Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાંગ્લાદેશમાં હીરો આલોમની ધરપકડ; પોલીસે કહ્યું 'બહું બેસૂરું ગાય છે, ગાવાનું બંધ...

    બાંગ્લાદેશમાં હીરો આલોમની ધરપકડ; પોલીસે કહ્યું ‘બહું બેસૂરું ગાય છે, ગાવાનું બંધ કર.’ માફીપત્ર પર હસ્તાક્ષર પણ કરાવ્યા

    બાંગ્લાદેશના 'પ્રખ્યાત' યુટ્યુબર આલોમને સ્થાનિક પોલીસે કર્કશ ગાવા બદલ પકડી લીધો હતો અને તેની પાસે માફીનામું લખાવ્યા બાદ જ તેને છોડ્યો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હીરો આલોમની ધરપકડ થયાનો કિસ્સો સામે આવ્યો છે, હીરો આલોમ એક બાંગ્લાદેશી યુટ્યુબર છે, જે પોતાના ‘ક્રીંચ કન્ટેન્ટ’ માટે વિશ્વભરમાં વિખ્યાત છે, પણ તેની આ ખ્યાતી તેના વખાણ માટે નહિ, પણ ટ્રોલ કરવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. હીરો આલોમ અનેક યુટ્યુબ રોસ્ટરોને રોસ્ટિંગ સામગ્રી અને દર્શકોને ઉટપટાંગ વિડીયોથી હાસ્ય પૂરું પડે છે. તેવામાં આજે બાંગ્લાદેશમાં હીરો આલોમની ધરપકડ ફરી એક વાર તે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

    મીડિયા અહેવાલો મુજબ સોશિયલ મીડિયા પર સેંકડો ચાહકો મેળવનાર બાંગ્લાદેશી સ્ટાર ‘હીરો આલમ’ પર આ દિવસોમાં સંકટનો પહાડ તૂટી પડ્યો છે. વાસ્તવમાં આલમ પર પરંપરાગત ગીતોની શૈલી બદલવાનો આરોપ છે. જેના કારણે પોલીસે તેને માફી માંગવા કહ્યું હતું. આલમનું કહેવું છે કે પોલીસે તેને માનસિક ત્રાસ આપ્યો છે અને તેને શાસ્ત્રીય ગીતોને વિકૃત કરવાનું બંધ કરવા કહ્યું છે. આ સાથે હીરો આલમે એવો પણ દાવો કર્યો છે કે તેને રવીન્દ્રનાથ ટાગોર અને કાઝી નઝરુલ ઈસ્લામના ગીતો ગાવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો.

    આલોમનું કહેવું છે કે પોલીસે તેને 6 વાગે ઝડપી લીધો અને સતત આઠ કલાક સુધી કસ્ટડીમાં રાખ્યો. શાસ્ત્રીય ગીતોને ખોટી રીતે રજૂ કરવા પર પોલીસે તેમને પૂછ્યું કે તમે રવીન્દ્રનાથ અને કાઝી નઝરુલ ઈસ્લામના શાસ્ત્રીય ગીતો કેમ ગાઓ છો? જોકે, બાદમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે ગીતને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે આવું ફરી નહીં થાય.

    - Advertisement -

    પોલીસે આલોમ પાસે માફી મંગાવી

    ઝી ના અહેવાલ મુજબ પોલીસ અધિકારી હારુન ઉર રશીદે કહ્યું કે આલોમને પરવાનગી વગર ગીત ગાવા અને પોલીસ યુનિફોર્મ પહેરવા બદલ માફી મંગાવી છે. અમને તેની સામે ફરિયાદ મળી હતી. તેણે પરંપરાગત ગીતની શૈલીને સંપૂર્ણપણે બદલી નાખી હતી. હીરો આલોમે ખાતરી આપી છે કે તે આવા ગીતો ફરી નહીં ગાય.

    નોંધનીય છે કે હીરો આલોમ સાથેના આવા વર્તન બાદ યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે અને તેને અંગત અધિકારો પર હુમલો ગણાવ્યો છે. હીરો આલોમનું સમર્થન કરતાં એક યુઝરે લખ્યું કે તમે સાચા હીરો છો. અન્ય લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, અન્ય એક યુઝરે લખ્યું કે હું તમારા ગીતો અને તમારી એક્ટિંગનો ફેન નથી. પરંતુ જો તમારો અવાજ દબાવવાનું કામ કરવામાં આવશે તો હું તમારી સાથે ઉભો છું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં