Saturday, April 1, 2023
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબારડોલીથી હિંદુ સગીરાને ભગાડી ગયો અનવર: ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી પાડ્યો,...

    બારડોલીથી હિંદુ સગીરાને ભગાડી ગયો અનવર: ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી પાડ્યો, બે મહિના આગાઉ પણ આવી જ ઘટનાને અંજામ આપ્યો હતો

    બે મહિના અગાઉ અનવર હુસેન આજ બાળકીને લઈને ભાગવાનો પ્રયત્ન કરી ચુક્યો હતો.

    - Advertisement -

    બારડોલી ખાતેથી અનવર હુસેન માકુલ અહમદ અન્સારી નામના યુવાન દ્વારા એક સગીરાને ભગાડી જવાની ઘટના સામે આવી છે. જો કે પોલીસે સતર્કતા બતાવીને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. સગીરાને તેના માતા પિતાને સોપવામાં આવી હતી. 

    એક મીડિયા રીપોર્ટ અનુસાર, બારડોલીના બાબેન ગામના ગોપાલ નગર ચાલીમાં શ્રમજીવી પરિવાર વર્ષોથી રહે છે. તેમના પરિવારની 16 વર્ષની દીકરી ગત 8 માર્ચના રોજ ઘરેથી ચાલી ગઈ હતી. માતા પિતાએ તેની શોધ ખોલ આદરી હતી, છતાં ત્રણ દિવસ સુધી કોઈ ભાળ મળી હતી નહીં. અંતે વાલીએ આ મામલની જાણ પોલીસને કરી હતી. 

    આ દરમિયાન દીકરીના માતા પિતાને એક વાત ધ્યાને આવી હતી કે તેમના પાડોશીના મકાનમાં ભાડે રહેતો અનવર હુસેન માકુલ અહમદ અન્સારી ગાયબ હતો. આ બાબતે તેમણે જયારે પાડોશીને પૂછપરછ કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે અનવર અને તેના મિત્રોએ ઘર ખાલી કરીને ચાલ્યા ગયા છે. છોકરીના માતા પિતાએ શંકાના આધારે અનવરનું નામ આરોપી તરીકે લખાવ્યું હતું. 

    - Advertisement -

    પોલીસને આ બાબતે જાણ મળતા તેમને પોતાની તપાસ વધુ તેજ કરી હતી. અનવરના મોબાઈલનું લોકેશન કાઢતા તે કડોદરા નજીક જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પોલીસના સુત્રોએ પણ જાણ કરી હતી કે અન્સારી કડોદરા ખાતેના મકનજી પાર્ક શુક્લા બિલ્ડીગ ના રૂમ નં ૪ ખાતે છુપાયેલો છે, જે હકીકતના આધારે અલગ અલગ ટીમો સાથે પોલીસ બાતમીની જ્ગ્યા ઉપર પહોચીને, એરીયા કોરડૅન કરી તપાસ કરતા આરોપી અનવર હુસૈન અંસારી અને ભોગ બનનાર સગીરા સાથે મળી આવી હતી. 

    પોલીસે બંનેને બોરડોલી ખાતે લાવીને પૂછપરછ કરી હતી, જયારે દીકરીને તેના માતા પિતાને બોલાવીને સોપી દીધી હતી. આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને Pocso કાયદા અંતર્ગત કેસ નોધીને આગળની તપાસ ચાલુ કરી હતી. 

    અગાઉ પણ એક વાર આવું થયું હતું.

    આ પહેલી વાર નથી કે અનવર હુસેન સગીરાને ભગાડી ગયો હોય, આગાઉ બે મહિના પહેલા આજ સગીરા ઘરથી ચાલી ગઈ હતી. પરિવારે જાતે જ શોધ ખોળ કરતા તે બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલા બાગમાંથી મળી આવી હતી. ત્યારે પણ તે અનવરના કહેવાથી ભાગી હતી. માતા પિતા સમાજમાં પોતાની બદનામી ન થાય તેના માટે આ વાત દબાવી મૂકી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં