Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજો પોલીસ કર્મચારીઓ તમારી પાસે ‘મોડી રાત સુધી ફરવા’ માટે પૈસા ઉઘરાવે...

    જો પોલીસ કર્મચારીઓ તમારી પાસે ‘મોડી રાત સુધી ફરવા’ માટે પૈસા ઉઘરાવે તો ચૂકવણી કરશો નહીં: બેંગલુરુના ટોચના પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી

    બેંગલુરુ સ્થિત ટ્વિટર યુઝર્સે શેર કર્યું કે કેવી રીતે તેઓને એવા વ્યક્તિઓ દ્વારા હેરાન કરવામાં આવે છે જેઓ પોલીસ હોવાનો દાવો કરે છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા અને મોડી રાત્રે બહાર ફરવા માટે પૈસા માંગે છે.

    - Advertisement -

    11 ડિસેમ્બરના રોજ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નોર્થ ઈસ્ટ ડિવિઝન, બેંગલુરુ સિટી, એક ઘટનાનું વર્ણન કરતી એક ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બેંગલુરુમાં પોલીસ કર્મચારીઓએ મોડી રાત્રે રસ્તા પર ચાલવા માટે એક દંપતી પાસેથી પૈસા પડાવી લીધા હતા. ડીસીપી અનૂપ એ શેટ્ટીએ સ્પષ્ટપણે કહ્યું કે રાત્રે બેંગલુરુમાં ફરવા પર કોઈ પ્રતિબંધ નથી.

    અગાઉ, ટ્વિટર વપરાશકર્તા કાર્તિક પાત્રીને (જેમણે બેંગલુરુમાં પોતાની સાથે થયેલ ઘટનાક્રમ વિશે લખ્યું હતું) જવાબ આપતા ડીસીપી શેટ્ટીએ આ બાબત તેમના ધ્યાન પર લાવવા બદલ તેમનો આભાર માન્યો અને વચન આપ્યું કે કથિત ઘટનાઓ પાછળના અધિકારીઓને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

    મધરાત પછી કાર્તિક અને તેની પત્નીને રસ્તા પર ચાલવા માટે અટકાવવામાં આવ્યા હતા

    9 ડિસેમ્બરના રોજ, બેંગલુરુમાં માન્યતા ટેક પાર્કની પાછળની સોસાયટીમાં રહેતો કાર્તિક પાત્રી તેની પત્ની સાથે તેના મિત્રના ઘરેથી લગભગ 12:30 વાગ્યે પાછો આવી રહ્યો હતો. જ્યારે તેઓ તેમની સોસાયટીના ગેટમાં પ્રવેશવાના હતા, ત્યારે એક ગુલાબી હોયસાલા પેટ્રોલિંગ વેને તેમને રોક્યા, અને બે પોલીસ કર્મચારીઓએ તેમને આઈડી બતાવવા કહ્યું.

    - Advertisement -

    કાર્તિકે કહ્યું કે જો કે તેમાંથી કોઈ પણ આઈડી ધરાવતું ન હતું, તેમ છતાં તેમની પાસે તેમના મોબાઈલ ફોનમાં તેમના આધારની ડિજિટલ કોપી હતી જે તેઓએ અધિકારીઓને બતાવી. આશ્ચર્યની વાત એ છે કે તેમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા. તેણે કહ્યું, “અમારા આશ્ચર્યની વાત એ છે કે, તેઓએ અમારો ફોન છીનવી લીધો અને અમારા સંબંધ, કાર્યસ્થળ, માતાપિતાની વિગતો વગેરે વિશે અમને પૂછપરછ કરવાનું શરૂ કર્યું.”

    દંપતી આવા ઘટનાક્રમ માટે તૈયાર નહોતું, અને તેમના આઘાતમાં, એક પોલીસ કર્મચારીએ ચલણ પુસ્તક જેવું દેખાતું નોટપેડ કાઢ્યું અને તેની વિગતો લખવાનું શરૂ કર્યું. આ ક્ષણે તેઓને સમજાયું કે તેઓ મુશ્કેલીમાં છે.

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે તેમને ચલણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું, “તમને રાત્રે 11 વાગ્યા પછી રસ્તા પર ફરવાની મંજૂરી નથી.” કાર્તિકે વિરોધ કર્યો અને પ્રશ્ન કર્યો કે શું આવો કોઈ નિયમ અસ્તિત્વમાં છે. તેણે કહ્યું, “શું એવો કોઈ નિયમ છે? અમે તેનાથી અજાણ છીએ.” પોલીસ અધિકારીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, “તમારા જેવા સાક્ષર લોકોને આવા નિયમો વિશે જાણવું જોઈએ.”

    દંપતીએ વિચાર્યું કારણ કે મોડી રાત થઈ ગઈ હતી અને તેમના ફોન જપ્ત કરવામાં આવ્યા હતા, તેઓ પોલીસ અધિકારીઓ સાથે લડાઈ કરવા માંગતા ન હોવાથી પાછા હટવું વધુ સારું છે. તેઓએ માફી માંગી અને તેમને ખાતરી આપી કે તે પુનરાવર્તિત થશે નહીં. જો કે, પોલીસ અધિકારીઓએ કથિત રીતે તેમને જવા દેવાનો ઇનકાર કર્યો હતો અને દંડ તરીકે 3,000 રૂપિયાની માંગણી કરી હતી.

    કાર્તિકે લખ્યું, “તે દિવસે સ્પષ્ટ હતું કે બે માણસો (જો તેઓ ખરેખર પોલીસ હોય તો દુ:ખદ) અસંદિગ્ધ નાગરિકોને પકડવા માટે બહાર હતા, અને અમે તેમનો ભોગ બન્યા. અમે શાબ્દિક રીતે તેમને વિનંતી કરી કે અમને જવા દો, પરંતુ તેઓ પાછા હત્યા નહીં.”

    તેમણે ઉમેર્યું, “અમે જેટલી વધુ વિનંતી કરી, તેઓ વધુ કઠોર બન્યા, અમને ધરપકડ કરવાની ધમકી પણ આપી. એવું લાગતું હતું કે અમે બરાબર સલવાઇ ગયા છે – અમે જેટલા વધુ સંઘર્ષ કર્યા, તેટલા વધુ ફસાતા ગયા.”

    પોલીસ અધિકારીઓએ કથિત રીતે તેમને દોષિતોની તસવીરો બતાવી અને જો તેઓ દંડ ન ભરે તો પરિણામ ભોગવવાની ધમકી આપી. ત્યાં સુધીમાં તેની પત્ની રડવા લાગી હતી. આ તે તબક્કો હતો જયારે પોલીસ અધિકારીઓને સમજાયું કે તેઓ વિષયને ખૂબ આગળ લઈ ગયા છે. કાર્તિકે લખ્યું, “કદાચ એ સમજીને કે તેઓએ એક મહિલાને ખૂબ હેરાન દીધી હતી અને કાયદાકીય પરિણામોના ડરથી, તેઓએ વલણ બદલ્યું.”

    તેણે ઉમેર્યું, “તેઓએ કહ્યું કે માત્ર મને જ દંડ કરવામાં આવશે. ડ્રાઇવિંગ સીટ પરના માણસે મને એક બાજુએ લઈ લીધો અને સલાહ આપી કે હું વધુ મુશ્કેલી ટાળવા માટે ઓછામાં ઓછી રકમ ચૂકવીશ. અત્યાર સુધીમાં, હું માનસિક રીતે થાકી ગયો હતો, મારી પત્ની ખૂબ જ વ્યથિત હતી, અને હું ઇચ્છતો ન હતો કે આ ઘટનાક્રમ વધુ લંબાય.”

    કાર્તિક રૂ. 1,000 ચૂકવવા સંમત થયો, અને પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિ તરત જ PayTM QR કોડ લઈને હાજર થાય છે. ચૂકવણી કર્યા પછી, તેણે કથિત રીતે ચેતવણી આપી હતી કે જો કાર્તિક અને તેની પત્ની ક્યારેય અડધી રાત્રે ચાલતા જોવા મળશે, તો તેમની સામે એક મજબૂત કેસ નોંધવામાં આવશે, અને તેઓ કોર્ટની આસપાસ ચક્કર લગાવતા રહેશે.

    તેણે કહ્યું, “અમે તે રાત્રે ઊંઘી શક્યા નહોતા કે બીજા દિવસે કામ પર ધ્યાન આપી શક્યા નહોતા. આ સમગ્ર ઘટનાએ અમારા મન પર ઊંડો ડાઘ છોડી દીધો છે. તેનાથી કાયદા અમલીકરણ એજન્સીઓમાં અમારો વિશ્વાસ ડગમગી ગયો છે.” કાર્તિકે સવાલ કર્યો, “શું આ આતંકવાદ નથી? શું આ કાયદેસરનો ત્રાસ નથી? શું આ દેશના પ્રામાણિક, કાયદાનું પાલન કરનારા નાગરિકો સાથે આ રીતે વર્તે છે? જો કાયદાના રક્ષકો પોતે જ કાયદાનો ભંગ કરે છે અને આડેધડ નાગરિકોનો શિકાર કરે છે, તો આપણે કોની તરફ વળવું?”

    જોકે, પોલીસે હવે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ નિયમ નથી અને કોઈએ આવી ચૂકવણી કરવી જોઈએ નહીં. પોલીસે એમ પણ કહ્યું છે કે તેઓ ગુનેગારોની ઓળખ કરશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ઓપઇન્ડિયાએ કાર્તિક અને ડીસીપી શેટ્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં