Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશબાટલા હાઉસ કેસના ગુનેગાર આરિઝ ખાનની સજા પર ચુકાદો અનામત રખાયો: જાણો...

    બાટલા હાઉસ કેસના ગુનેગાર આરિઝ ખાનની સજા પર ચુકાદો અનામત રખાયો: જાણો એ એનકાઉન્ટર વિશે જેની ઉપર સોનિયા ગાંધીએ આંસુ સાર્યાં હતાં

    સેશન્સ કોર્ટે આરિઝને પોલીસ અધિકારી મોહનચંદ શર્માની હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. જેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે.

    - Advertisement -

    શુક્રવારે (18 ઓગસ્ટ, 2023) દિલ્હી હાઇકોર્ટે રાજધાનીમાં વર્ષ 2008માં બનેલા બહુચર્ચિત બાટલા હાઉસ એનકાઉન્ટર કેસમાં સજા પામેલા ગુનેગાર આરિઝ ખાનની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. આરિઝને સેશન્સ કોર્ટે માર્ચ, 2021માં દોષી ઠેરવ્યો હતો અને મૃત્યુદંડની સજા આપી હતી. જેની સામે તેણે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની ઉપર સુનાવણી ચાલી રહી હતી. 

    સેશન્સ કોર્ટે આરિઝને પોલીસ અધિકારી મોહનચંદ શર્માની હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. જેની સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. હવે પછીની સુનાવણીમાં ચુકાદો સંભળાવવામાં આવશે અને નક્કી થશે કે તેને મળેલી મૃત્યુદંડની સજા યથાવત રહેશે કે કેમ. 

    સેશન્સ કોર્ટે સજા આપતાં આ કેસને ‘રેરેસ્ટ ઑફ ધ રેર કેસ’ ગણાવ્યો. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ પ્રકારના કેસ માટે જ મૃત્યુદંડ આપવામાં આવે છે. કોર્ટે આરિઝને IPCની કલમ 186, 353, 333, 307, 302, 34 અને 174 હેઠળ દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, જે રીતે ગુનો આચરવામાં આવ્યો છે તેને જોતાં મૃત્યુદંડ સિવાયની કોઈ સજા આપી શકાય નહીં. એમ પણ ઉમેર્યું હતું કે, કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પોલીસ પર હુમલો કરવો એ દર્શાવે છે કે આરિઝ સમાજનો એક દુશ્મન સમાન છે. સાથે એમ પણ કહ્યું હતું કે, જે ક્રૂરતાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું અને જે માનસિકતા સાથે કરવામાં આવ્યું, તેને અવગણી શકાય નહીં.

    - Advertisement -

    શું છે બાટલા હાઉસ એનકાઉન્ટર? 

    આ સમગ્ર ઘટના બની વર્ષ 2008માં. 19 સપ્ટેમ્બર, 2008ના રોજ દિલ્હીના દાલમિયા નગરમાં આવેલ બાટલા હાઉસ ખાતે ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી બાદ દિલ્હી પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. અહીં આતંકીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ અને જેમાં આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ નામના બે આતંકીઓ માર્યા ગયા જ્યારે આરિઝ અને અન્ય બે ભાગી છૂટ્યા હતા. આ એનકાઉન્ટરમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માને ગોળી વાગી ગઈ અને ટૂંકી સારવાર બાદ તેઓ વીરગતિ પામ્યા હતા. 

    વર્ષ 2018માં આરિઝને નેપાળ સરહદેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આતંકવાદી શેહઝાદ હાલ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. જ્યારે બાકીનો એક આતંકી જુનૈદ હજુ પણ ફરાર છે. 

    કેસની ટ્રાયલ દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા અને તેમની ટીમ આરોપીઓની ધરપકડ કરવા ગઈ હતી અને કોઈને પણ મારવાનો ઈરાદો ન હતો. પોલીસની ટીમમાંથી ઘણા પાસે હથિયારો પણ ન હતાં કે તેમણે કોઈની ઉપર ગોળીબાર પણ કર્યો ન હતો. પરંતુ આરિઝ અને તેના સાથીઓએ કોઈ પણ કારણ વગર પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં એક અધિકારીનો જીવ ગયો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આતંકીઓના ફ્લેટમાંથી AK47 અને પિસ્તોલ મળી આવ્યાં હતાં. 

    સલમાન ખુર્શીદે કહ્યું હતું- સોનિયા ગાંધી એનકાઉન્ટરની તસ્વીરો જોઈને રડી પડ્યાં હતાં 

    વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે એક સભામાં કહ્યું હતું કે, “સોનિયા ગાંધીને અમે જ્યારે એ ઘટનાની તસ્વીરો બતાવી તો તેમને આંસું આવી ગયાં અને તેમણે હાથ હોડીને કહ્યું કે મને આ તસ્વીરો ન બતાવો અને જઈને વઝીર-એ-આઝમ (મનમોહન સિંઘ, તત્કાલીન પીએમ)ને વાત કરો. મેં વડાપ્રધાન સાથે વાત કરી અને નક્કી થયું કે આ મામલે તપાસ થશે.”

    જોકે, એ પણ નોંધવું જોઈએ કે વર્ષ 2019માં ખુર્શીદે ફેરવી તોળ્યું અને દાવો કર્યો કે તેમને ખોટી રીતે ક્વોટ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું, “મેં એવું ક્યારેય નથી કહ્યું. મને મિસક્વોટ કરવામાં આવ્યો હતો. મેં જે કહ્યું હતું અને મીડિયાએ જે દર્શાવ્યું તેમાં ફેર હતો. મેં કહ્યું હતું કે, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ એનકાઉન્ટરની તસ્વીરો જોવા માંગતાં ન હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં