Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાં ફિલ્મ ‘પઠાણ’નો ભારે વિરોધ, બજરંગ દળે રેલી કાઢી પૂતળાદહન કર્યું: રિલીઝ...

    અમદાવાદમાં ફિલ્મ ‘પઠાણ’નો ભારે વિરોધ, બજરંગ દળે રેલી કાઢી પૂતળાદહન કર્યું: રિલીઝ રોકવાની માંગ

    બજરંગ દળ દ્વારા ‘પઠાણ’ ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી રહી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

    - Advertisement -

    શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલાં જ વિવાદમાં છે. બે દિવસ પહેલાં ફિલ્મનું ટ્રેલર આવ્યું પછીથી ફિલ્મ અને ટ્રેલરની વધુ ટીકા થઇ રહી છે. બીજી તરફ, ફિલ્મની રિલીઝ રોકવા માટે વિરોધ પ્રદર્શનો પણ થઇ રહ્યાં છે. એવું જ એક પ્રદર્શન અમદાવાદમાં યોજાયું હતું, જેમાં હિંદુ સંગઠનોએ રેલી કાઢી ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કર્યો હતો. 

    બજરંગ દળના કર્ણાવતી પશ્ચિમ વિભાગ દ્વારા ગુરુવારે સાંજે અમદાવાદમાં ઉસ્માનપુરાથી લૉ ગાર્ડન સુધીના સી. જી રોડ ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ અભિનેત્રી દીપિકા પાદુકોણના પૂતળાને જૂતાંનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. ઉપરાંત, પૂતળાદહન પણ કરાયું હોવાનું કહેવાય છે. 

    બજરંગ દળ દ્વારા ‘પઠાણ’ ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી રહી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ‘પઠાણ’ ફિલ્મ આ મહિનાના અંતમાં રિલીઝ થનાર છે. પરંતુ તે પહેલાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. ખાસ કરીને તેના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ખાસ્સો વિવાદ સર્જાયો હતો અને ત્યારથી દેશભરમાંથી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અને તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. 

    તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું હતું. જોકે, આ ટ્રેલર પણ લોકોને ખાસ પસંદ આવ્યું ન હતું અને ઘણાએ તેને જૂની ફિલ્મોની નકલ ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ટ્રેલરની પણ ટીકા થઇ હતી તો ક્યાંક મજાક પણ ઉડાવાઈ હતી. 

    વર્ષ 2022 બૉલીવુડ ફિલ્મ ઉદ્યોગ માટે સાવ નબળું રહ્યું હતું. આમિર ખાનની લાલ સિંઘ ચઢ્ઢાથી લઈને રણવીર સિંઘની ‘સર્કસ’ સુધીની ફિલ્મો ફ્લૉપ ગઈ હતી. ત્યારે વર્ષ 2023ની શરૂઆતમાં જ આવનારી ફિલ્મ ‘પઠાણ’ આ પરિસ્થિતિ સુધરશે તેવી ઇન્ડસ્ટ્રીને આશા હતી. ઉપરાંત, તેમાં શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જેવા અભિનેતાઓ પણ હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મને લઈને માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. પરંતુ તે પહેલાં જ વિવાદો અને વિરોધ શરૂ થઇ જતાં હવે આ ફિલ્મ ઉપર પણ બહિષ્કારનું અને ફ્લૉપ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં