Monday, April 29, 2024
More
    હોમપેજદેશબદાયું ડબલ મર્ડર: સાજિદના ગામના મુસ્લિમોનું કહેવું છે- 'અલ્લાહ જાણે હિંદુ બાળકોને...

    બદાયું ડબલ મર્ડર: સાજિદના ગામના મુસ્લિમોનું કહેવું છે- ‘અલ્લાહ જાણે હિંદુ બાળકોને કોણે માર્યા’; સ્થાનિક લોકોએ કહ્યું, 2 વાર ગામ બદલી ચૂક્યો છે તેનો પરિવાર

    સખાનૂમાં ઑપઇન્ડિયાએ સ્થાનિક રહેવાસી દુલીચંદ સાથે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે સાજિદનું પરિવાર મૂળ અહીંયાનું રહેવાસી નથી. તેમણે એ ખુલાસો કર્યો કે સાજિદનું પરિવાર આ પહેલા પણ બે વાર પોતાના ઠેકાણાં બદલી ચૂક્યું છે. સાજિદનું પરીવાર્ફ આ પહેલા કકરાલા અને તે પહેલા ઉપરાલા ગામમાં રહેતો હતો.

    - Advertisement -

    બદાયુંમાં હિંદુ બાળકોની હત્યા કરનાર સાજીદના ગામના મુસ્લિમો તે વાતને લઈને અસમંજસમાં છે કે તે બાળકોની હત્યા આખરે કરી છે કોણે? તેમનું કહેવું છે કે સાજિદે કે પછી કોઈ બીજાએ બાળકોને માર્યા છે તે નક્કી નથી. ત્યાં બીજી તરફ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બદાયુંમાં હિંદુ બાળકોની હત્યા કરનાર સાજિદનું કુટુંબ આ પહેલા બે વાર પોતાના ઠેકાણા બદલી ચૂક્યું છે.

    ઑપઇન્ડિયા બદાયુંમાં હિંદુ બાળકોની હત્યા મામલે ગ્રાઉન્ડ લેવલ પર જઈને સતત સત્ય જાણવા પ્રયત્ન કરી રહ્યું છે. આ ક્રમમાં ઑપઇન્ડિયા હિંદુ બાળકોની હત્યા કરનાર સાજિદના ગામે પહોંચ્યું હતું. આ ગામ બદાયુંથી લગભગ 13 કિલોમીટર દૂર છે અને તેનું નામ સખાનૂ છે.

    સખાનૂમાં ઑપઇન્ડિયાએ સ્થાનિક રહેવાસી દુલીચંદ સાથે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે સાજિદનું પરિવાર મૂળ અહીંયાનું રહેવાસી નથી. તેમણે એ ખુલાસો કર્યો કે સાજિદનું પરિવાર આ પહેલા પણ બે વાર પોતાના ઠેકાણાં બદલી ચૂક્યું છે. સાજિદનો પરિવાર આ પહેલા કકરાલા અને તે પહેલા ઉપરાલા ગામમાં રહેતો હતો. આ બંને ગામ પણ બદાયું જિલ્લામાં આવેલા છે.

    - Advertisement -

    દુલીચંદે જણાવ્યું કે સાજિદના દાદાનું નામ ગની હતું, તે ઓસડીયા (દવાઓ) આપવાનું કામ કરતા હતા. દુલીચંદે જણાવ્યું કે સ્થાનિક સ્તરે તે લોકો કોઈ ગુંડાગીરી કરતા હોય તેવું જાણવા નહોતું મળ્યું. આ બધા વચ્ચે દુલીચંદે યોગી સરકારના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે વર્તમાન સરકારમાં અહીં શાસન વ્યવસ્થા ઠીક છે.

    દુલીચંદે કહ્યું કે ગામમાં અડધાથી વધારે મુસ્લિમોની આબાદી છે, બાકીના હિંદુ છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન જયારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, ત્યારે અહીં બહારના અનેક લોકોને સંતાડવામાં આવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, વર્ષ 2017થી પહેલા અહીં દાદાગીરી કરાવીને મજૂરી પણ કરાવવામાં આવતી હતી.

    સખાનૂના જ રહેવાસી એક મુસ્લિમ વ્યક્તિએ શંકા જતાવતા કહ્યું હતું કે, હિંદુ બાળકોની હત્યા સાજિદે કરી છે કે કોઈ અન્ય વ્યક્તિએ. તેમણે કહ્યું કે, “આ વાત અલ્લાહ જ જાણી શકે કે બાળકોને સાજિદે માર્યા કે કોઈ બીજાએ માર્યા છે.”

    આ પહેલા ઑપઇન્ડિયાને ઘટનાસ્થળની આસપાસ રહેવાવાળા લોકોએ જણાવ્યું હતું કે બદાયુંના આ વિસ્તારમાં તેના (સાજિદના) પરિવારની 11 દુકાનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પહેલા તેની દુકાનો રાત્રે 8-9 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી. ઘટનાના દિવસે જયારે જોયું તો એક પણ દુકાન ખુલ્લી નહોતી. તેના પરિવારના તમામ લોકો ભાગી છુટ્યા હતા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા હતા કે આ હત્યા પાછળ કોઈ મોટું રહસ્ય છે અને તેનું આખું પરિવાર તે જાણે છે.

    સાજિદ અને જાવેદની દુકાન પર વાળ કપાવવા માટે જવાવાળા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, બંને વાતચીત કરવામાં તો સામાન્ય હતા અને તેમણે હાથમાં કલાવા પણ બાંધ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના પરિવારના મોટાભાગના લોકોના નામ એવા રાખવામાં આવ્યા હતા કે તેનાથી તેમના ધર્મનો ખ્યાલ ન આવે.

    ઉલ્લેખનીય છે કે 19 માર્ચ, 2024ની સાંજે બદાયુંમાં વાળ કાપવાની દુકાન ચલાવવાવાળા સાજિદે 2 હિંદુ બાળકો આયુષ અને આહાનની છરી કે અસ્ત્રાથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. સાજિદ આ હત્યા કરીને ભાગી ગયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ઘટના દરમિયાન હાજર સાજિદનો ભાઈ જાવેદ ફરાર ચાલી રહ્યો હતો. પોલીસ તેને શોધી રહી હતી અને તેના પર 25000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. તેવામાં 21 માર્ચના રોજ જાવેદની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં