Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપથ્થર શું સમજવાનો, મૂર્તી પૂજા ન કરો: બારામતીમાં લાગેલા ‘યેશુ દરબાર’માં આહવાન...

    પથ્થર શું સમજવાનો, મૂર્તી પૂજા ન કરો: બારામતીમાં લાગેલા ‘યેશુ દરબાર’માં આહવાન કરાયું ‘ભારત જોડો યાત્રા’ જેવી રેલીઓથી જોડાઓ

    OpIndia એ 'જ્યેષ્ઠ નાગરિક સંઘ' ના સંચાલક એમ ડબલ્યુ જોશી સાથે વાત કરી. તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓએ એવું કહીને કાર્યક્રમ માટે હોલ લીધો હતો કે તેઓ પ્રાર્થના સભા યોજવા માગે છે અને તેમની પાસે તેના માટે બીજી કોઈ જગ્યા નથી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારના મતવિસ્તાર મહારાષ્ટ્રનાં બારામતીમાં, ‘યેશુ દરબાર’ કહેવાતી પ્રાર્થના સભા હતી. કાર્યક્રમમાં ખ્રિસ્તી પ્રચારકોએ ત્યાં હાજર લોકોને ખ્રિસ્તી ધર્મમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. જોકે, OpIndiaના હસ્તક્ષેપને પગલે ત્રીજા દિવસે આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો.

    કાર્યક્રમનું આયોજન સ્થાનિક પાદરી સુનિલ જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું અને ‘પ્રોફેટ’ ડો.અનીશ વિજગત કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. જાધવે લોકોને સંબોધતા કહ્યું, “ઈસાઈ ધર્મમાં વિશ્વાસ રાખો. ઈસુના અસ્તિત્વમાં વિશ્વાસ કરો. જો તમે હવે બદલાવ છો, તો તમે સમગ્ર દેશમાં ઘણા લોકોને બદલી શકશો. તમે નથી જાણતા પરંતુ એવું બની શકે છે કે આપણે ‘ભારત જોડો’ જેવી યાત્રામાં જોડાઈએ અને દેશભરમાં રહેતા લોકોને ખ્રિસ્તી ધર્મ વિશે વિશ્વાસ અપાવીએ.”

    આ ત્રણ દિવસીય કાર્યક્રમ હતો, પ્રથમ દિવસ ગુરુવારે (8 ડિસેમ્બર, 2022) શહેરની મિશન હાઇસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વધુ લોકો હાજર ન હતા અને 30-35 લોકો મેદાનમાં આવ્યા બાદ કાર્યક્રમ શરૂ થયો હતો. જોકે 300 લોકો માટે બેઠક વ્યવસ્થા હતી.

    - Advertisement -

    કાર્યક્રમમાં ઉપસ્થિત સિસ્ટર મર્સીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જે લોકો હાજર છે તે તમામ લોકો પ્રભુ દ્વારા વ્યક્તિગત રીતે પસંદ કરવામાં આવ્યા છે અને જેઓ આવ્યા નથી તેઓ પ્રભુની ઇચ્છાથી આવ્યા નથી. આ કાર્યક્રમમાં ઘણી ગરીબ હિંદુ મહિલાઓ (સાડી, બિંદી અને સિંદૂર પહેરેલી) જોઈ શકાતી હતી. OpIndiaએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

    દરમિયાન, ઇવેન્ટમાં હાજર ખ્રિસ્તી મહિલાઓએ અન્ય મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવી હતી. ત્યાં હાજર એક મહિલાએ કહ્યું, “ભગવાન અદૃશ્ય છે. આપણે તે અનુભવવું જોઈએ. હિંદુઓની જેમ પથ્થરો (મૂર્તિઓ)ની પૂજા ન કરવી જોઈએ. એ પથ્થર શું સમજતો હશે? આપણે મનુષ્યો પાપોથી ઘેરાયેલા છીએ. આપણી ભાવિ પેઢીઓને પાપોમાંથી મુક્ત કરવા આપણે ઈસુની પૂજા કરવી જોઈએ.

    ઈસાઈ મહિલાઓ હિંદુ મહિલાઓ ને કહી રહી છે કે મૂર્તિ પૂજાનો કોઈ અર્થ નથી

    કાર્યક્રમના મુખ્ય અતિથિ ‘પ્રોફેટ’ ડૉ. અનીશ વિજગતે દાવો કર્યો હતો કે તેઓ માત્ર ‘પ્રોફેટ’ નથી પરંતુ એક બિશપ છે અને તેમની પૂણે સ્થિત NGO ‘ગ્લોરિયસ ઇવેન્જેલિકલ પ્રોફેટિક’માં 300 થી વધુ પ્રચારકો કામ કરી રહ્યા છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે આ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાતા પહેલા તે ‘આંતરરાષ્ટ્રીય માનવાધિકાર અધિકારી’ અને ‘ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી’ હતા.જો કે, તેના સોશિયલ મીડિયા પેજ મુજબ, તે હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને એન્ટી કરપ્શન એન્ડ મીડિયા ઈન્વેસ્ટિગેશન નામની બે એનજીઓના સભ્ય છે.

    તે જ સમયે, કાર્યક્રમ દરમિયાન, સીસ્ટર મર્સી લોકો પાસેથી દાન માંગતી જોવા મળી હતી.

    સીસ્ટર મર્સી ઉપસ્થિત લોકો પાસેથી દાન માંગી રહી છે.

    સુરક્ષાના કારણોસર નામ ન આપવાની શરતે માહિતી આપવા સંમત થનારા સ્થાનિક ખ્રિસ્તીઓમાંથી એકે જણાવ્યું હતું કે પાદરી સુનીલ જાધવ જાતેજ બની બેઠેલા પાદરી છે અને તેમણે તેમના ઘરની ટેરેસ પર તેમનું ચર્ચ બનાવ્યું છે. આ કાર્યક્રમ ક્રિસમસના ત્રણ દિવસ પહેલા યોજાવાનો હતો, જેમાંથી એક કાર્યક્રમ મિશન હાઈસ્કૂલમાં યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ જ કાર્યક્રમ ‘જ્યેષ્ઠ નાગરિક સંઘ’ નામના પ્રખ્યાત સાર્વજનિક કોમ્યુનિટી હોલમાં બે દિવસ માટે યોજાવાનો હતો.

    OpIndia એ મહારાષ્ટ્રનાં બારામતીમાં ‘જ્યેષ્ઠ નાગરિક સંઘ’ ના સંચાલક એમ ડબલ્યુ જોશી સાથે વાત કરી. તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓએ એવું કહીને કાર્યક્રમ માટે હોલ લીધો હતો કે તેઓ પ્રાર્થના સભા યોજવા માગે છે અને તેમની પાસે તેના માટે બીજી કોઈ જગ્યા નથી.

    જ્યારે ધર્માનતરણના પ્રયાસો અને પોસ્ટર પર પાદરી દ્વારા કરવામાં આવેલા ખોટા દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, જોશીએ કહ્યું કે તેઓ માત્ર એક સાથે પ્રાર્થના કરવા માટે એક સ્થળ ઇચ્છતા હતા  જો કે, એવું લાગતું હતું કે યુનિયનના હોદ્દેદારોને આયોજકોના ઉદ્દેશ્યો વિશે કોઈ ખ્યાલ નથી. શનિવારે (10 ડિસેમ્બર, 2022), ઇવેન્ટના ત્રીજા દિવસે, OpIndia એ જોશી સાથે વાત કર્યા પછી, મીટિંગ રદ કરવામાં આવી હતી અને ‘જ્યેષ્ઠ નાગરિક સંઘ’, સ્થળ, ગેટને તાળું મારેલું જોવા મળ્યું હતુ.

    10 ડિસેમ્બરે જયેષ્ટ નાગરિક સંઘ ના દરવાજા પર તાળું લાગ્યું

    દરમિયાન, આરએસએસના સ્થાનિક સભ્ય મુકુંદ કુલકર્ણીએ મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ન થવી જોઈએ. તેણે કહ્યું, “આ બધો શો છે. તેઓ (ખ્રિસ્તીઓ) ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આકર્ષે છે અને તેમને પૈસા અથવા મૂળભૂત સુવિધાઓ આપે છે. તેઓ એ પણ સુનિશ્ચિત કરે છે કે હિન્દુ ધર્મ જેવા અન્ય ધર્મોના ગરીબ લોકો હિન્દુ ધાર્મિક દેવતાઓને ધિક્કારે છે અને ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરવાનું શરૂ કરે છે. જીસસ ક્રાઈસ્ટ કે ઈસાઈ ધર્મ ખરાબ નથી, હકીકતમાં કોઈ પણ ધર્મ ખરાબ નથી. પરંતુ લોકોને સમજાવવા, ખોટા દાવા કરવા અને તેમને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવું ખોટું છે.

    મહારાષ્ટ્રનાં બારામતીમાં થયેલી પ્રવૃત્તિ અગાઉ હમણાં થોડા સમય પહેલાજ ઉત્તરાખંડની અંદર ધર્માતરણ વિરુધ્ધ સખત કાયદો બનાવાયો છે.

    (મૂળરૂપે અંગ્રેજીમાં લખાયેલ આ અહેવાલની સંપૂર્ણ વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં