Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમિત્રના બહાને બહાર બોલાવ્યો, થોડે દુર લઈ જઈ ગોળી મારી: નૈનીતાલના રામનગરમાં...

  મિત્રના બહાને બહાર બોલાવ્યો, થોડે દુર લઈ જઈ ગોળી મારી: નૈનીતાલના રામનગરમાં બજરંગદળના કાર્યકર્તાની હત્યા, ગયા મહીને ઘર પર પણ હુમલો થયો હતો

  ઘટના બાદ હત્યારાઓને પકડવા અરવિંદના પરિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ પરિવારના સભ્યો અરવિંદનું શબ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન તેમણે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ સાથે સીટી એસપી ઓફિસનો ઘેરાવ પણ કર્યો હતો.

  - Advertisement -

  ઉત્તરાખંડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નૈનીતાલના રામનગરમાં બજરંગદળના કાર્યકર્તાની હત્યા કરવામાં આવતા તણાવ ભર્યો માહોલ સર્જાયો છે. અરવિંદ સાગર નામના બજરંગ દળના કાર્યકર્તાને રવિવારે વહેલી સવારે ગોળી મારવામાં આવી હતી. કેટલાક અજાણ્યાં શખ્શોએ તેને મિત્રના બહાને ઘરની બહાર બોલાવ્યો હતો, અને બાદમાં જીપ્સીમાં બેસાડી ઘરથી થોડે દુર લઈ ગયા હતા, જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી.

  અમર ઉજાલાના રીપોર્ટ મુજબ નૈનીતાલના રામનગરમાં બજરંગદળના કાર્યકર્તાની હત્યા બાદ સ્થાનિક લોકોએ પરિવાર સાથે મળીને ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિવારે હત્યારાઓની ધરપકડ કરવાની માંગ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો, ત્યાર બાદ તેમણે સીટી એસપી ઓફીસનો પણ ઘેરાવો કર્યો હતો. રીપોર્ટ મુજબ અરવિંદને હત્યારાઓએ 3 ગોળી મારી હતી.

  રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર શિવલાલપુરના 24 વર્ષીય અરવિંદ ઉર્ફે પપ્પી સાગર સ્થાનિક બજરંગદળના કાર્યકર્તા હતા. ઘટના બાદ પરિવારજનોએ જણાવ્યું હતું કે, હત્યાના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ચાર-પાંચ અજાણ્યાં લોકો અરવિંદને લેવા આવ્યાં હતા. આ દરમિયાન તેના કાકા અને કાકીએ તેને રોકવાની કોશિશ પણ કરી હતી. થોડા સમય બાદ ગોળી ચાલવાનો અવાજ સાંભળી પરિવાર બહાર આવ્યો તો ઘરથી અંદાજે 250 મીટરના અંતરે અરવિંદ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. ઘટના બાદ તરત જ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો.

  - Advertisement -

  ઘટના બાદ હત્યારાઓને પકડવા અરવિંદના પરિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ પરિવારના સભ્યો અરવિંદનું શબ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન તેમણે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ સાથે સીટી એસપી ઓફિસનો ઘેરાવ પણ કર્યો હતો. આ મામલે SP હરબંસ સિંહ ને તા ટાંકીને રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ હત્યા અદાવત રાખીને કરવામાં આવી છે, પોલીસ આરોપીઓને શોધવા પૂરતા પ્રયત્નો કરી રહી છે. હાલ પોલીસે 4 લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરીન રહી છે.

  ફેબ્રુઆરી મહીનામાં પણ થયો હતો હુમલો

  નોંધનીય છે કે બજરંગદળના કાર્યકર્તા અરવિંદ પર આ પ્રથમ હુમલો ન હતો. પરંતુ આ પહેલા ગત ફેબ્રુઆરી મહિનામાં પણ તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ મૃતક અરવિંદે 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેવામાં હવે ફરિયાદીની હત્યા થતા SSP પંકજ ભટ્ટે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ મનીષા સિંહ અને ઢેલા પોલીસ ચોકીના ઇન્ચાર્જ રવીન્દ્ર રાણાને લાઈન હાજર કરવા સાથેની તપાસ શરુ કરવામાં આવી છે.

  રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર મૃતક અરવિંદ ઉર્ફે પપ્પી છેલ્લા ત્રણ દિવસથી ઘરની બહાર નહતો નીકળ્યો, તેવામાં રવિવારની વહેલી સવારે 4 વાગીને 53 મીનીટે આરોઈઓએ ફોન કરીને મૃતકને બહાર બોલાવ્યા હતા. એક જીપ્સીમાં સવાર થઈને આવેલા અજાણ્યા લોકોએ તેને ઘરથી બહાર બોલાવ્યા અને થોડે દુર લઇ જઈ 3 ગોળીઓ ધરબી દીધી.

  આ મામલે વધુ માહિતી આપતા મૃતકના બનેવીએ જણાવ્યું હતું કે સાગરના માતાપિતાનું ઘણા વર્ષો પહેલા જ અવસાન થઈ ચુક્યું છે. તે માર્કેટમાં કામ કરતો હતો. તેના પરિવારમાં 2 બહેનો, પત્ની, અને 2 ભાઈ છે. હત્યાના દિવસે વહેલી સવારે જયારે તેને ફોન આવ્યો ત્યારે પ્રથમ વારમાં તેણે ફોન ન ઉપાડ્યો. પરંતુ જયારે બીજી વાર ફોન આવ્યો તો તેણે ઉપાડીને જવાબ આપ્યી, તેવામાં આરોપીઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો. અને અરવિંદને જીપ્સીમાં બેસાડી લઈ ગયા. ત્યાર બાદ તેની હત્યા કરી નાંખી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં