Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભજન સમ્રાટ અનુપ જલોટાની માંગણી: ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે; ભાગલા...

    ભજન સમ્રાટ અનુપ જલોટાની માંગણી: ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે; ભાગલા પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા કરવામાં આવ્યાં હતાં

    એ સમયે (ભાગલા વખતે) ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર નહોતું કરવામાં આવ્યું તો હવે કરી દેવામાં આવે. દુનિયામાં હાલમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી. એક સમયે નેપાળ દુનિયાનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હતું પરંતુ હવે તે પણ રહ્યું નથી. ભારતમાં હિંદુઓની સંખ્યા સહુથી વધુ છે એટલે તેને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઈએ.

    - Advertisement -

    થોડાં થોડાં સમયનાં અંતરે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી થતી રહેતી હોય છે. અગાઉ હિન્દુવાદી સંસ્થાઓ અને તેમનાં કાર્યકર્તાઓ આ પ્રકારની માંગણી કરતાં હતાં. પરંતુ હવે જાહેરજીવનમાં પ્રસિદ્ધ વ્યક્તિઓ પણ આ માંગણીમાં સામેલ થવાં લાગ્યાં છે. ભજન સમ્રાટ અનુપ જલોટાએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણી કરી છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં એક વિડીયોમાં અનુપ જલોટા કહે છે કે, “ભારત અને પાકિસ્તાનનાં ભાગલા જ્યારે પાડવામાં આવ્યાં ત્યારે પાકિસ્તાનને ઇસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું હતું કારણકે ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી. ભારતમાં તે સમયથી જ હિંદુઓની સંખ્યા અધિક છે આથી ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવું જોઈએ.”

    ભજન સમ્રાટ અનુપ જલોટાએ પોતાનું મંતવ્ય આગળ ધપાવતાં ઉમેર્યું હતું કે જો એ સમયે (ભાગલા વખતે) ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર નહોતું કરવામાં આવ્યું તો હવે કરી દેવામાં આવે. દુનિયામાં હાલમાં એક પણ હિંદુ રાષ્ટ્ર નથી. એક સમયે નેપાળ દુનિયાનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હતું પરંતુ હવે તે પણ રહ્યું નથી. ભારતમાં હિંદુઓની સંખ્યા સહુથી વધુ છે એટલે તેને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઈએ.

    - Advertisement -

    જલોટાનું એમ પણ કહેવું હતું કે હવે હિંદુ રાષ્ટ્રની માંગણીમાં વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં છે અને આમ કરવા માટે ફક્ત એક જાહેરાત કરવાની જ જરૂર છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું ઉદાહરણ આપતાં ભજન સમ્રાટ અનુપ જલોટાએ કહ્યું હતું કે જે રીતે આ કલમ હટાવવાથી જમીન પર કોઈ મોટો ફરક નથી પડ્યો, ઉલટું આતંકવાદી ઘટનાઓ ઘટી છે અને લોકો શાંતિથી રહે છે તેમ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કર્યા બાદ પણ છેવટે દેશમાં શાંતિ જ ફેલાવાની છે.

    અનુપ જલોટાએ છેલ્લે એમ કહ્યું હતું કે આ તેમનું મંતવ્ય છે અને તેમણે તેને જાહેર કરી દીધું છે હવે આગળ શું થશે તે આ મામલે જે લોકો કાર્ય કરી શકે છે તેઓ વિચારી લે.

    ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરનારા અનુપ જલોટા પ્રથમ વ્યક્તિ નથી. અગાઉ જાહેરજીવનમાં વ્યસ્ત એવાં અસંખ્ય લોકોએ આ માંગણી કરી છે જેમાં બાગેશ્વર ધામનાં ધિરેન્દ્ર શાસ્ત્રી પણ સામેલ છે. ધિરેન્દ્ર શાસ્ત્રી શિવરાત્રી એટલેકે 18 ફેબ્રુઆરીથી છત્તીસગઢમાં વિહિપ અને આરએસએસની સાથે એક યાત્રા શરુ કરવાનાં છે જેમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગણી કરવામાં આવશે. જાણવા મળ્યાં અનુસાર ધિરેન્દ્ર શાસ્ત્રીની આ યાત્રામાં શંકરાચાર્ય પણ સામેલ થવાનાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં