Thursday, May 2, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિલીલી સાડીમાં 'દેવી', આશીર્વાદ આપવા ઊમટ્યું આખું ગામ: કર્ણાટકમાં ગર્ભવતી ગાયનું યોજાયું...

    લીલી સાડીમાં ‘દેવી’, આશીર્વાદ આપવા ઊમટ્યું આખું ગામ: કર્ણાટકમાં ગર્ભવતી ગાયનું યોજાયું ‘સીમંત’, હિંદુ મહિલાએ સૌને આમંત્રિત કરીને ભવ્ય રીતે ઉજવણી કરી

    સાકરનાડુએ જણાવ્યું કે, "દેવીની માતાનું અવસાન જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે જ થયું હતું. આવી સ્થિતિમાં અમે નાની દેવીને અમારી પોતાની દીકરીની જેમ ઉછેરી છે અને હવે તે ગર્ભવતી છે, અમે તેના સીમંતની ઉજવણી કરીને ખુશ છીએ."

    - Advertisement -

    માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરના લોકો તેમના પાલતુ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સનાતન સંસ્કૃતિમાં ગાયને પવિત્ર માનવામાં આવતી હોવાથી, ઘણા પરિવારો ગાયોને તેમના પરિવારના ભાગ તરીકે રાખે છે. તેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. આ જ વાતને સાચી ઠરાવતાં કર્ણાટકમાં એક સમાચાર આવ્યા છે, જ્યાં એક મહિલાએ પોતાની ગર્ભવતી ગાય માટે ખૂબ જ ધામધૂમથી સીમંત પ્રસંગનું (Baby Shower) આયોજન કર્યું હતું. ગાયનું સીમંત યોજાયું હોય એવો આ પહેલો કિસ્સો નથી.

    ન્યૂઝ18ના અહેવાલ મુજબ, મહિલાએ આ કાર્યક્રમ માટે આખા પરિવાર, સંબંધીઓ અને પડોશીઓને બોલાવ્યા અને પછી મંત્રોચ્ચાર સાથે સીમંતની વિધિ કરી હતી. મહિલાનું નામ સાકરનાડુ છે, જે કર્ણાટકના મંડ્યા જિલ્લાના રામનકોપ્પાલુ ગામની છે. તેણે વાતચીતમાં જણાવ્યું કે તેની ગાયનું નામ દેવી છે, જેનું નામ પરિવારના સભ્યોએ રાખ્યું છે.

    ગાયને પહેરાવાઈ સાડી, થયા તમામ વિધિવિધાન

    બેબી શાવર સમારંભ દરમિયાન, ‘દેવી’ નામની ગાયને શણગારવામાં આવી હતી અને તૈયાર કરવામાં આવી હતી. તેને લીલા રંગની સાડી પણ પહેરાવવામાં આવી હતી. દેવી, જે માત્ર 18 મહિનાની છે, તે હવે ગર્ભવતી છે. સાકરનાડુએ જણાવ્યું કે, “દેવીની માતાનું અવસાન જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે જ થયું હતું. આવી સ્થિતિમાં અમે નાની દેવીને અમારી પોતાની દીકરીની જેમ ઉછેરી છે અને હવે તે ગર્ભવતી છે, અમે તેના બેબી શાવરની ઉજવણી કરીને ખુશ છીએ.”

    - Advertisement -

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સીમંતની વિધિ ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરવામાં આવી હતી. આ દરમિયાન આખા ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને દેવી માટે તમામ પ્રકારના ફળો લાવવામાં આવ્યા હતા. તેને ચંદન અને કપૂર મિશ્રિત પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર ગામના લોકોએ કાર્યક્રમમાં પહોંચીને દેવીને આશીર્વાદ આપ્યાં હતા.

    આ પહેલીવાર નથી, અગાઉ પણ સામે આવ્યા હતા આવા કિસ્સા

    થોડા સમય પહેલા, આવો કિસ્સો ટીચર્સ કોલોની, જમાખંડી, કર્ણાટકમાંથી પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં જકાતી પરિવારે તેમની વાછરડી જ્યારે પ્રથમ વખત ગર્ભવતી થઈ ત્યારે તેના માટે ભવ્ય સીમંત સમારંભનું આયોજન કર્યું હતું. આ વિધિ કરનાર શોભા જકાતીએ કાર્ડ પ્રિન્ટ કરાવ્યા હતા અને સંબંધીઓ, પડોશીઓ અને સમગ્ર વિસ્તારને બોલાવ્યા હતા.

    સનાતન સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય દાન કરતાં મોટું દાન કોઈ નથી. એક તરફ સનાતન સામે આગ ભભૂકી રહેલા નેતાઓનું પૂર છે, તો બીજી તરફ લોકો પોતાના મૂળ સાથે જોડાયેલા હોવાના સમાચાર આશ્વાસન આપે છે. આ બંને કિસ્સામાં, ગાયોના સીમંતની વિધિ ચોક્કસપણે એક સારી પહેલ છે, જે સંદેશ આપે છે કે જો આપણે પ્રાણીઓ સાથે આપણા બાળકોની જેમ વ્યવહાર કરીએ તો તે વધુ સારું રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં