Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટબાબા શ્રી કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણના પ્રથમ વર્ષે જ 7 કરોડથી વધુ...

  બાબા શ્રી કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણના પ્રથમ વર્ષે જ 7 કરોડથી વધુ ભક્તોનું ઘોડાપુર; શ્રધ્ધાળુઓએ બાબાના ચરણોમાં અર્પણ કરેલા ચઢાવાએ વિક્રમ સર્જ્યો

  શ્રીકાશી વિશ્વનાથ ધામની ભવ્યતાને કારણે વારાણસીમાં પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ, હોટલ, ગેસ્ટહાઉસ, નાવિક, શ્રમિકો, કાપડ ઉદ્યોગ, હસ્તકલા અને અન્ય વ્યવસાયીઓ માટે રોજગારની નવી તકો ઉભી થઇ છે.

  - Advertisement -

  ગત વર્ષે વડાપ્રધાન મોદીએ દેશને દેશને સમર્પિત કરેલા બાબા શ્રીકાશી વિશ્વનાથ ધામ કોરીડોરને આજે (13/12/2022) એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં જ 7 કરોડથી વધુ ભક્તોએ બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી, આ સાથેજ એક વર્ષ દરમિયાન નવનિર્મિત ધામમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાન અને ચઢાવાનો આંકડો 100 કરોડને પર થતા નવો વિક્રમ સર્જ્યો છે. જે સનાતન ધર્મમાં દેશની અસ્થા અને મહત્વતા દર્શાવે છે.

  અહેવાલો અનુસાર બાબા શ્રીકાશી વિશ્વનાથ ધામને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર મંદિર પ્ર્શાશને ખાસ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં દેશ-વિદેશથી દર્શને આવેલા ભક્તોએ બાબા શ્રીકાશી વિશ્વનાથ ધામ ખાતે 100 કરોડ રૂપિયાથી પણ વધુનું દાન આપ્યું છે, જેમાં રોકડ રકમ સહીત સોના-ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે.

  7 કરોડથી વધુ ભક્તોએ કર્યા બાબા શ્રીકશી વિશ્વનાથના દર્શન

  - Advertisement -

  નોંધનીય છે કે લોકાર્પણ થયા બાદ છેલ્લા એક વર્ષમાં 7 કરોડ 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. મંદિરના ગેટ પર લગાવવામાં આવેલા ખાસ પ્રકારના ગેઝેટથી આવનાર તમામ શ્રધ્ધાળુઓનો સચોટ આંકડો નોંધવામાં આવે છે, અત્યાર સુધીમાં મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોનો ઘસારો આટલા વર્ષોમાં પ્રથમ વખત જોવા મળ્યો છે.

  બાબાના ચરણોમાં ભક્તોએ ચઢાવેલું દાન

  ધામના ઉદઘાટનથી અત્યાર સુધીમાં ભક્તો દ્વારા 50 કરોડથી વધુ રોકડનું દાન કરવામાં આવ્યું છે. તેમાંથી 40 ટકા રકમ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને મંદિરને પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ 50 કરોડથી વધુની કિંમતની કિંમતી ધાતુઓ જેમ કે 50 કિલો સોનું, 10 કિલો ચાંદી, 1500 કિલો તાંબુ અને અન્ય કિંમતી ધાતુઓ પણ ભક્તો દ્વારા દાન કરવામાં આવી છે.મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં છેલ્લા એક વર્ષમાં મળેલું દાન સૌથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ ગયા વર્ષની સરખામણીમાં આ રકમ 500 ટકાથી પણ વધુ છે.

  શ્રીકાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ

  મંદિર પ્રશાસન અનુસાર, શ્રીકાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ પાછળ લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં ધામમાં સુવિધાઓના વિસ્તરણને કારણે ભક્તોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની ખાતરી છે, જેના કારણે શિવભક્તો તરફથી મળતા દાનમાં પણ વધારો થશે. એવું માનવામાં આવે છે કે કોરિડોરનો ખર્ચ આગામી ૪ થી ૫ વર્ષમાં ભક્તોના દાન અને પરિસરમાં નવી બનેલી ઈમારતોની આવકમાંથી નીકળી જશે.

  ઉદઘાટન બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવિધા વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પીવાના પાણીની વ્યવસ્થા, છાયડો, અને અન્ય પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા સાથે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભક્તો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે 50 મંદિર સેવકો કાર્યરત છે, જ્યારે 200 કર્મચારીઓ સ્વચ્છતા જાળવવામ માટે કાર્યરત છે અને મુલાકાતીઓને સારી સુરક્ષા અને સુવિધાઓ પૂરી પાડવા માટે 100 જેટલાં સુરક્ષા કર્મચારીઓને પણ તેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકર, હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે. મંદિરમાં દર્શન કરવા આવતા દીવ્યાંગો અને અશક્ત લોકોની સુવિધા માટે વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

  બાબાના ધામના નવનિર્માણથી રોજગારની અનેક તકો ઉભી થઇ

  શ્રીકાશી વિશ્વનાથ ધામની ભવ્યતાને કારણે વારાણસીમાં પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ, હોટલ, ગેસ્ટહાઉસ, નાવિક, શ્રમિકો, કાપડ ઉદ્યોગ, હસ્તકલા અને અન્ય વ્યવસાયીઓ માટે રોજગારની નવી તકો ઉભી થઇ છે, જેના કારણે અર્થવ્યવસ્થાને પણ ટેકો મળી રહ્યો છે. બે દિવસ પહેલા આ વાતની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પ્રહેલા એક વર્ષમાં ૧ કરોડ પ્રવાસીઓ બાબાના ધામમાં આવતા હતાં, હવે એક મહિનામાં આટલા પ્રવાસીઓ બનારસ આવી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં