Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય બેડમિન્ટન ખેલાડી તાન્યા હેમંતને ઈરાનમાં હિજાબ પહેરવા મજબૂર કરાયાં: ફજ્ર ઇન્ટરનેશનલમાં...

    ભારતીય બેડમિન્ટન ખેલાડી તાન્યા હેમંતને ઈરાનમાં હિજાબ પહેરવા મજબૂર કરાયાં: ફજ્ર ઇન્ટરનેશનલમાં જીત્યો હતો ગોલ્ડ, માથું ઢાંક્યા બાદ જ અપાયો મેડલ 

    ગોલ્ડ મેડલ જીતેલાં તાન્યા હેમંતને જીત બાદ એવોર્ડ સેરેમનીમાં જવા માટે હિજાબ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તાન્યા સ્કાર્ફ પહેરીને પોડિયમ પર ગયાં હતાં.

    - Advertisement -

    શરિયત કાયદા પર ચાલતા ઇસ્લામિક દેશ ઈરાનમાં. હિજાબને લઈને છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ વિરોધ કરી રહી છે. જેને લઈને કેટલાય લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા, તો કેટલાયને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા છે. તેવામાં હવે ભારતના બેડમિન્ટન ખિલાડીને ગોલ્ડ મિડલ જીત્યા બાદ સેરેમની માટે હિજાબ પહેરવા મજબૂર કરવામાં આવ્યાં છે. ઈરાનમાં બેડમિન્ટન પ્લેયર તાન્યા હેમંતને મેડલ લેવા હિજાબ પહેરવા મજબુર કરાયા હતા, તેઓ ફજ્ર ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.

    ગોલ્ડ મેડલ જીતેલાં તાન્યા હેમંતને જીત બાદ એવોર્ડ સેરેમનીમાં જવા માટે હિજાબ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તાન્યા સ્કાર્ફ પહેરીને પોડિયમ પર ગયાં હતાં. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થઈ ગયો છે. એક તરફ ઈરાની મહિલાઓ પોતે પોતાના દેશના શરિયત કાયદા સામે બંડ પોકાર્યો છે તો બીજી તરફ તેમની કટ્ટરવાદી સરકાર પોતાની કટ્ટરતા પરથી ટસથી મસ થવા તૈયાર નથી.

    મેડલ લેવા માટે હિજાબ પહેરવા મજબૂર કરાયા

    ઉલ્લેખનીય છે કે દ્વિતીય નંબર પર રમી રહેલાં 19 વર્ષીય તાન્યાએ 30 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં તસ્નિમ મીરને હરાવીને ફાઈનલ મેચ જીતી હતી. પ્રથમ રાઉન્ડમાં સરળ જીત હાંસલ કરીને દ્વિતીય રાઉન્ડમાં પણ 21-7, 21-11થી જીત મેળવી હતી. આ જીત બાદ જયારે મેડલ સેરીમનીમાં જવાનો વારો આવ્યો ત્યારે તાન્યાને હિજાબ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા આવી જ ઘટના તસ્નિમ સાથે ઘટી હતી, તસ્નિમને પણ મેડલ માટે હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સના આધારે અહીં નોંધવું જરૂરી છે કે આયોજકો દ્વારા ટુર્નામેન્ટમાં હિજાબ પહેરવા કે કોઈ જાતના ડ્રેસકોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ સાથે જ પ્રોસ્પેક્ટ્સમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્પર્ધામાં નિયમોમાં કપડા વિશે વાત કરવામાં આવી છે, જ્યારે આ સ્પર્ધામાં કોઈ જ નિયમ કે ડ્રેસકોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

    મહિલાઓની મેચમાં પુરુષોને એન્ટ્રી ન હતી

    એક રિપોર્ટ અનુસાર, મેચના સ્થળની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં અને જેમાં પુરુષોના પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી હતી. એટલું જ નહીં, મહિલાઓના પુરુષ કોચ અને પિતાઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જો કોઈ ખેલાડી સાથે તેના પિતા આવ્યા હોય તો તેમને પણ મેચ જોવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં