Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જે કરશે તે ભરશે': નાના ભાઈનો ધમકી આપતો વિડિયો વાયરલ થયા બાદ...

    ‘જે કરશે તે ભરશે’: નાના ભાઈનો ધમકી આપતો વિડિયો વાયરલ થયા બાદ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન, કહ્યું- ‘કાયદો કાયદાનું કામ કરશે’

    મેં મારું જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું છે, જેના માટે જીવનપર્યત સક્રિય રહીશ. મને આ વિવાદ સાથે જોડશો નહિ.: આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી

    - Advertisement -

    બાઘેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી અલગ અલગ મુદ્દે ચર્ચામાં રહ્યા છે, તેઓ ભારત દેશને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાનું પણ કહી ચુક્યા છે, સાથો સાથ તેઓ હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી ચુકેલા લોકોની ઘર વાપસી પણ કરાવી રહ્યા છે. તેઓના વિરોધીઓ પણ તેમના પર હમલાવર છે. હાલમાં તેમના ભાઈનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. તેને લઈને વિવાદ થઇ રહ્યો છે. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કાયદો તેનું કામ કરશે તેવું કહ્યું છે. 

    મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ શાલીમારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં શાલીમારના હાથમાં બંદુક છે, મોઢામાં સિગારેટ છે અને સામે વ્યક્તિઓને ગાળો આપી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સામે વળી વ્યક્તિઓ દલિત સમાજમાંથી છે. આ વિડીઓ વાયરલ થવાથી નવો વિવાદ ઉભો થયો છે. 

    તેમના ભાઈનો વિડીઓ વાયરલ થયા બાદ થયેલા વિવાદને પોતાનાથી અલગ કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે “હું કોઈ દિવસ ખોટું કરતો નથી અને ખોટાનો સાથ આપતો નથી. જેણે જે કર્મ કર્યા હશે તેવું તે ભરશે. કાયદો કાયદાનું કામ કરશે.” તેમણે વધુમાં ઉમેર્યું છે કે “મેં મારું જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું છે, જેના માટે જીવનપર્યત સક્રિય રહીશ. મને આ વિવાદ સાથે જોડશો નહિ.” 

    - Advertisement -

    વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સ્ટેશનમાં SC/ST Act અનુસાર કેસ નોધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિવાદનું મૂળ એ હતું કે દલિત વસ્તીમાં કોઈ કાર્યક્રમ અંતર્ગત ગીતો વાગી રહ્યા હતા, ત્યારે શાલીમારે બાઘેશ્વર ધામનું ગીત કેમ વાગી નથી રહ્યું તેમ કહી ધમકી કહીને ધમકી આપી હતી. જો કે આ બાબત આપણે વિડીઓમાં પણ જોઈ શકીએ છીએ. જેમાં શાલીમાર હાજર લોકોને બંદુક બતાવીને ધમકી આપી રહ્યો છે. 

    નોધાયેલ ફરિયાદ અનુસાર, બમિથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ FIRમાં ફરિયાદી 55 વર્ષીય કલ્લુ અહિરવાર છે, જે ગડા ગામનો રહેવાસી છે. ઘટના 20 ફેબ્રુઆરી 2023ની છે અને કાર્યક્રમ કલ્લુની પુત્રીના લગ્નનો હતો. માતા અને બહેન સાથે દુર્વ્યવહાર કરવા સાથે શાલીગ્રામ પર મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. શાલિગ્રામ વિરુદ્ધ IPC કલમ 294, 323, 506, 427 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદની નકલ OpIndia પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં