બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોતાને પત્રકાર ગણાવતા એક યુવક અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચે વાતચીત સાંભળવા મળે છે. આ યુવક ડાબેરી પત્રકાર બરખા દત્ત સંચાલિત મોજો સ્ટોરીમાં કામ કરે છે અને કથા કવર કરવા માટે આવ્યો હતો. તે ચાલુ કથા દરમિયાન વચ્ચે ટીપ્પણી કરી રહ્યો હતો. ત્યારબાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને મંચ પર બોલાવીને જાહેરમાં ઠપકો આપ્યો હતો.
Barkha Dutt’s Mojo Story Delhi:-
— MJ (@MJ_007Club) March 2, 2023
Barkha Dutt planted a mole in Bageshwar Dham. Then what happened, watch this video. Baba brutally exposed the truth – (Part 1) pic.twitter.com/QVrW4LIeym
વાયરલ વિડીયોમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન એક યુવક કશુંક ટિપ્પણી કરતો સંભળાય છે. યુવકને ટિપ્પણી કરતો જોઈને તેઓ કહે છે કે, “શું હું તારો નોકર છું? અરજી લગાવ અને સીતારામ જપ. તને બોલવાનું ભાન નથી. તું પ્લાન્ટેડ છો.” ત્યારબાદ બાગેશ્વર સરકાર તેને મંચ પર બોલાવે છે.
યુવક કહે છે કે તે દિલ્હીનો રહેવાસી છે અને પોતાને પત્રકાર ગણાવીને કહે છે કે બાગેશ્વર ધામ સરકારની કથા કવર કરવા માટે આવ્યો છે. ત્યારબાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેને પૂછે છે કે વચ્ચે બોલવાની સલાહ કોણે આપી હતી? જેના જવાબમાં તે કહે છે કે તેણે પોતાની ઈચ્છાથી કર્યું હતું. યુવક પોતાનું નામ હર્ષિત શર્મા જણાવે છે અને કહે છે કે તે ‘મોજો સ્ટોરી’માં કામ કરે છે. નોંધનીય છે કે ‘મોજો સ્ટોરી’ ડાબેરી પત્રકાર બરખા દત્ત ચલાવે છે.
જેની ઉપર બાગેશ્વર ધામ કહે છે કે તેમને ‘મોજો સ્ટોરી’ વિશે ખ્યાલ નથી પરંતુ દરબાર પહેલાં જ બે ચિઠ્ઠીઓ બનાવીને રાખી હતી. ત્યારબાદ તેઓ એક ચિઠ્ઠી બતાવીને તેમાં લખેલું વાંચતા કહે છે કે, “એક પત્રકાર આવશે, વચ્ચે ટોકશે, ગેરવર્તન કરશે, નાલાયક છે, તેને બોલાવવાની જરૂર નથી. ઠેકાણે પાડવાનો છે. આશીર્વાદ…..ટીમ મોજોથી આવશે, ચિઠ્ઠી આપવાની નથી.” ત્યારબાદ તેઓ યુવક પાસે પણ ખરાઈ કરાવે છે અને તે પણ પુષ્ટિ કરતાં કહે છે કે ચિઠ્ઠીમાં એવું જ લખ્યું હતું.
Part 4: Barkha Dutt’s Mojo Story Delhi expose by Bageshwar Dham Baba
— MJ (@MJ_007Club) March 2, 2023
Follow @MJ_007Club for more exciting tweets, humor and news updates. Jai Shri Krishna 🙏🚩 pic.twitter.com/RlvqJcJ4Vj
ત્યારબાદ યુવક કાન પકડીને માફી પણ માંગે છે. જોકે, પછીથી તે કહે છે કે તે ધર્મ વિષયક સવાલ પૂછવા માંગે છે. પરવાનગી મળતાં તે કથામાં આવેલી છતરપુરની મહિલાના મૃત્યુને લઈને સવાલ પૂછે છે અને કહે છે કે શું લોકોનું તેમની કથામાં આવવું જ જરૂરી છે કે તેમણે ડોક્ટર પાસે પણ જવું જોઈએ.
જેના જવાબમાં બાગેશ્વર સરકાર કહે છે કે, અહીં પરેશાન વ્યક્તિ આવી શકે છે. ચિંતા ન કરો. દુઆ અને દવા તમામની જરૂર રહે છે અને દવા પણ જરૂરી છે. તેઓ એમ પણ કહે છે કે, પ્લાન્ટેડ લોકો આવે છે અને પ્લાન્ટેડ આરોપો લાગતા રહે છે. કથામાં વચ્ચે બોલવા બદલ યુવકને ઠપકો આપતાં તેમણે કહ્યું કે, વચ્ચે બોલવાનો અધિકાર તેને કોણે આપ્યો. જ્યારે તે કહે છે કે તે એક પત્રકારની રીતે આવ્યો હતો તો બાગેશ્વર સરકારે તેને પૂછ્યું કે શું તેમણે તેને બોલાવ્યો હતો? વીડિયોમાં વારંવાર તે ધીરેન્દ્ર શાસ્ત્રીની ક્ષમા માંગતો જોવા મળે છે અને કહે છે કે બીજી વખત તે કોઈને ટોકશે નહીં.