Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએશિયાના સૌથી મોટા કબ્રસ્તાનમાં 250+ લોકો ગેરકાયદેસર રીતે રહે છે: માત્ર 25...

    એશિયાના સૌથી મોટા કબ્રસ્તાનમાં 250+ લોકો ગેરકાયદેસર રીતે રહે છે: માત્ર 25 લોકો પાસે ભારતીય ઓળખ પત્ર છે, બાકીના બાંગ્લાદેશી અને રોહિંગ્યા હોવાની આશંકા

    ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા એશિયાના સહુથી મોટા કબ્રસ્તાનમાં અસંખ્ય લોકો ગેરકાયદેસર રીતે રહે છે જેમાંથી મોટાભાગના ભારતીયો ન હોવાના અહેવાલો આવ્યા છે.

    - Advertisement -

    એશિયાના સૌથી મોટા કબ્રસ્તાનમાં બાંગ્લાદેશી, રોહિંગ્યાઓનો ગેરકાયદેસર કબજો કરી રહેતા હોવાના અહેવાલો મળી રહ્યા છે, આગ્રાના પંચકુઈયા કબ્રસ્તાનની જમીન પર 100 પરિવારોના 250 થી વધુ લોકો વસે છે. આમાંથી માત્ર 25 લોકો જ ભારતીય નાગરિક હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો ભારતીય નાગરિકતા ધરાવતા નથી તેમાંથી મોટાભાગના બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા ઘૂસણખોરો હોઈ શકે છે.

    પંચકુઈયા કબ્રસ્તાન એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન કહેવાય છે. આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા લોકોના પરિવારો દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ અને કબ્રસ્તાનમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓનો કબજો કરી રહેતા હોવાની ઘણી ફરિયાદો આવી હતી. આ પછી, કબ્રસ્તાન વ્યવસ્થાપન સમિતિએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ હવે કબરો પર કાયમી માળખાના નિર્માણને મંજૂરી આપશે નહીં

    કબ્રસ્તાન સમિતિના સેક્રેટરી મોહમ્મદ ઝહરુદ્દીન બાબર સૈફીનું કહેવું છે કે, “અમે નિર્ણય લીધો છે કે કોઈને પણ સિમેન્ટવાળા કબ્રસ્તાન બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને અમે લોકોને જૂના સિમેન્ટવાળા કબ્રસ્તાનોને પણ વહેલામાં વહેલી તકે તોડી પાડવા જણાવ્યું છે.”

    - Advertisement -

    વાસ્તવમાં આ કબ્રસ્તાનની જમીન પર 100 જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે રહે છે. જોકે, વક્ફ બોર્ડની નોટિસ બાદ લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ્સ (LIU)એ આ મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે પ્રશાસન પણ જલ્દી કાર્યવાહી કરી શકે છે.

    આ કબ્રસ્તાનમાં રહેતા લોકો હંગામી ઝૂંપડીઓ બનાવે છે, ફુગ્ગા વેચે છે અને હોટલોમાં રસોઈ બનાવવા જેવી ઓછી વેતનની નોકરીઓ કરે છે. આ પરિવારોના બાળકો ઘણીવાર રસ્તા પર ભીખ માંગતા પણ જોવા મળે છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અહીં રહેતા માત્ર 20-25 લોકો પાસે જ આધાર કાર્ડ છે, જ્યારે બાકીના લોકો પાસે તેમની ઓળખ કે નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ નથી. આટલું જ નહીં આમાંના ઘણા એવા પરિવારો છે જેમણે કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું છે.

    આ કેસમાં મહફૂઝ સંસ્થાના કો-ઓર્ડિનેટર બાળ અધિકાર કાર્યકર્તા નરેશ પારસને બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે માહિતી મળી હતી. આ પછી, તેમણે આ ઘૂસણખોરો વિશે વધુ માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી અને આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે. તેમણે અધિકારીઓને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી.

    ઝૂંપડી મેળવવા માટે હિન્દુઓને મુસ્લિમ તરીકે રજૂ કરવામાં આવ્યા

    દૈનિક ભાસ્કરે નરેશ પારસને ટાંકીને જણાવ્યું છે કે ઘણા હિન્દુ પરિવારોએ કબ્રસ્તાનની જમીન પર ઝૂંપડીઓ બાંધવા માટે પોતાને મુસ્લિમ તરીકે રજૂ કર્યા છે. તેમણે કહ્યું, “અહીં ઘણા પરિવારો છે જે હિન્દુ છે. નામ બદલીને અને મુસ્લિમ તરીકે રહી રહ્યાં છે. કમિટીએ પોતાના અંગત સ્વાર્થ ખાતર અહીં વર્ષોથી ગેરકાયદે વસાહત ઉભી કરી છે.

    એસએસપીના આદેશ પર એલઆઈયુ (લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ)ની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. જેઓ પાસે ઓળખ કાર્ડ નથી અથવા જેઓ તેમની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો અથવા રોહિંગ્યા હોઈ શકે છે. આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર યોગ્ય પગલાં લેશે.

    શુક્રવારે અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલશે

    13 ઓક્ટોબર, 2022ના રોજ ACM પંચમ અને અન્ય અધિકારીઓની ટીમે કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. તપાસ બાદ તેમણે અહીં રહેતા લોકોને ચેતવણી આપી હતી કે દસ્તાવેજો નહીં દર્શાવવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિરીક્ષણ બાદ વકફ બોર્ડની ટીમે રવિવારે (18 ઓક્ટોબર 2022)ના રોજ આ કબ્રસ્તાનની મુલાકાત લેતી વખતે નોટિસ પણ ચોંટાડી દીધી છે. અહીં રહેતા લોકોને ત્રણ દિવસમાં ઓળખના દસ્તાવેજો સબમિટ કર્યા પછી કબ્રસ્તાનની જમીન પર રહેવાની મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે. 

    આ મામલે એડીએમ સિટી અંજની શ્રીવાસ્તવનું કહેવું છે કે, “કબ્રસ્તાન કમિટીએ પત્ર લખ્યો છે. ફરિયાદના આધારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરશે. જેમની પાસે ઓળખ કાર્ડ છે તેઓ કબ્રસ્તાન સમિતિની પરવાનગી સાથે ત્યાં રહી શકે છે.”, બીજી તરફ કબ્રસ્તાન સમિતિના સચિવ મૌલાના ઝુબૈરે કહ્યું છે કે, “અહીં રહેતા લોકો ખૂબ જ ગરીબ છે. વહીવટીતંત્ર જે પણ નિર્ણય લેશે, અમે તેનું સન્માન કરીશું.”

    ઉલ્લેખનીય છે કે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરોની સમસ્યા અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે. તાજેતરમાં ઑપઈન્ડિયાએ નેપાળ નજીકના સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ સમુદાયની વધતી વસ્તી અંગે શ્રેણીબદ્ધ અહેવાલો પ્રકાશિત કર્યા છે. આ અહેવાલોથી બહાર આવ્યું છે કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોનો એક મોટો વર્ગ ગેરકાયદેસર આવેલા ઘૂસણખોરો હોઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં