Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાતફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર: શક્તિપીઠ અંબાજીમાં યોજાશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો...

    ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર: શક્તિપીઠ અંબાજીમાં યોજાશે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો કાર્યક્રમ વિશે

    શક્તિ આરાધનાના પાવન અવસર નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાથી દરબારની શરૂઆત કરશે. ત્યાર બાદ 16 ઓકટોબરના રોજ બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાશે. અને ત્રીજા દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ શાસ્ત્રીજી દ્વારા શિવશક્તિની આરાધના કરવામાં આવશે.

    - Advertisement -

    પોતાની આગવી છટાથી દેશ આખાને અને ખાસ કરીને યુવાઓને સનાતનનું ઘેલું લગાડનાર કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના પાવન અવસરે મા અંબાના ધામ અંબાજીમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આગામી 15, 16 અને 17 ઓકટોબરના રોજ અંબાજીમાં બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર યોજાશે. આ દરબારની ખાસ વાત તે છે કે તે આદિવાસી વિસ્તારમાં યોજવાનો છે, જેને લઈને અંબાજી જીએમડીસી મેદાનમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર શક્તિ આરાધનાના પાવન અવસર નવલી નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 15 ઓકટોબરના રોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથાથી દરબારની શરૂઆત કરશે. ત્યારબાદ 16 ઓકટોબરના રોજ બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાશે. ત્રીજા દિવસે એટલે કે 17 ઓકટોબરના રોજ શાસ્ત્રીજી દ્વારા શિવશક્તિની આરાધના કરવામાં આવશે. ત્રણ દિવસ યોજાનાર આ દરબારમાં 2 થી 3 લાખ લોકો આવશે તેવો અંદાજ આયોજકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

    બાગેશ્વર ધામના આ ત્રણ દિવસના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત અનેક મહાનુભાવો તેમજ કલાકારો અને અભિનેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તોના ઘસારાને પહોંચી વળવા અંબાજી જીએમડીસી મેદાનમાં યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આ પહેલા અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાયો હતો દિવ્ય દરબાર

    ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાલુ વર્ષે મે મહિનામાં અમદાવાદના વટવા ખાતે બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાયો હતો. બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત પહેલા જ પોતાના નાનકડા પ્રવચનમાં કહ્યું કે, “હું કોઇ ઇશ્વર, ભગવાન કે સંત નથી. હું હિંદુઓને જગાડવા આવ્યો છું, હિંદુ ધર્મના લોકોએ અન્ય જગ્યાએ જવાની કોઇ જ જરૂર નથી. ભારતમાં હવે તાંત્રિકોની દુકાન બંધ થવી જોઇએ, ભારતમાં રહેવું હશે તો સીતારામ રહેવું પડશે.”

    ત્યારે અમદાવાદ બાદ રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ તરફથી દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં