Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘1 કરોડ નહીં આપ્યા તો જાનથી મારી નાંખીશ’: શાળાના માલિકને ફોન કરીને...

    ‘1 કરોડ નહીં આપ્યા તો જાનથી મારી નાંખીશ’: શાળાના માલિકને ફોન કરીને ધમકાવતો હતો ભોજપુરી અભિનેતા-યુટ્યુબર શાહિદ, દિલ્હી પોલીસે જેલના સળિયા ગણતો કર્યો

    શાળાના માલિક પાસેથી પૈસા પડાવવાનો વિચાર આરોપીના મિત્રએ આપ્યો હતો. ત્યારબાદ શાહિદે તેની પાસેથી 1 કરોડ લૂંટવાની યોજના બનાવી હતી.

    - Advertisement -

    ખંડણીખોર ભોજપુરી અભિનેતા અને યુટ્યુબર હોવાનો દાવો કરનાર શાહિદની ધરપકડ કરવામાં આવી છે. એક શાળાના માલિક પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી છે. તેની સામે ખંડણી, છેતરપિંડી, સ્નેચિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ 9 જેટલા કેસ નોંધાયેલા છે. શાળાના માલિક પાસેથી પૈસા પડાવવાનો વિચાર આરોપીના મિત્રએ આપ્યો હતો. ત્યારબાદ શાહિદે તેની પાસેથી 1 કરોડ લૂંટવાની યોજના બનાવી હતી. ફરિયાદી 2 શાળાઓના માલિક હોવા સાથે બિલ્ડર પણ છે.

    રિપોર્ટ્સ અનુસાર, 25 વર્ષીય આરોપીએ દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં ‘સ્ટાર ફિલ્મ્સ’ નામની ઓફિસ ખોલી છે. રીઢા ગુનેગાર શાહિદને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તે પોતાની જાતને લલ્લાન, ક્યારેક લડ્ડન તો ક્યારેક રાજ સિંઘાનિયા કહેતો હતો. શાહિદે પોતાના મિત્ર ફહાદ સાથે મળીને દિલ્હીની એક સ્કૂલના માલિક પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની યોજના બનાવી હતી. ફહાદ પોતે હત્યાના કેસમાં જામિયા નગર પોલીસ સ્ટેશનમાં બંધ છે. ફહાદે શાહિદને કોઈક શ્રીમંત વ્યક્તિને પકડવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેણે 49 વર્ષીય બિલ્ડરને ફોન કર્યો અને સીધા 1 કરોડ રૂપિયાની માંગ કરી દીધી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર શાહિદે 25 ફેબ્રુઆરી 2023ના રોજ તેના મિત્ર ફહાદને ફોન કર્યો હતો અને સ્કૂલના માલિકને લાઈન પર લીધો હતો. ફોન મર્જ કર્યા બાદ ફહાદ અને શાહિદે 48 કલાકમાં સ્કૂલના માલિકને 1 કરોડ રૂપિયા આપવા ધમકી આપી હતી. માલિકે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભોજપુરી અભિનેતા-યુટ્યુબર શાહિદની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ ખંડણી માંગવા અને ધમકી આપવા બદલ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડેપ્યુટી કમિશનર રાજેશ દેવે આ બાબતે જણાવ્યું હતું કે આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, સ્નેચિંગ અને આર્મ્સ એક્ટના નવ કેસ પહેલાથી જ નોંધાયેલા છે. આ વખતે તેમણે દિલ્હીની એક સ્કૂલના માલિક પાસેથી સીધી જ ખંડણીની માગણી કરી હતી. શાળાના માલિકનો આ બીજો વ્યવસાય બિલ્ડરનો પણ છે. તેણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રાજેશ દેવે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આરોપીનો મોબાઈલ નંબર ટ્રેસ થયો ત્યારે જાણવા મળ્યું હતું કે, તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે. જો કે આમ છતાં પોલીસે આરોપીની જંગપુરાથી ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં