Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદના PVR મલ્ટિપ્લેક્સમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન: 'ધ ક્રિએટર સર્જનહાર' ફિલ્મનો...

    અમદાવાદના PVR મલ્ટિપ્લેક્સમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન: ‘ધ ક્રિએટર સર્જનહાર’ ફિલ્મનો કર્યો વિરોધ, ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો છે આરોપ

    બજરંગ દળનો આરોપ છે કે ફિલ્મમાં લવ જેહાદનો પ્રચાર કરવામાં આવ્યો છે. બજરંગ દળના સભ્યોએ બુધવારે અમદાવાદમાં એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    હાલમાં દેશભરમાં ઇસ્લામવાદીઓ ફિલ્મ ‘ધ કેરાલા ફાઇલ્સ’ નો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાંય આ ફિલ્મે તાજેતરમાં જ 200 કરોડનો આંકડો પાર કર્યો હતો. હવે ગુજરાતના અમદાવાદથી આવા જ એક સમાચાર આવી રહ્યા છે. અહીંયા બજરંગ દળના કાર્યકર્તાઓએ એક મલ્ટિપ્લેક્સ ખાતે ફિલ્મ ‘ધ ક્રિએટર સર્જનહાર’ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    બુધવારે સાંજના સમયે બજરંગ દાળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાણીપ ખાતેના PVR મલ્ટિપ્લેક્સ ખાતે ભેગા થયા હતા. તેમના ધ્યાને આવ્યું હતું કે 26 મે ના રોજ ‘ધ ક્રિએટર સર્જનહાર’ નામની એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેમાં કથિત રીતે લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

    પોલીસ દ્વારા કરાઈ હતી બજરંગીઓની અટકાયત

    જે બાદ ઉશ્કેરાયેલા બજરંગીઓ રાણીપના PVR મલ્ટિપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નારાઓ લગાવીને આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા થિયેટર પ્રશાસને પોલીસ બોલાવીઓ હતી. વાડજ પોલીસનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો.

    - Advertisement -

    પોલીસ 10 થી વધુ બજરંગ દળના કાર્યકરતોની અટકાયત કરીને વાડજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી. જ્યાં તેમને કલાકથી વધુ બેસાડી રાખવામાં આવ્યા હતા અને જરૂરી લખાણ લઈને છોડવામાં આવ્યા હતા.

    પોલીસ દ્વારા અટકાયત કરાયેલ કાર્યકર્તાઓમાં બજરંગ દળના ઉત્તર ગુજરાત પરંતુ સંયોજક જવલિત મેહતા, ઉત્તર ગુજરાત પ્રાંત કોલેજીયન પ્રમુખ ઉજ્જવલ શેઠ, વિસ્તારક હિતેશ મેવાડા અને કર્ણાવતી પશ્ચિમના સંયોજક હિરેન રબારી સહિતના નામો સામેલ હતા.

    ‘આ ફિલ્મ યુવાનોને પરિવારની અવગણના કરીને લવજેહાદમાં ફસાવા પ્રેરે છે’- બજરંગ દળ

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં કર્ણાવતી પશ્ચિમ વિસ્તારના બજરંગ દાળના સંયોજક કે જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તેઓએ જણાવ્યું કે, “આ ફિલ્મ આપણા બાળકોને ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઈને લવ જેહાદની જાળમાં ફસાવા માટે ઉશ્કેરે છે. આ ફિલ્મમાં યુવાનોને પોતાના માતા-પિતાથી દૂર થઈને વિધર્મી સાથે પ્રેમ પાંગરવાનો બોધ અપાયો છે. બજરંગ દળ કોઈ પણ ભોગે આ ફિલ્મનો વિરોધ કરશે જ અને તેને રિલીઝ થતા અટકાવશે જ.”

    ‘હું કોઈની ધમકીઓથી ડરતો નથી’- આ વિવાદ પર નિર્માતાએ સ્પષ્ટતા કરી

    બીજી તરફ ફિલ્મના વિરોધ પર ફિલ્મના નિર્માતા રાજેશ કરાટે ગુરુજીએ કહ્યું કે “અમે ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયા બદલી શકે છે. હું કોઈપણ ધમકીઓથી ડરતો નથી, તેઓ તેમના ધર્મને પ્રેમ કરે છે અને હું તેના વિશે કંઈ કરી શકતો નથી. હું તમામ ધર્મોના અનુયાયીઓને અપીલ કરું છું કે તેઓ ધર્મના નામે રમખાણો અને હિંસા ન કરે. ધર્મ બચાવવાના નામે માણસની હત્યા શા માટે? ધર્મને મારવાને બદલે વ્યક્તિનો ઉદ્ધાર કરવો જોઈએ.”

    નોંધનીય છે કે ‘ધ ક્રિએટર સર્જનહાર’ ફિલ્મના નિર્માતા રાજેશ કરાટે ગુરુજી અને રાજુ પટેલ છે. આ ફિલ્મ પ્રવીણ હિંગોનિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 મેના રોજ દેશભરના 250 થી વધુ સિનેમા હોલમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં CID સિરિયલ ફેમ દયાનંદ શેટ્ટી, મિર્ઝાપુર વેબ સિરીઝ ફેમ શાજી ચૌધરી અને નવોદિત જશ્ન કોહલી મુખ્ય ભૂમિકામાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં