Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટBBC ડોક્યુમેન્ટ્રીના વિવાદનો વંટોળ ગુજરાત વિધાનસભા પહોંચ્યો: ધારાસભ્ય વિપુલ પટેલે કેન્દ્રને કડક...

  BBC ડોક્યુમેન્ટ્રીના વિવાદનો વંટોળ ગુજરાત વિધાનસભા પહોંચ્યો: ધારાસભ્ય વિપુલ પટેલે કેન્દ્રને કડક પગલા લેવાનો પ્રસ્તાવ રજુ કરતો સંકલ્પ પત્ર રજુ કર્યો

  ભલામણમાં વિપુલ પટેલ દ્વારા બીબીસી પર 2002ના ગોધરા રમખાણો માટે તત્કાલિન રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હોવાનું ઉલ્લેખાયેલું છે. દરખાસ્ત મુજબ, બીબીસી ડોક્યુમેન્ટરીએ ભારતની વૈશ્વિક છબીને ખરાબ કરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ છે.

  - Advertisement -

  દેશની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી વૈશ્વિક સ્તરે ખરડાય તે હેતુથી બનાવવામાં આવેલ BBC ડોક્યુમેન્ટ્રીના વિવાદનો વંટોળ ગુજરાત વિધાનસભા પહોંચ્યો છે. ગુજરાત વિધાનસભામાં સમાચાર સંસ્થા બીબીસી વિરુદ્ધ કેન્દ્ર સરકારને પગલાં લેવાની ભલામણ કરતો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવ સોજિત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા એક ખુલ્લા પત્ર તરીકે મુકવામાં આવશે, જેમાં ગોધરાકાંડ અને પછીના રમખાણોને લઈને રજૂ કરેલી ડોક્યુમેન્ટ્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિને ખરાબ ચિતરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે.

  અહેવાલો અનુસાર BBC ડોક્યુમેન્ટ્રીના વિવાદનો વિરોધ કરીને વિધાનસભા ખાતે રજુ થવા જઈ રહેલા આ પત્રમાં સમાચાર સંસ્થા બીબીસી વિરુદ્ધ કેન્દ્ર સરકારને પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં વિપુલ પટેલ દ્વારા બીબીસી પર 2002ના ગોધરા રમખાણો માટે તત્કાલિન રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કર્યો હોવાનું ઉલ્લેખાયેલું છે. દરખાસ્ત મુજબ, બીબીસી ડોક્યુમેન્ટરીએ ભારતની વૈશ્વિક છબીને ખરાબ કરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ છે.

  ફોટો સાભાર: દેશ ગુજરાત

  આ પ્રસ્ત્વાવમાં જણાવવામાં આવ્યું છે કે, “તાજેતરમાં બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બી.બી.સી.) દ્વારા બહાર પાડવામાં આવેલ ડોક્યુમેન્ટરીમાં સને 2002માં સર્જાયેલ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં થયેલ કોમી રમખાણો સંદર્ભમાં તત્કાલીન રાજય સરકારને દોષીત ઠેરવવાનો ફરી એકવાર દુષ્પ્રયાસ કરવામાં આવેલ છે. 2002ની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના સંદર્ભમાં ઝીણવટભરી તપાસ કરી એના પ્રતિભાવ રૂપે, રાજ્ય સરકારે, તા.06/03/2002ના જાહેરનામાથી, ન્યાયમૂર્તિ શ્રી કે.જી.શાહ હેઠળ તપાસ પંચની રચના કરી તેમજ તા.21/05/2002ની અધિસૂચનાથી નિવૃત્ત જસ્ટીસ શ્રી જી. ટી. નાણાવટીને નાણાવટી-શાહ કમિશનના અધ્યક્ષ તરીકે તેમજ નિવૃત્ત હાઇકોર્ટ જસ્ટીસ શ્રી કે.જી.શાહને સભ્ય તરીકે નીમવામાં આવ્યાં હતા. આ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં સરકારે તા. 20/07/2004ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને તેમના મંત્રીઓની વર્તણૂંકને કમિશનના તપાસ દાયરામાં સમાવીને ઇતિહાસ રચ્યો હતો. આ અભૂતપૂર્વ કાર્યવાહી એ જવાબદેહી અને પારદર્શિતાના સિદ્ધાંતને પૂર્ણ કર્યો છે.”

  - Advertisement -
  ફોટો સાભાર: દેશ ગુજરાત

  વિપુલ પટેલ દ્વારા આ પ્રસ્તાવમાં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તપાસપંચ દ્વારા હાથ ધરાયેલ વિસ્તૃત તપાસના અંતે પંચ એવા તારણ પર આવેલ હતું કે, ગોધરા રેલ્વે સ્ટેશને ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના એ પૂર્વ આયોજિત કાવતરું હતું. અને ત્યાર બાદ ગુજરાતમાં ફાટી નીકળેલ કોમી રમખાણો સ્વયંભુ હતાં. આ રમખાણોમાં રાજય સરકાર, ધાર્મિક સંગઠન કે રાજકીય પક્ષે કોઇ ભૂમિકા ભજવી હોવાના કોઇ પૂરાવા મળ્યા ન હોવાનું તપાસ પંચે અહેવાલમાં જણાવેલ છે. સદરહુ બંને અહેવાલો વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવેલ છે.

  આ બાબતને વિચારણામાં લઇને વિપુલ પટેલે ઘટનાક્રમની સમીક્ષા કરવી એ આ સભાગૃહ માટે અગત્યનું બની રહે છે તેમ જણાવતા લખ્યું છે કે, ગુજરાતની હિંસામાં વર્તમાન વડાપ્રધાનને સ્પષ્ટ રીતે નિર્દોષ હોવા તરફ દોરી જાય છે. ઉપરાંત આ મામલે ગુજરાતની સરકાર વતી કોઇ સાંઠગાંઠ અને નિષ્ક્રિયતા થઇ હોવા સંબંધમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા દ્રઢતાપૂર્વક ઇન્કાર કરવામાં આવ્યો હતો તેમ જણાવવામાં આવ્યું છે.

  આ પત્રમાં તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલ બી.બી.સી. ડોકયુમેન્ટરી દ્વારા ગુજરાતની આ ઘટનાઓના સંદર્ભમાં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અને લોકપ્રિયતાને ઈરાદાપૂર્વક નુકશાન પહોંચાડવાનો હીન પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું છે. પટેલે પ્રસ્તાવમાં તેમ પણ જણાવ્યું છે કે ઘટનાના વીસ વર્ષ બાદ ડોકયુમેન્ટરી દ્વારા દેશના વડાપ્રધાનની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પ્રતિષ્ઠા, તેમનું અડગ નેતૃત્વ અને સામાજિક તથા આર્થિક ક્ષેત્રે ભારતને વિશ્વમાં અગ્રીમ સ્થાન અપાવવાના તેમના દ્રઢ ઈરાદાને નિષ્ફળ બનાવવાના એજન્ડા સહિત ઘટનાના વીસ વર્ષ બાદ તેની ડોક્યુમેન્ટરી જાહેર કરીને બી.બી.સી. નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્ય સરકારને “ક્લીન ચીટ” આપવા છતાં તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

  ફોટો સાભાર: દેશ ગુજરાત

  પત્રના અંતમાં જણાવાયું છે કે, “ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યકિતની સ્વતંત્રતા તેના બંધારણના પાયામાં છે, પરંતુ, તેનો અર્થ એવો નથી કે આવી સ્વતંત્રતાનો દુરૂપયોગ કરીને, કોઇ સમાચાર માધ્યમ સ્વચ્છંદતાપૂર્વક વર્તે. જો કોઇ આવું વર્તન કરે કે કૃત્ય કરે તો તેને સહેજ પણ સાંખી લઇ શકાય નહિ. BBC તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે અને ભારત દેશ તથા ભારત સરકાર સામે કોઈ છૂપા એજન્ડા સાથે કામ કરી રહ્યું હોય તેમ જણાય છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં