Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાબર આઝમ 'સેક્સટિંગ સ્કેન્ડલ': જાણો કેવી રીતે એક પેરોડી ટ્વિટર એકાઉન્ટે વૈશ્વિક...

    બાબર આઝમ ‘સેક્સટિંગ સ્કેન્ડલ’: જાણો કેવી રીતે એક પેરોડી ટ્વિટર એકાઉન્ટે વૈશ્વિક મીડિયાને સુવર્ણમૃગની પાછળ ગાંડુ કર્યું

    એક પેરોડી ટ્વિટર એકાઉન્ટની ટ્વીટ ક્રિકેટર પર કથિત રૂપે સાથી ખેલાડીની ગર્લફ્રેન્ડ સાથે સેક્સ ચેટ કરવાનો આરોપ મૂકતી ટ્વીટ બાદ પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ વૈશ્વિક સ્તરે ટ્રેન્ડ થવા લાગ્યો હતો. બાદમાં તે એકાઉન્ટ જાહેર કર્યું કે આ એક મજાક હતું.

    - Advertisement -

    આજના અત્યંત અસ્થિર વિશ્વમાં ખોટા સમાચાર એ એક પડકાર બની રહે છે, અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જે વર્ષોથી ઘણી બધી ખોટી માહિતી ફેલાવવા માટે જાણીતા છે, તે ઘણીવાર વિવાદો અથવા અફવાઓને ઉત્તેજિત કરે છે જે ક્યારેક વિશ્વભરના મીડિયા ગૃહો માટે લાલચ બની જાય છે. આવા જ એક તાજા કિસ્સામાં સોમવારે, એક વેરિફાઈડ પેરોડી ટ્વિટર એકાઉન્ટ ‘ડૉ નિમો યાદવ’ (@niiravmodi) દ્વારા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને સંડોવતા ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ સાથે વૈશ્વિક મીડિયાને ઉલ્લુ બનાવવામાં આવ્યું હતું.

    હાલમાં જ પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની બાબર આઝમ એક વિવાદમાં ફસાયા હતા જે ટૂંકા સમયમાં વૈશ્વિક સ્તરે ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ તરીકે વાઇરલ થયું હતું. વાસ્તવિકતામાં ‘લીક્સ’નો કોઈ આધાર ન હોવા છતાં, થોડા જ સમયમાં, બાબર આઝમનું ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ ટ્રેન્ડિંગ ચાર્ટ પર ચઢી ગયું હતું.

    ફેક એકાઉન્ટ દ્વારા કરાયેલ ઓરીજનલ ટ્વીટ, જે હાલમાં ડિલીટ થયેલ માલુમ પડે છે.

    માત્ર ભારતીય મીડિયા સર્કિટમાં કેટલાક મોટા નામો જ નહીં પરંતુ કેટલાક વૈશ્વિક ખેલાડીઓ પણ વ્યંગાત્મક ટ્વિટના લપેટામાં આવ્યા હતા, અને પાકિસ્તાનના કેપ્ટનનું ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ વૈશ્વિક ટ્રેન્ડ પર રાતોરાત સનસનાટીભર્યું બની ગયું હતું.

    - Advertisement -

    વાઇરલ ટ્વીટ બાદ #StayStrongBabarAzam, #IStandWithBabarAzam, વગેરે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરે છે, જેમાં ક્રિકેટરના કેટલાક ચાહકોએ જણાવ્યું હતું કે કથિત કૌભાંડ બાબર આઝમને નિશાન બનાવવાની ઝુંબેશનો એક ભાગ છે, જેઓ તાજેતરના સમયમાં ખરાબ પ્રદર્શનના કારણે ચર્ચામાં આવ્યા છે. કેટલાક ટ્વિટર યુઝર્સે દાવો કર્યો હતો કે વ્યંગાત્મક ટ્વીટ નકલી હતી અને કથિત લીક્સમાં સામેલ વ્યક્તિ પાકિસ્તાનના સુકાની સાથે મળતી આવે છે.

    પેરોડી અકાઉન્ટે ખુલાસો કરીને મીડિયાને ભોંઠું પાડ્યું

    જો કે, આ જ પેરોડી ટ્વિટર એકાઉન્ટે થોડા કલાકો પછી કેટલાક મીડિયા એકાઉન્ટ્સને ટેગ કર્યા પછી તમામ હોબાળોને અર્થહીન ગણાવી દેવામાં આવ્યો હતો. પેરોડી એકાઉન્ટ આરોપ મુક્યો કે તેઓ (મીડિયા આઉટલેટ) કેવી રીતે બાબર આઝમની આસપાસના ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ સ્ટોરી નકલી છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના કવર કરે છે.

    “આપણી પાસે કેવી જોકર જેવી મીડિયા છે, તેમણે (મીડિયા આઉટલેટે) મારા વ્યંગાત્મક ટ્વીટ પર આધારિત એક સમર્પિત શો ટેલિકાસ્ટ કર્યો અને સમાચારના સ્ત્રોતની (મારી) ખરાઈ કર્યા વિના જ બાબર આઝમ પર બીભત્સ આરોપો મૂક્યા,” ‘ડૉ નિમો યાદવે’ લખ્યું.

    અન્ય ટ્વિટમાં, પેરોડી ટ્વિટર એકાઉન્ટે ઉમેર્યું, “આવો મૂર્ખ પત્રકાર ક્યારેય જોયો નથી, આ એક નિંદનીય ઝુંબેશ છે જે ભારતીય મીડિયા કોઈ પુરાવા વિના બાબર વિરુદ્ધ ચલાવી રહ્યું છે.”

    ‘ડૉ. નિમો યાદવે’ એ પણ નોંધ્યું હતું કે ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ એ આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન પણ ખેંચ્યું હતું કે, “મેટર ખતમ હો ગયા ભાઈ, બાત આંતરરાષ્ટ્રીય ચલી ગયી ભાઈ કી.” ફોક્સ ક્રિકેટની ટ્વીટને મેન્સન કરીને તેણે લખ્યું.

    પેરોડી એકાઉન્ટ એક ભારતીય ક્રિકેટરના કહેવા પર ટ્વીટ કરી ડિલીટ

    પેરોડી ટ્વિટર એકાઉન્ટે તેની અસલ બાબર આઝમ ‘સેક્સટિંગ સ્કેન્ડલ’ ટ્વીટ પણ કાઢી નાખી હતી, જેણે ટ્વિટર પર ભારે હોબાળો મચાવ્યો હતો. એક ટ્વીટમાં, તેણે નકલી સેક્સટિંગ સ્કેન્ડલની આસપાસ મીડિયાનો આવો ઉન્માદ ઉભો કરવા બદલ પાકિસ્તાનના સુકાનીની માફી માંગી અને લખ્યું, “મને માફ કરજો @babarazam258. મેસેજમાં ભારતીય ક્રિકેટરની વિનંતી પર મેં તે પોસ્ટ કાઢી નાખી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં