Monday, July 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'જય બલરામ'ના નારા સાથે દિલ્હીમાં 50000 ખેડૂતો ભેગા થયા, કહ્યું- રાકેશ ટિકૈત...

  ‘જય બલરામ’ના નારા સાથે દિલ્હીમાં 50000 ખેડૂતો ભેગા થયા, કહ્યું- રાકેશ ટિકૈત અમારા નેતા નથી, તેમના આંદોલનને રાજકીય ફંડિંગ મળતું હતું

  તેમણે સીધો આરોપ લગાવ્યો હતો કે ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં હોબાળો મચાવનારા કહેવાતા ખેડૂતોને રાજકીય ભંડોળ મળતું હતું. ખેડૂતોએ તેમ પણ કહ્યું કે અમે અમારા અધિકારીને માંગવા આવ્યા છીએ, જ્યારે તે લોકો ખેડૂતોને બદનામ કરવા આવ્યા હતા.

  - Advertisement -

  સોમવારે (19 ડિસેમ્બર, 2022) દિલ્હીમાં 50000 ખેડૂતો ‘જય બલરામ’ના નારા સાથે ભેગા થયા હતા. ‘ભારતીય કિસાન સંઘ’ના બેનર હેઠળ રામલીલા મેદાનમાં ભેગા થયેલા આ ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી અને પછી સાંજ સુધીમાં પરત પણ ફરી ગયા હતા. આ રેલીમાં દેશભરમાંથી ખેડૂતો એકઠા થયા હતા. કાર્યક્રમના સ્ટેજ પર ભારત માતા અને ભગવાન બલરામની છબી મૂકવામાં આવી હતી. આ આંદોલન એકદમ શાંતિપૂર્ણ રહ્યું હતું, ઉપરાંત અનિચ્છનીય બનાવ ટાળવા માટે દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધ-લશ્કરી દળોની પણ તૈનાતી કરવામાં આવી હતી.

  દિલ્હીમાં 50000 ખેડૂતો ભેગા થયા તે દરમિયાન અમે આંદોલન સાથે જોડાયેલા અનેક ખેડૂતો સાથે વાત કરી અને તેમની માંગણીઓને સમજવાની કોશિશ કરી હતી. અમારે સમજવું હતું કે આખરે એવું શું કારણ છે કે એક વર્ષ સુધી દિલ્હીની સીમાઓને બાનમાં રાખીને કહેવાતા ખેડૂતોના આંદોલનમાં ઘણી હિંસા થઈ હતી, જ્યારે આ આંદોલન આટલું શાંતિપૂર્ણ કેમ છે? આ સવાલના જવાબમાં મધ્યપ્રદેશના સિહોરથી આવેલા સૂરજ સિંહ ઠાકુર કહે છે કે અમારા આંદોલનને કોઈ રાજકીય પક્ષ દ્વારા ફંડ આપવામાં આવતું નથી, કદાચ તેથી જ કોઈ હિંસા નથી થઇ.

  તેમણે સીધો આરોપ લગાવ્યો હતો કે ત્રણેય કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં હોબાળો મચાવનારા કહેવાતા ખેડૂતોને રાજકીય ભંડોળ મળતું હતું. ખેડૂતોએ તેમ પણ કહ્યું કે અમે અમારા અધિકારીને માંગવા આવ્યા છીએ, જ્યારે તે લોકો ખેડૂતોને બદનામ કરવા આવ્યા હતા. અમે ભીખ માંગવા નહિ પણ અમારો હક માંગવા આવ્યા છીએ. વધુમાં આ ખેડૂતોએ એમ પણ કહ્યું કે તેઓ અગાઉના ‘કિસાન આંદોલન’નો ભાગ નહોતા. જ્યારે કેટલાકનું કહેવું હતું કે તેઓ હિંસક અંદોલનની શરૂઆત પૂરતા જ તેમની સાથે હતા.

  - Advertisement -

  દિલ્હીમાં 50000 ખેડૂતો ભેગા થયા તે ‘કિસાન ગર્જના રેલી’માં સામેલ ખેડૂતોનું સ્પષ્ટ કહેવું હતું કે તેઓ કોઈને પરેશાન કરવા માંગતા નથી, પરંતુ તેમનું કામ કરાવવા માગે છે. કેન્દ્ર સરકાર પાસે તેમની ત્રણ મુખ્ય માંગણીઓ છે જે આ રેલીનો આધાર છે. મધ્યપ્રદેશના જે ખેડૂતો સાથે અમારી વાત થઇ તેમણે જણાવ્યું કે, દર વર્ષે મળનારી ‘કિસાન સન્માન નિધિ’ રૂ. 6000 થી વધારીને રૂ. 20,000 કરવી જોઈએ. સાથે જ કૃષિ યંત્રો પર જીએસટી નાબૂદ કરવાની પણ તેમની માંગ છે.

  તેમની સૌથી મોટી માંગ તે છે કે પાકની વેચાણ કિંમત તેની પાછળ થયેલા ખર્ચના આધારે નક્કી કરવામાં આવે. ખેડૂતોએ કટાક્ષ કરતાં તેમ પણ કહ્યું કે, “જે નેતાઓને બટાટા જમીનની અંદર ઉગે છે કે બહાર એ પણ ખબર નથી, તેઓ અમારા માટે ભાવ નક્કી કરવા બેઠા છે.” શું તેમને ખાનગી કંપનીઓ સાથે કોઈ સમસ્યા છે? તેના જવાબમાં ખેડૂતોએ કહ્યું કે તેઓ કૃષિ કાયદાના સમર્થનમાં છે, બસ કેટલીક ભૂલો સુધારવી જોઈએ. આ રેલીમાં હાજર ખેડૂતો કહે છે કે તેઓ રાષ્ટ્રવાદી છે અને તેમને (હવે રદ કરાયેલ) ત્રણેય કૃષિ કાયદાઓ સાથે કોઈ વાંધો નથી.

  ખેડૂતોએ કહ્યું કે તેઓ અહિંસક પદ્ધતિથી તેમના પ્રશ્નોનો નિકાલ કરવા આવ્યા છે અને એકવાર ત્રણેય ‘કૃષિ કાયદા’માંની ભૂલો દૂર થઈ જાય તો તેઓ તેનું સ્વાગત કરેત. આ ખેડૂતો ‘ભારત માતા કી જય’ અને ‘જય બલરામ’ના નારા પણ લગાવી રહ્યા હતા. આ ખેડૂતોનું કહેવું છે કે રસ્તા જામ કરવાને બદલે તેઓ વોટની શક્તિમાં માને છે. આ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું હતું કે રાકેશ ટિકૈત તેમના નેતા નથી. તેમણે એમ પણ કહ્યું કે રાકેશ ટિકૈત જેવા લોકો ખેડૂતોને ફોસલાવી રહ્યા છે.

  દિલ્હીમાં 50000 ખેડૂતો ભેગા થયા તે ‘કિસાન ગર્જના રેલી’માં વાતાવરણ તદ્દન સાંસ્કૃતિક હતું. ખેડૂતો સ્થાનિક નૃત્ય અને સંગીત દ્વારા વિરોધ કરતા જોવા મળ્યા હતા. ઢોલ અને ઝાલર વગાડતા ખેડૂતો પણ ત્યાં હાજર હતા. સાંજ પછી ઘણા ખેડૂતો રેલ્વે સ્ટેશન તરફ જતા જોવા મળ્યા, કારણ કે અત્યારે ઘઉંની સીઝન છે અને તેમને ખેતરોમાં કામ પણ કરવું પડે છે. સૌથી મોટી વાત એ છે કે ‘કિસાન ગર્જના રેલી’માં મહિલાઓની મોટી હાજરી જોવા મળી હતી.

  ઘણા ખેડૂતો એવા હતા કે જેઓ અહીં પોતાનો માલસમાન લઈને મોટા સમૂહમાં પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ભોજન અલ્પાહાર કરવાની સાથે-સાથે, તેઓ પણ તેમના સામાનની સુરક્ષા કરતા જોવા મળ્યા અને શાંતિપૂર્ણ વિરોધ કર્યા પછી પાછા પણ ફરી ગયા. આ દરમિયાન અમે ઓડિશાના કેટલાક ખેડૂતોને પણ મળ્યા. તેમાંના એક પ્રદીપ મહંતે લાભકારી ભાવ, કૃષિ સાધનો પરથી GST હટાવવા અને ‘કિસાન સન્માન નિધિ’ વધારવાની તેમની મુખ્ય માંગણીઓ જણાવી. તેમનું કહેવું છે કે દર વર્ષે 5000 રૂપિયાના ઓછામાં ઓછા ત્રણ હપ્તા મળવા જ જોઈએ.

  આ ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ‘ખેડૂત આંદોલન’માં તેઓ માત્ર શરૂઆતમાં જ સામેલ હતા, ત્યાર બાદ તેઓ પાછા હટી ગયા હતા. રાકેશ ટિકૈત તમારા નેતા છે કે નહીં? તેના જવાબમાં ખેડૂતોએ એક અવાજે કહ્યું હતું કે – ના, દરેક ખેડૂત અમારો નેતા છે. ઓડિશાના ખેડૂતોએ પણ લાલ કિલ્લા પર હિંસાની યાદ અપાવવા પર કહ્યું કે તેઓ શાંતિપૂર્વક વિરોધ કરવામાં માને છે. તેમનું કહેવું છે કે તેઓ સરકારની વિરુદ્ધ નથી, તેઓ માત્ર પોતાના અધિકારની માંગ કરવા આવ્યા છે.

  ઓડિશાના આ ખેડૂતોએ કહ્યું કે જો કૃષિ કાયદામાં થોડો સુધારો થાય તો અમે તેને આવકારવા તૈયાર છીએ. ઓડિશાના ખેડૂતોએ બીજી એક ખાસ વાત જણાવી કે ભગવાન બલરામને ભગવાન જગન્નાથના મોટા ભાઈ માનવામાં આવે છે, તેથી જ ત્યાંના ખેડૂતોને તેમનામાં ઘણી શ્રદ્ધા છે. ભગવાન બલરામના ઘણા મંદિરો પણ છે. તેથી જ ‘કિસાન ગર્જના રેલી’માં ‘જય બલરામ’ના નારા ખૂબ ગુંજ્યા હતા. આ દરમિયાન ‘જો હમસે ટકરાયે ગા, વો હમસે હી મિલ જાએગા’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

  ‘પિયેંગે ક્યા-રસ, ખાયેંગે ક્યા-રસગુલ્લા’ – એક રસપ્રદ નારો આ પણ લાગ્યો. “દેશ કે હમ ભંડાર ભરેંગે, લેકિન કિંમત પૂરી લેંગે” આ ‘ભારતીય કિસાન સંઘ’નું મુખ્ય સૂત્ર રહ્યું છે. ‘કિસાન ગર્જના રેલી’માં અનાજની સુરક્ષા ઉપરાંત ખેડૂતોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. તેમનો ઉદ્દેશ્ય કૃષિ આદાનો પરથી જીએસટી નાબૂદ કરવાનો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે GST પહેલા પણ તેમના પર ટેક્સ લાગતો હતો, આ સમસ્યાઓ ઘણા સમયથી છે અને ખેડૂતોની હાલત જેવી હતી તેવી જ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં