવા મળે છે. યુઝરે મધ્ય પ્રદેશ પોલીસ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ટેગ કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. (વિડીયોમાં અપશબ્દો છે)

    48 સેકન્ડના આ વિડીયોમાં યુવક ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે. કેમેરા પાછળથી એક અવાજ આવે છે કે, ‘બોલ સાહિલભાઈ સૉરી…’. ત્યારબાદ યુવક કહે છે કે, “સાહિલભાઈ મેરે બાપ હૈ, મેરે બડે ભાઈ હૈ. મેરી મા ઉનકી મા, ઉનકી મા, મેરી મા.” ત્યારબાદ તે સતત કહે છે કે તેણે માફી માંગી લીધી છે. દરમ્યાન, હાથમાં દોરડું પકડેલો એક વ્યક્તિ યુવકને કૂતરાની જેમ ભસવા માટે કહે છે. આ દરમિયાન ગાળો પણ સાંભળી શકાય છે. અંતે યુવક કહે છે કે, હું મિયાંભાઈ બનવા માટે પણ તૈયાર છું. 

    - Advertisement -

    વિડીયો ફરતો થયા બાદ એમપી પોલીસ એક્શનમાં આવી હતી અને બિલાલ, ફૈઝાન સહિત છ આરોપીઓ સામે અપહરણ અને ધર્માંતરણની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમના ગુનાહિત ઇતિહાસ વિશે જાણવા મળ્યું છે. જેમની સામે NSA પણ લગાવાયો છે. આ આરોપીઓની ઓળખ ફૈઝાન, સમીર અને સાહિલ તરીકે થઇ છે. હાલ પોલીસ પીડિત યુવકની પણ શોધખોળ કરી રહી છે, જેથી મામલાની વધુ વિગતો મેળવી શકાય. બીજી તરફ, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ મામલાનું સંજ્ઞાન લઈને ત્વરિત તપાસના આદેશ આપ્યા હતા. 

    નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, જેવો વિષય ધ્યાનમાં આવ્યો તેવો મેં 24 કલાકનો સમય આપી દીધો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, ગુનેગારો પકડાઈ પણ ગયા અને રાસુકાની પણ કાર્યવાહી કરવામાં આવી. અતિક્રમણ પણ ચિહ્નિત કરવામાં આવ્યું છે અને તોડવાની કાર્યવાહી પણ કરવામાં આવી. આ પ્રકારની માનસિકતા મધ્ય પ્રદેશમાં નહીં ચાલે અને અમે આ માનસિકતાને કચડી નાંખીશું. તેમણે કહ્યું કે, એવી કાર્યવાહી કરીશું કે ઉદાહરણ બનશે. 

    અહેવાલ અનુસાર, આરોપીઓમાંથી એક સમીર ખાનના ઘરે ડિમોલિશનની કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે અને પોલીસની હાજરીમાં ઘર તોડવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે બાકીના આરોપીઓના પણ ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં