Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યો શ્વાન, લોકોએ સાથે ચાલતા...

    ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યો શ્વાન, લોકોએ સાથે ચાલતા કોંગ્રેસ નેતા સાથે સરખાવ્યો: કેટલાકને ‘પીદી’ પણ યાદ આવ્યો

    કોંગ્રેસે શનિવારે સવારે કેટલીક તસ્વીરો શૅર કરી હતી, જેમાં રાહુલ ગાંધી એક શ્વાનની દોરી પકડીને ચાલતા જોવા મળે છે.

    - Advertisement -

    ક્રિસ્મસ અને નવા વર્ષના વિરામ બાદ રાહુલ ગાંધીએ ફરી તેમની ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. યાત્રા આજે હરિયાણામાં પ્રવેશી હતી. દરમ્યાન, કોંગ્રેસ પાર્ટીએ કેટલીક તસ્વીરો શૅર કરી હતી. જેમાં રાહુલ ગાંધી, બોક્સ વિજેન્દર સિંઘ અને એક શ્વાન જોવા મળી રહ્યા છે. 

    કોંગ્રેસે શનિવારે સવારે આ તસ્વીરો શૅર કરી હતી, જેમાં રાહુલ ગાંધી એક શ્વાનની દોરી પકડીને ચાલતા જોવા મળે છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, તેનું નામ લ્યુના છે અને તે પ્રિયંકા ગાંધી સાથે રહે છે. તે પણ આજે ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી. ઉપરાંત, રાહુલ ગાંધી સાથે બોક્સર વિજેન્દર સિંઘ પણ જોડાયા હતા. જોકે, ટ્વિટમાં તેમનો ઉલ્લેખ જોવા મળ્યો ન હતો. 

    કોંગ્રેસ પાર્ટીના ટ્વિટનો આધાર લઈને પછીથી ન્યૂઝ એજન્સી ANIએ પણ આ તસ્વીરો શૅર કરીને ટ્વિટ કર્યું હતું. એજન્સીએ સમાચાર આપતાં લખ્યું, ‘ભારત જોડો યાત્રા હરિયાણાના કરનાલમાં પ્રવેશતાં રાહુલ ગાંધી શ્વાન સાથે ચાલતા જોવા મળ્યા.’

    - Advertisement -

    આ ટ્વિટને લઈને સોશિયલ મીડિયા પર યુઝરોએ રમૂજી પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકે કહ્યું કે, તે શ્વાન નહીં પણ બોક્સર વિજેન્દર સિંઘ છે તો કેટલાકે વળી આ ઘટનાને પીદી સાથે જોડી દીધી હતી. 

    એક યુઝરે કૉમેન્ટ કરતાં કહ્યું કે રાહુલ ગાંધી પોતે ટી-શર્ટમાં જરૂર ફરતા હોય પરંતુ શ્વાનને જેકેટ પહેરાવ્યું છે. 

    જીતીન ચોપરાએ બોક્સર વિજેન્દર સિંઘને ટેગ કરીને લખ્યું કે તેમના માટે આવું લખવું જોઈએ નહીં. 

    એક યુઝરે કટાક્ષ કરતાં કહ્યું કે, તે ખરેખર શ્વાન નથી પરંતુ બોક્સર વિજેન્દર સિંઘ છે. 

    એક યુઝરે લખ્યું કે, તેઓ મૂંઝવણમાં છે કે કયા ‘શ્વાન’ ઉપર ધ્યાન આપે. 

    ‘ઓલ્ડ મોન્ક’ નામની આઈડી ધરાવતા યુઝરે લખ્યું કે, યાત્રા શરૂ થઇ ત્યારથી રાહુલ ગાંધી અનેક શ્વાનો સાથે યાત્રા કરી ચૂક્યા છે. 

    વળી એક યુઝરે કહ્યું કે, એક જ તસ્વીરમાં ઘણા ‘પીદી’ જોવા મળી રહ્યા છે. 

    પીદી વાસ્તવમાં રાહુલ ગાંધીના શ્વાનનું નામ છે. તે બહુ જાણીતો છે. તેની પાછળનું કારણ આસામના પૂર્વ મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાની રાહુલ ગાંધી સાથેની એક મિટિંગ છે. તેઓ અગાઉ વર્ષો સુધી કોંગ્રેસમાં હતા. ભાજપમાં જોડાવા પહેલાં વર્ષ 2015માં તેઓ આસામના કેટલાક મુદ્દાઓને લઈને પૂર્વ આસામ સીએમ તરૂણ ગોગોઈ અને અન્ય નેતાઓ સાથે રાહુલ ગાંધીને મળવા માટે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ગયા હતા. 

    આ મિટિંગ વિશે વાત કરતાં હિમંત સરમાએ કહ્યું હતું કે, મિટિંગની શરૂઆતથી જ રાહુલ ગાંધી બહુ ગંભીર ન હતા અને તેમના શ્વાન સાથે રમી રહ્યા હતા. તેમણે કહ્યું કે, થોડીવાર પછી તેમને ચા અને બિસ્કિટ પીરસવામાં આવ્યાં, પરંતુ જેવી પ્લેટ આવી તેવી પીદીએ તેમાંથી એક બિસ્કિટ લઇ લીધી. તેઓ કહે છે, “રાહુલ ગાંધીએ મારી તરફ જોયું અને હસ્યા, મને લાગ્યું કે તેઓ સ્ટાફમાંથી કોઈને બોલાવીને પ્લેટ બદલી નાંખવા માટે કહેશે. પરંતુ થોડીવાર પછી સાથેના નેતાઓએ એ જ પ્લેટમાંથી બિસ્કિટ ખાવાનું શરૂ કરી દીધું હતું.” 

    તેમણે કહ્યું કે, આ મિટિંગ બાદ તેમણે નિર્ણય કરી લીધો હતો કે તેઓ આવા વ્યક્તિઓ સાથે અને આવી પાર્ટીઓ સાથે કામ કરી શકે નહીં અને પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા અને હાલ આસામના સીએમ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં