Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબેસ્ટ બેકરી કેસના આરોપીઓની કેસ ટ્રાન્સફર કરવાની માંગ: તીસ્તા સેતલવાડ પર લગાવ્યો...

    બેસ્ટ બેકરી કેસના આરોપીઓની કેસ ટ્રાન્સફર કરવાની માંગ: તીસ્તા સેતલવાડ પર લગાવ્યો આરોપ, કહ્યું- તીસ્તાની ભૂમિકાની તપાસ થાય તે જરૂરી

    મુંબઈ સેશન્સ કોર્ટમાં હર્ષદ સોલંકીએ દાખલ કરેલ અરજીમાં જણાવ્યું છે કે, તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કર્યા છતાં ટ્રાયલ કોર્ટે તેનું સંજ્ઞાન લીધું ન હતું.

    - Advertisement -

    બેસ્ટ બેકરી કેસના આરોપીઓ પૈકી એકે કેસના સાક્ષીઓને દોરવવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવીને કેસને એડિશનલ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવી રહ્યા છે અને જેમાં એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની ભૂમિકાની પણ તપાસ થાય તે જરૂરી છે. 

    મુંબઈ સેશન્સ કોર્ટમાં હર્ષદ સોલંકીએ દાખલ કરેલ અરજીમાં જણાવ્યું છે કે, તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કર્યા છતાં ટ્રાયલ કોર્ટે તેનું સંજ્ઞાન લીધું ન હતું. ઉપરાંત, આરોપીઓએ એમ પણ કહ્યું કે, તેઓ નિર્દોષોને ફસાવવા માટે તીસ્તા સેતલવાડ અને અન્યો દ્વારા રચવામાં આવેલ ષડ્યંત્રનો ભોગ બન્યા છે. 

    અરજીમાં જણાવવામાં આવ્યું કે, 22 જૂન 2022ના રોજ સુનાવણી મુકરર કરવામાં આવી હતી અને એક સાક્ષી જુબાની આપવાનો હતો. પરંતુ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની વિનંતી બાદ આગલા દિવસે ટ્રાયલ કોર્ટે સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આ ઉપરાંત, અરજીમાં સાક્ષીઓને પ્રભાવિત કરવામાં અને ગેરમાર્ગે દોરવામાં તીસ્તા સેતલવાડની ભૂમિકા અંગે તપાસ કરવાની પણ અપીલ કરી છે. 

    - Advertisement -

    અરજીમાં ટ્રાયલમાં થતા વિલંબ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું અને કહ્યું કે તેના કારણે તેઓ છેલ્લા એક દાયકાથી જેલમાં બંધ છે અને બે આરોપીઓ તો જેલવાસ દરમિયાન જ મૃત્યુ પામ્યા છે. મુંબઈ કોર્ટમાં થતી સુનાવણીને લઈને આરોપીઓએ ટ્રાયલ કોર્ટને મૂકદર્શક બની રહેવાનો અને કેટલીક બાબતો પ્રત્યે નિષ્ક્રિય રહેવાનો આરોપ લગાવ્યો છે. 

    બેસ્ટ બેકરી કેસના આરોપીએ એમ પણ કહ્યું કે, ઝાકિયા જાફરી કેસ અને બેસ્ટ બેકરી કે એ બંને સેતલવાડ દ્વારા ઘડવામાં આવેલ કાવતરાનો જ એક ભાગ હતા. ઉપરાંત, ગુજરાત પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે તીસ્તા સેતલવાડને લઈને તપાસ માત્ર એક કેસ પૂરતી સીમિત કરી દેવામાં ન આવે પરંતુ આ સમગ્ર મામલાને લઈને તેમની ભૂમિકાની ઊંડી તપાસ થાય તે જરૂરી છે. 

    ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ઇસ્લામી ટોળાએ 59 હિંદુ કારસેવકોને જીવતા સળગાવી મૂક્યા બાદ રાજ્યમાં કેટલાંક ઠેકાણે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. દરમ્યાન, 1 માર્ચ 2002 ના રોજ વડોદરામાં આવેલ બેસ્ટ બેકરીમાં ટોળાએ આગ લગાડી દીધી હતી, જેમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા. 

    આ કેસમાં 2003 માં વડોદરાની કોર્ટે 21 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. જે બાદ અમુક સાક્ષીઓએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. જે બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ કોર્ટે એપ્રિલ 2004માં ફરી ટ્રાયલનો આદેશ આપ્યો હતો. 

    મુંબઈ સેશન્સ કોર્ટે પહેલા તબક્કામાં કેસના કુલ 17 પૈકી 9 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, જયારે આઠને છોડી મૂકવામાં આવ્યા હતા. 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં