Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપગાર જોઈતો હોય તો પહેલા ચુંબન કરો: શિક્ષિકા સામે શાળા સંચાલક અફરોઝ...

    પગાર જોઈતો હોય તો પહેલા ચુંબન કરો: શિક્ષિકા સામે શાળા સંચાલક અફરોઝ અખ્તરની બીભીસ્ત માંગણી, કહ્યું- મને પ્રેમ કરવા થોડો તો સમય કાઢ

    અફરોઝે કહ્યું છે કે છોકરી 15 દિવસ પહેલા જ સ્કૂલમાંથી નીકળી ગઈ હતી. તેમના પગારની રકમ આપવામાં આવી છે. 11 હજાર રૂપિયા આપવાના બાકી છે, જે એક અઠવાડિયામાં આપી દેવામાં આવશે.

    - Advertisement -

    બિહારથી શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક પ્રવાસી શિક્ષિકાનો આરોપ છે કે સ્કૂલ ડાયરેક્ટર અફરોઝ અખ્તર તેની સાથે અભદ્ર વર્તાવ કરે છે એટલું જ નહીં પરંતુ બીભીસ્ત માંગણીઓ પણ કરે છે. શિક્ષિકાનો આરોપ પણ છે કે તેને પુરતો પગાર પણ આપવામાં આવ્યો નથી. જયારે શિક્ષિકા અન્ય રાજ્યમાંથી બંગાળ આવી હતી. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, બંગાળની એક યુવતી બિહારના બેતિયા જીલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ સ્કૂલમાં મેનેજમેન્ટનું કામ જુએ છે. તેને શાળા સંચાલક અફરોઝ અખ્તર દ્વારા માસિક 25,000 રૂપિયા પગાર તેમજ અન્ય 10,000 રૂપિયા ખર્ચનું કહીને બોલાવવામાં આવી હતી. પરંતુ તેનો આરોપ છે કે તેને હમણાં સુધીનો પુરતો પગાર પણ આપવામાં આવ્યો નથી. શિક્ષિકાના આરોપ અનુસાર પગારની માંગણી વખતે સંચાલક બીભીસ્ત માંગણીઓ કરી હતી. 

    યુવતીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોધાવી છે, શાળા સંચાલક અફરોઝ અખ્તર પર આરોપ મુક્યો છે કે તે જયારે પણ પગાર માંગવા જતી હતી ત્યારે પહેલા Kiss આપો પછી પગાર આપું તેવી વાતો કરતો હતો. આટલું જ નહીં તે એમ પણ કહેતો હતો કે તને અહિયાં બે કામ કરવા માટે બોલાવી છે તો એક જ કામ કેમ કરે છે? શાળાના સંચાલનમાં જ આલતુ ધ્યાન આપીશ તો પછી મારી સાથે પ્રેમ ક્યારે કરીશ? આવી હરકતો કરીને તે ધમકી પણ આપતો હતો. જેમાં તે કહેતો હતો કે મારે મોટા મોટા નેતાઓ સાથે ઓળખાણ છે મને કઈ જ થશે નહીં. યુવતીએ કહ્યું હતું કે તે આ બધી જ હરકતોથી કંટાળી ગઈ છે. 

    - Advertisement -

    આ મામલામાં એસપી ઉપેન્દ્ર નાથ વર્માએ શિક્ષિકાની ફરિયાદ શિકારપુર પોલીસ સ્ટેશન મોકલી છે. એસપીએ જણાવ્યું કે શિક્ષિકાએ ફરિયાદ કરી છે, તેમની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવાના આદેશ આપ્યા છે. 

    બીજી તરફ, શાળાના ડિરેક્ટરે મેનેજમેન્ટનું કામ જોતી છોકરીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અફરોઝે કહ્યું છે કે છોકરી 15 દિવસ પહેલા જ સ્કૂલમાંથી નીકળી ગઈ હતી. તેમના પગારની રકમ આપવામાં આવી છે. 11 હજાર રૂપિયા આપવાના બાકી છે, જે એક અઠવાડિયામાં આપી દેવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં