Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશબાંકે બિહારીજી મહારાજ મંદિરની જમીન કબ્રસ્તાનના નામે કરી દીધી, હાઈકોર્ટે મામલતદાર પાસેથી...

    બાંકે બિહારીજી મહારાજ મંદિરની જમીન કબ્રસ્તાનના નામે કરી દીધી, હાઈકોર્ટે મામલતદાર પાસેથી માંગ્યો જવાબઃ 2004માં રેવન્યુ રેકોર્ડમાં થઇ હેરાફેરી

    અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રાચીન સમયથી આ જમીન બાંકે બિહારી મહારાજના નામે નોંધાયેલી છે. પરંતુ ભોલા ખાન પઠાણ નામના વ્યક્તિએ મહેસૂલ અધિકારીઓ સાથે મળીને આ જમીન કબ્રસ્તાન તરીકે નોંધણી કરાવી હતી.

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટે બાંકે બિહારી જી મહારાજ મંદિરની જમીન કબ્રસ્તાનના નામે ટ્રાન્સફર કરવા અંગે મામલતદાર પાસે જવાબ માંગ્યો છે. મથુરા જિલ્લાના છટા તાલુકાના મામલતદારને પણ રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 17 ઓગસ્ટ 2023ના રોજ થવાની છે.

    શ્રી બિહારી જી સેવા ટ્રસ્ટ (મથુરા)એ આ અંગે અરજી દાખલ કરી છે. આ અંગે સુનાવણી કરતાં જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે કહ્યું કે મથુરા જિલ્લાના છટા તાલુકાના શાહપુર ગામમાં સ્થિત પ્લોટ નંબર 1081ની સ્થિતિમાં સમયાંતરે બદલાવ કરવામાં આવ્યા છે. તેથી, તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, મહેસૂલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ખુલાસો કરવા માટે મામલતદારને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવે છે.

    નોંધનીય છે કે ‘શ્રી બિહારી જી સેવા ટ્રસ્ટ (મથુરા)’ એ તેની અરજીમાં કહ્યું છે કે મૂળ આ જમીન રાજ્યના રેવન્યુ રેકોર્ડમાં બાંકે બિહારી જી મહારાજ મંદિરના નામે નોંધાયેલી હતી. પરંતુ વર્ષ 2004માં તે કબ્રસ્તાનના નામે ચડાવી દેવામાં આવી હતી. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે મંદિરની જમીનમાં થયેલા ‘ગેરકાયદે’ ફેરફારોને સુધારવાનો નિર્દેશ આપે.

    - Advertisement -

    અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રાચીન સમયથી આ જમીન બાંકે બિહારી મહારાજના નામે નોંધાયેલી છે. પરંતુ ભોલા ખાન પઠાણ નામના વ્યક્તિએ મહેસૂલ અધિકારીઓ સાથે મળીને આ જમીન કબ્રસ્તાન તરીકે નોંધણી કરાવી હતી. આ અંગેની માહિતી મળતાં મંદિર ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી મામલો વકફ બોર્ડમાં ગયો. આ મામલાની તપાસ માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. મંદિરની જમીન કબ્રસ્તાનના નામે ખોટી રીતે નોંધાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જો કે, તેમ છતાં, આ જમીન બાંકે બિહારીજી મહારાજ મંદિરના નામે નોંધવામાં આવી ન હતી.

    તે જ સમયે, આ કેસમાં રાજ્ય સરકાર વતી હાજર રહેલા વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં જમીન કબ્રસ્તાનના નામે નોંધણી કરવા માટે એક અરજી પણ પેન્ડિંગ છે, કારણ કે હવે આ જમીનનો રેકોર્ડ થઈ ગયો છે. કબ્રસ્તાનમાંથી ‘જૂની વસ્તી’માં બદલાઈ ગયું છે.

    હવે જોવાનું એ છે કે 17 ઓગસ્ટના દિવસે સુનવણી દરમિયાન મામલતદાર કોર્ટમાં હાજર રહે છે કે નહીં, અને હાજર રહે તો શું જવાબ આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં