Friday, May 3, 2024
More
    હોમપેજદેશનામ અબ્દુલ, પણ આઇડી સુમિત અને વિગ્નેશનાં: હુમલા પહેલાં હિંદુ ઓળખ ધારણ...

    નામ અબ્દુલ, પણ આઇડી સુમિત અને વિગ્નેશનાં: હુમલા પહેલાં હિંદુ ઓળખ ધારણ કરીને ફરતો હતો બેંગ્લોર બ્લાસ્ટ કેસનો આરોપી

    બંને આરોપીઓ બોયઝ હોસ્ટેલ, શૅરિંગ એકોમોડેશન અને ઓછા ખર્ચની લૉજ અને હોટેલમાં રહેતા હતા. બંને 2020થી ફરાર છે અને અલ હિંદ મોડ્યુલ કેસમાં પણ આરોપીઓ છે.

    - Advertisement -

    ગત 1 માર્ચના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં આવેલ રામેશ્વરમ કાફેમાં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ મામલે ત્રણ આતંકવાદીઓનાં નામ સામે આવ્યાં છે, જેમાંથી 1 પકડાયો છે. જેની ઓળખ મુઝમ્મિલ શરીફ તરીકે થઈ છે. જ્યારે બાકીના 2, જેમાં બૉમ્બ પ્લાન્ટ કરનાર મુસાવિર હુસૈન પણ સામેલ છે, ફરાર છે. NIA હાલ તેમની શોધખોળ કરી રહી છે. 

    દરમ્યાન, ગત 29 માર્ચે NIAએ બંને ફરાર આરોપીઓ વિશે વધુ વિગતો જાહેર કરીને ક્યાંય કોઇ જાણકારી મળે તો એજન્સીને જાણ કરવા માટે અપીલ કરી હતી. સાથે બંનેના ફોટા પણ જાહેર કરવામાં આવ્યા. તેમજ તેમની ધરપકડ કરવામાં મદદ કરવા પર ₹10 લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું. આ દરમિયાન એજન્સીએ એક મોટો ઘટસ્ફોટ કર્યો. 

    તપાસમાં સામે આવ્યું છે કે બેમાંથી એક આરોપી અબ્દુલ મથીન તાહા પોતાની ઓળખ ‘હિંદુ’ તરીકે આપતો હતો. તેણે પોતાનાં નામ ‘વિગ્નેશ’ અને ‘સુમિત’ રાખ્યાં હતાં. જેનો ઉપયોગ તે અલગ-અલગ ઠેકાણે કરતો હતો અને પોતાની ઓળખ આ બે નામોથી જ આપતો હતો. જ્યારે બીજો આરોપી મુસાવિર હુસૈન મોહમ્મદ જુનૈદ સૈયદ નામના ખોટા ડ્રાઇવિંગ લાયસન્સનો સહારો લેતો હતો. 

    - Advertisement -

    NIA અનુસાર, બંને આરોપીઓ બોયઝ હોસ્ટેલ, શૅરિંગ એકોમોડેશન અને ઓછા ખર્ચની લૉજ અને હોટેલમાં રહેતા હતા. બંને 2020થી ફરાર છે અને અલ હિંદ મોડ્યુલ કેસમાં આરોપીઓ છે. આ મોડ્યુલ ઈસ્લામિક સ્ટેટ (IS)થી પ્રભાવિત થઈને દક્ષિણ ભારતમાં અશાંતિ સર્જવા માટે કામ કરી રહ્યું હોવાનું ખૂલ્યું હતું. આ કેસમાં એજન્સીઓ 4 વર્ષની બંનેને શોધી રહી છે અને હવે તેમણે વધુ એક બ્લાસ્ટને અંજામ આપ્યો છે. 

    આ કેસમાં અત્યાર સુધી 1 આરોપી પકડાયો છે. આ મુઝમ્મિલ શરીફે બાકીના બે ફરાર આરોપીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાનો આરોપ છે. એજન્સીએ તેને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. 

    ઇસ્લામી હુમલાને ‘હિંદુ આતંકવાદ’માં ખપાવવાનાં કાવતરાં પહેલાં પણ થયાં છે

    અહીં એ પણ નોંધવું જોઈએ કે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિંદુ ઓળખનો ઉપયોગ કરીને હુમલા કરવા, એ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે અને તેમાં 2008નો દુર્ભાગ્યપૂર્ણ 26/11નો હુમલો પણ સામેલ છે. 

    2022માં કર્ણાટકના મેંગલુરુમાં એક બ્લાસ્ટ થયો હતો, જેમાં આરોપી તરીકે એક શરીક નામના ઈસમની ઓળખ થઈ હતી. તેણે એક ઓટો રિક્ષામાં બ્લાસ્ટ કર્યો હતો. પરંતુ તેણે પણ હિંદુ નામથી ફેક આઇડી બનાવ્યું હતું અને ‘પ્રેમરાજ’ નામના કર્ણાટકના હુબલીના એક હિંદુ વ્યક્તિનું આધાર કાર્ડ ચોરી લીધું હતું. તેનો જ તે પોતાની ઓળખ આપવા માટે ઉપયોગ કરતો. તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રેમરાજનું આધાર કાર્ડ 2020માં ગુમ થઈ ગયુ હતું. જે શરીકના હાથમાં આવી ગયું હતું અને તે તેનો ઉપયોગ પોતે હિંદુ હોવાની ઓળખ આપવા માટે કરતો હતો. 

    2008માં મહારાષ્ટ્રના પાટનગર મુંબઈ પર પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામી આતંકવાદીઓએ હુમલો કર્યો અને તેમાં એક આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો ત્યારબાદ સામે આવ્યું હતું કે તે હિંદુ નામ ‘સમીર’ ધારણ કરીને આવ્યો હતો અને તેની પાસે આ નામનું આઇડી કાર્ડ પણ હતું. એટલું જ નહીં, તે હાથમાં રક્ષાસૂત્ર પણ બાંધીને આવ્યો હતો, જેથી હિંદુ લાગે. 

    આ સમગ્ર કાવતરું હુમલાને ‘હિંદુ આતંકવાદ’માં ખપાવી દેવાનું હતું, પરંતુ મુંબઈ પોલીસની સતર્કતાના કારણે કસબ જીવતો પકડાયો અને તે મનસૂબા પાર ન પડ્યા. અજમલ કસાબને જીવતો પકડનાર કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બલેનો આ કાવતરું નિષ્ફળ બનાવવામાં મોટો હાથ હતો, જોકે તેઓ વીરગતિ પામ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં